SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭] બરાબર” પર્વતની જૈન ગુફાઓ રિ૫૫] વચ્ચે અજબ સમકાલીનપણું છે. (Confrington-Ancient India pp. 49) આ જૈન ચિન્હો કરનાપાર" ની ગુફાના શિલાલેખ ઉપર જ જોવામાં આવે છે. એ ગુફામાં જૈન વિરૂદ્ધનાં આજીવિકોનાં નામે ભૂંસી નાખવાનું કામ ખાસ વિશિષ્ટ રીતે થએલું જણાય છે. મી. વી. એચ. જેકસને, જનરલ ઓફ ધી બહાર, ઓરિસા રિસર્ચ સેસાયટીના સન ૧૯૧૫ ના બીજા અંકમાં બરાબર પર્વતની ગુફાઓ સંબધી સટીક લેખ લખ્યો છે, જેમાં તેમણે “બરાબર પર્વત પરની ગુફાઓ અને ગોરગિરિ વચ્ચેનું સામ્ય સ્થાપિત કર્યું છે. આ ગોરગિરિ એક ટેકરી છે, અને તેનું મહાભારતના સભા પર્વના વિસમાં પ્રકરણમાં વર્ણન કરવામાં આવેલ છે. ગુફાના બે શિલાલેખો પૈકી જે શિલાલેખ હેટ છે, તેમાં “ગોરથગિરે” એ નામથી ઉલ્લેખ કરવામાં આવેલ છે. જે ખીણમાં બરાબર પર્વતની ચાર ગુફાઓ પૈકી ત્રણ ગુફાઓ આવેલી છે, તે ખીણના વાયવ્ય ખુણામાં “ગરથગિર' આવેલ છે. બીજા શિલાલેખ ઉપર “ગેરથગિરિ” એ નામ વંચાય છે. આ શિલાલેખની લીપી કંઇક પાછળના કાળની છે. તેમશ ઋષિની ગુફાના પ્રવેશદ્વારથી છેક સાત વાર દુર “ગરથગિરિ' માલુમ પડે છે. ગેરથગિરિનું આ પ્રકારનું “બરાબર પર્વત’ સાથેનું સામ્ય કેવી રીતે છે, તે પ્રગટ થયાના બે વર્ષ પછી મી. આર. ડી. બેનરજીએ ભુવનેશ્વર પાસેની ખંડગિરિની ટેકરી ઉપરના મહારાજા ખારવેલના હાથી ગુફાના શિલાલેખમાં “ગેરદ્રગિરિ' શબ્દ શોધી કાઢયો હતે. આ શબ્દ તેમને શિલાલેખની સાતમી લાઈનના છેડે માલુમ પડ્યો હતો. આ શિલાલેખ મી. બેનરજી અને મી. કે. પી. જાયસવાલેર પ્રગટ કર્યો છે. પ્રગટ કરેલા શિલાલેખો પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે-મહારાજા ખારવેલના રાજ્યકાળના આઠમા વર્ષમાં (ઈ. સ. પૂ. ૧૬૫ ના અરસામાં) તેમનું સૈન્ય બરાબર પર્વત ઉપર હતું. અને ચાર વર્ષ પછી તેમનું સૈન્ય પાટલીપુત્ર (પટના) ખાતે હતું. હાથીગુફા તેમજ તેના પરના શિલાલેખની તારીખ એક વર્ષ પછીની છે. ઈ. સ. પૂવેના બીજા સૈકામાં બીહાર અને ઓરિસ્સા વચ્ચે આ પ્રમાણે જે સંબંધ હતું તેને વિચાર કરતાં તેમજ બે શિલલેખે પૈકી બીજાના સામ્યને વિચાર કરતાં અને મશ ઋષિની ગુફાના પ્રવેશદ્વાર પાસે ગુફા આવેલી છે એ ધ્યાનમાં લેતાં મકાને, કિલાઓ, વગેરેના અવશેષો મહારાજા ખારવેલના સૈન્ય નિવાસ કરેલ વિભાગના અવશેષ છે એમ માની શકાય છે. લોકશ ઋષિની ગુફાનું ખોદકામ ૫ણુ મહારાજા ખારવેલના ફરમાન અનુસાર શરૂ થયું હતું એમ માનીએ તો ચાલે. ગોરગિરિનું નિવાસસ્થાન કોઈ કારણસર તજી દેવાયું તેથી આ ખોદકામ અધુરું રહ્યું. આ ગુફા કે જે પાડેસની સુદમ ગુફાને અંદરની બાજુએ તદન મળતી આવે છે તે બરાબર પર્વત ઉપરની કે નાગાર્જુની સાત ગુફાઓ પૈકી માત્ર એક જ અધુરી રહેલી ગુફા છે. વળી તેમાં કોઈને અર્પણ કર્યાને લેખ નથી. દીવાલો પરનું તેનું પૅલીશ જોઈએ તેવું નથી, પણ તેનું પૌલીશ કરેલું ચૈત્ય ઘોડાના નાલના આકારનું છે. આવું ચૈત્ય ઉત્તર હિંદમાં એકે નથી. ઘેડાના નાલવાળા ચેલે દક્ષિણ તેમજ પશ્ચિમ હિંદમાં સામાન્ય વસ્તુ છે. (અપૂર્ણ) 1. J. B. 0. R. S. Vol. 3 Part 4. PP. 486-507. ૨. J. B. 0. R. S. Vol. 3 Part 4, PP. 425-485. . For Private And Personal Use Only
SR No.521529
Book TitleJain Satyaprakash 1938 02 SrNo 31
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy