________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪ ] શ્રી હસ્તિનાપુર તીર્થંકલ્પ
[૧૨૯] જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેથી આહાર વિધિ જાણી; એક વર્ષના વાર્ષિક તપવાળા શ્રી ઋષભદેવજી ભગવાનને અક્ષય તૃતીયાને દિવસે વૈશાખ શુ. ૩ ને દિવસે) પિતાના ઘરમાં ઈશ્વરસથી પ્રથમ પાણું કરાવ્યું તે વખતે ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં. શ્રી. મલિનાથ ભગવાન પણ અહીં (હસ્તિનાપુરીમાં) સમોસર્યા છે. (અર્થાતું કેવલજ્ઞાની થયા પછી અહીં પધારી સમ સરણમાં બિરાજી ધર્મોપદેશ આપ્યું છે.)
આ નગરીમાં મહાતપસ્વી શ્રી વિષ્ણુકુમાર મહર્ષિએ પિતાની તપયા શકિતથી એક લાખ યેજનાના વિસ્તારવાળું પોતાનું શરીર વિકુવી ત્રણ પગલાં વડે ત્રણે લોકને આક્રાંત કરી દાબીને નમુચિને શિક્ષા કરી.
૧ પ્રથમ ભાવમાં પ્રભુ ઈશાન દેવલોકમાં લલિતાંગ હતા ત્યારે શ્રેયસ કુમાર નિર્નામિકા નામે દેવી રૂપે હતા.
૨ ત્યાંથી પૂર્વ વિદેહમાં પુષ્કાવતી વિજયમાં લેહાગલ નગરમાં ભગવાન વિભૂજંઘ હતા અને શ્રેયાંસકુમાર શ્રીમતી નામે તેમનો સખી રૂપે હતા.
૩ પછી ઉત્તરકુરમાં ભગવાન યુમલિક હતા અને શ્રેયાંસ કુમાર યુગલિની રૂએ તા. ૪ પછી સેધમ માં બંને મિત્ર દેવરૂપે હતા.
૫ પછી પશ્ચિમ વિદેહમાં ભવાન વૈધપુત્ર હતા ત્યારે શ્રેયાં પ કુમાર કેશવ નામે મિત્ર રૂપે હતા.
૬ પછી અય્યત ક૫માં બને દેવ હતા.
૭ ભગવાન વજનોભ હતા અને શ્રેયાંસકુમાર તેમના સારથી હતા. બન્ને એ સાથે જ દીક્ષા લીધી હતી અને ત્યાં શ્રી વજુસેન જિનેશ્વરે દેવે તેમને કહેલું કે વ4 ભિ ભરત ક્ષેત્રમાં પ્રથમ તિર્થંકર થશે.
૮ અને સર્વાર્થસિદ્ધમાં દેવ હતા.
ત્યાર પછીના ભવને આ પ્રસંગ છે. અને તેમના હાથેથી ભગવાનનું પારણું થયું છે, જે હું ગતાંકમાં આપી ગયો છું.
અહીં વિવિધતીર્થકલ્પકાર શ્રેયાંસકુમારને બાહુબલિના નનુ રૂપે વણવે છે, જ્યારે પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજ શ્રેયાંસકુમારને બાહુબલિના પત્ર રૂપે વર્ણવે છે આ ભેદ કેમ પડયો હશે એ મારી સમજમાં નથી આવ્યું.
૮ આ ઓગણીસમા તીર્થ કર ભગવાન છે. તેમના પિતાનું નામ કુંભરાજ, માતાનું નામ પ્રભાવતી રાણી હતું. મિથિલાનગરિમાં ચાર કલ્યાણક થયાં છે. પંચાવન હજાર વર્ષનું આયુષ્ય, પચીસ ધનુષ્યનું શરીર, શરીરનો નીલવર્ગ અને કુંભનું લાંછન હતું. મલ્લીનાથ ભગવાને કુમારી રૂપે દીક્ષા લીધી હતી. સ્ત્રી તર્થકરી એ એક અખેરૂં છે મિથિલાનગરી આપણું તીર્થસ્થાન હતું. આજે વિચ્છેદ જેવું છે. ત્યાંની પાદુકાઓ ભાગલપુરમાં શ્વ. જનમંદિરમાં છે. ૨૧મા નામનાથ પ્રભુની જન્મભૂમિ પણ મિથિલા છે. ( ૯ શ્રી વિષ્ણુકુમાર મહર્ષિ શ્રી મુનિસુવ્રત સ્વામીજીના સમય દરમ્યાન થયા છે. શ્રી હસ્તિનાપુરીમાં પડ્વોત્તર નામે રાજા હતાતેને જ્વાલા નામની રાણી હતી. પર્ઘત્તરાજને વિષ્ણુકુમાર અને મહાપા નામે બે પુત્રો હતા. આ સમયે અવતિનગરીમાં શ્રીધર્મ નામે રાજા હતો તેને નમુચિ (તેનું બીજું નામ બલ હતું) નામે મંત્રી હતા. તે મહામિથ્યા
For Private And Personal Use Only