________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨-૩ ]
સાહિત્ય ચર્ચા
તત્રછનું આ લખાણ તેમણે તે ગ્રંથ નિષ્પક્ષ ભાવે વાંચ્યા નથી, એ જ કારણે લખાયું છે. આજે વાલમીકિ રામાયણ ઉપર કેટલી ટીકાઓ થાય છે, તેમાંના કે ક્ષેપક છે; નવા રચાયા છે, વગેરે ચર્ચા હાલમાં હિન્દી માસિકમાં આવે છે. એ બધું તંત્રીજી વાંચે ! માધુરી, ચાંદ, નાગરી પ્રચારિણીમાં તે ટીકાઓ વાંચવા ગ્ય છે, તેમજ મહાભારત વગેરે માટે તે ગુજરાતને વિદ્વાન સાક્ષર કાકા કાલેલકર લખે છે કે એ ગ્રંથ તે વિક્રમની બીજી સહસ્ત્રાબ્દિ સુધી બનતે રહ્યા છે. એ ગ્રંથમાં જે કલ્પનાના હવાઈ કિલ્લા રચાયા છે એ વાંચી તટસ્થ અને નિષ્પક્ષ બ્રાહ્મણ વિકાને પુરાતત્ત્વવિદો અને આર્યસમાજીએ પણ કહે છે કે રામાયણ, મહાભારત અને પુરાણો અતિશકિતથી ભરેલાં છે, જ્યારે જૈનાચાર્યોએ અસલ સત્ય વસ્તુ જેવી હતી તેવી જ રજુ કરી છે. કલ્પનાને ઓપ નથી આપ્યા.
દી. બા. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરીનું કૃષ્ણચરિત્ર વાંચો. રામાયણ અને મહાભારતને એ કેવો જવાબ આપનારું છે? - જૈનોના મહ ભારતમાં ગોપીઓની લીલા-કૃષ્ણલીલાના નામે જરાય વિલાસ અને વૈભવને પિષણ નથી મળ્યું. આજને નવયુગ મહાભારમમાંની એ વાત તરફ ઘૂણાની નજરે જુએ છે. ખુદ તંત્રજી લખે છે કે “શ્રીકૃષ્ણના લેખક રા. કેશવ હ. શેઠ જણાવે છે કે હવે કૃષ્ણવિષયક ચિત્રમાં આ જમાનામાં કંઈક ફેરફાર થવાની જરૂર છે. અમે તેમના મત સાથે સંમત છીએ.” શ્રીકૃષ્ણજીના ચિત્રોમાં પણ હવે વિલાસ અને વૈભવે જે અધાધિ પ્રચલિત છે તે ઓછાં થવા માંડશે. અને તેના પ્રતીક રૂપે ગુજરાતી પત્રના મુખપૃષ્ઠનું ચિત્ર છે. અર્થાત્ તંત્રીજીએ માનેલા ગ્રંથોમાં તે વિલાસ, વૈભવ અને સ્વચ્છંદતાનું પષણ છે; જ્યારે જૈન ગ્રંથોમાં યથાથિત વસ્તુ નિરૂપણ છે. તેમાં ફેરફાર કરવા નથી પડતા. - તંત્રીજી આગળ વધતાં લખે છે કે “શ્રીકૃષ્ણને ઉતારી પાડવા માટે જેનેએ નેમિનાથ તીર્થંકર ઊભા કર્યા. ” પણ જેને એવીશ તીર્થકરે માને છે. તેમાં બાવીસમા તીર્થંકર આવવાના જ. પછી તેમાં ઊભા કરવાનું ક્યાં રહ્યું ? અને તુષ્ય, દુર્જન ન્યાયે એ વાત માનીએ તો પણ નેમીનાથજી તીર્થકરથી શ્રીકૃષ્ણને શું હાનિ છે એ નથી સમજાતું ! બન્નેનું વ્યકિતત્વ અલગ છે. બન્નેની કાર્યદિશા સ્વતંત્ર છે.
પછી શ્રી નેમીનાથજીથી શ્રીકૃષ્ણચરિત્રને કયાંય વધે આવે તેમ છે જ નહિ; તો તંત્રીજી કેમ મુંઝાય છે કે શ્રીકૃષ્ણને ઉતારી પાડવા શ્રીનેમીનાથજીને ઊભા કર્યા !
આર્ય સંસ્કૃતિને વિનાશ તે પરરપરનાં ઠેષ, ઇર્ષ્યા અને કલહથી થશે છે. નવા નવા મતે ઉત્પન્ન કરવાથી થયે છે. હમણાં હમણાંની શિવલિંગ પૂજા એ અનાર્યોની પૂજા છે. આ ચર્ચા શું શીખવે છે ? વૈષ્ણો શેને નિંદે અને શિવે વેષ્ણવોને નિંદે, વળી વૈદિક દર્શનમાં પણ આપસમાં કયાં ઓછા મતભેદ છે ? હિંસાજન્ય યજ્ઞ અને હિંસા રહિત યજ્ઞના વાદ વિવાદ પણ કેટલા છે? પછી જૈનદર્શને શું ગુન્હો કર્યો કે તંત્રીજી તેને વિરોધ કરે છે?–તેને નષ્ટ થયેલ કહે પડે છે? ખરી રીતે જૈનદર્શન કદી વિનાશ થયું જ નથી અને થવાનું નથી. તેના સિદ્ધાંતે તે સદાયે અટલ અને અમર જ રહેશે. જૈન દર્શનના મૂલ ભૂત સિદ્ધાંત સ્યાદાદ–અનેકાન્તવાદ, અહિંસા, સંયમ અને તપ;
- (અનુસંધાન પૃષ્ઠ ૧૦૦ ઉપર.)
For Private And Personal Use Only