________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩
પ્રભુ શ્રીવીરની પાસે દીક્ષા ગ્રહણ કરી. ઘણા વર્ષ સંયમ પાળી છેવટે એક માસનું અનશન કરી, સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહે દેવ થશે. આ પિટિલ અણગાર બીજા સમજવા. અહીં નવમાંના ચોથા પિટિલ અણગાર તો હાલ માહેન્દ્ર દેવલોકમાં છે. તે અહીં ભરતક્ષેત્રમાં આવતી ચોવીશીમાં “સ્વયંપ્રભ” નામના ચોથા તીર્થંકર થશે. શ્રી નમિનાથની જેવા દેહ વર્ણાદિમાં જાણવાં.
૫. શ્રી દઢાયુ શ્રાવક-શ્રી મલ્લિનાથ પ્રભુના કાકા થાય. તે હાલ ઈશાન દેવલોકે છે. આવતી ચોવીશીમાં શ્રી મુનિસુવ્રતસ્વામી જેવા સર્વાનુભૂતિ નામના પાંચમા તીર્થકર થશે. - ૬, ૭, શંખ શ્રાવક અને શતક શ્રાવક–આ બેમાં જે શંખની બીના શ્રી ભગવતીજીમાં આવે છે તેનાથી આ જુદા શંખ શ્રાવક જાણવા અને તે જ પંચમાંગમાં કહેલ શતક શ્રાવક તે આ જ શતક શ્રાવક જાણવા. બંને શ્રાવસ્તિનગરીને રહીશ હતા. અનન્ય ધર્મ શ્રદ્ધાળુ હતા. પ્રભુ શ્રી મહાવીર દેવે શંખ શ્રાવકની બાબતમાં – શતક (પુષ્કલી એવું બીજું નામ છે) શ્રાવકાદિને જણાવ્યું કે- આ શંખ શ્રાવક પ્રિયધર્મ, દઢધમ, સુદષ્ટિ નાગરિક છે. તેની નિંદા ન કરવી જોઈએ. આ બે શ્રાવકે પર્વદિને પૌષધાદિ અનુષ્ઠાનરૂપી ગાડિ મંત્રથી મોહનીય સર્પનું ઝેર ઉતારતા હતા. શંખ શ્રાવક આવતી ચોવીશીમાં-“ઉદયપ્રભ' નામે-સાતમા તીર્થંકર- અઢારમાં શ્રી અરનાથની જેવા થશે. અને શતક શ્રાવક આવતી ચોવીશીમાં શતકીર્તિ નામે, શ્રી ધર્મનાથની જેવા તીર્થંકર થશે. હાલ તો તે ત્રીજી નરકમાં છે, ત્યાંથી નીકળી તીર્થકર થશે.
૮ સુલસા શ્રાવિકા–રાજગૃહ નગરના રાજા પ્રસેનજિતની પાસે નાગ નામે રથિક હતો તેને સુલો નામે સ્ત્રી હતી. એક વખત સુલતાન જાણવામાં આવ્યું કે “મારે પતિ પુત્ર નિમિતે ઈંદ્રાદિને નમસ્કાર (માનતા) કરે છે.” ત્યારે સુલસાએ બીજી સ્ત્રી પરણવાની અનુમતિ આપી. તે સાંભળી રથિકે કહ્યું કે—મારી તેમ કરવા ઈચ્છા નથી. બીજી તરફ ઈંદ્ર વિમાનમાં “સુલસા – નિર્મલ દઢ સમ્યકત્વ ગુણવાળી છે. તેવી
સ્ત્રી ભાગ્યે જ બીજી કઈ હશે” આ પ્રશંસા થઈ આ વચનો સાંભળતાંની સાથે, એક દેવ પરીક્ષા કરવા સાધુનું રૂપ લઈ સુલસાને ઘેર આવ્યા. અજાણુ સુલસાએ મુનિ છે એમ વંદના કરી પૂછયું કે આપ ક્યા કારણે પધાર્યા છે? સાધુએ (દેવે) કહ્યું કે- “મારે વૈદ્યના કહ્યા પ્રમાણે લક્ષ પાક તેલની જરૂર છે. અને તે તમારે ત્યાં છે. એ સાંભળી સુલતાએ કહ્યું કે, “હું આપું છું.એમ કહી જેમાં તેલ ભર્યું છે તે વાસણ નીચે લાવે છે. એટલામાં દેવતાઈ પ્રગથી વાસણ ફૂટવું. બીજી વાર પણ વાસણ ઉતારતાં દેવે તેમ કર્યું, એમ ત્રણ વાર તેમ થયું છતાં સુલતાને દાનધર્મમાં ઉત્સાહ અડગ રહ્યો જાણી પ્રશંસા કરી. દેવે ૩૨ ગોળીઓ સુલસાને આપી, અને કહ્યું કે, “અવસરે એકેક ગોળી વાપરવાથી તને ૩૨ પુત્રો થશે. અગત્યના કારણે મને યાદ કરજે, જેથી હું મદદ કરીશ.” એમ કહી દેવ સ્વસ્થાને ગયો. ત્યારબાદ સુલતાએ વિચાર્યું કે – બત્રીશે ગોળીઓ એકીસાથે ખાઉં તે એક પુત્ર થશે. એમ ધારી એક સાથે બત્રીસે ગોળીઓ
૧. અભયદેવસૂરિજી મહારાજ. “ઢયુરતીતઃ' એમ કહે છે. “વાંચનસાર” સંગ્રહમાં ઉપર પ્રમાણે કહ્યું છે,
For Private And Personal Use Only