________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનોનો અહિંસાવાદ
લેખક––મુનિરાજ શ્રી દક્ષવિજયજી અહિંસાનું સ્વરૂપ—અહિંસા એ સકલ દર્શનને મૌલિક સિદ્ધાંત છે. અહિંસા આકાશવત વિસ્તીર્ણ છે. અહિંસા એ વિશ્વપ્રેમી બનવાનો અનોખો મંત્ર છે. અહિંસા એ વિશ્વવ્યાપી ધર્મ છે. અહિંસા જીવને સર્વથી નિર્ભય કરે છે. અહિંસાથી જ તમામ ધમની આરાધના થઈ શકે છે. જેના હૃદયમાં અહિંસા દેવીએ નિવાસ કર્યો છે તે જ ખરે શૂરવીર, ધીર અને ગંભીર છે. અહિંસાની ઉપાસનાથી જ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થાદિ ભાવે વિકસાવી શકાય છે. અહિંસા એ મુક્તિનિલયમાં પહોંચવાનું સુંદર સોપાન છે. અહિંસા એ દુઃખરૂપી દાવાનળને શાંત કરવામાં વર્ષા સમાન છે. કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ, સ્વપ્રણીત શ્રી ચોગશાસ્ત્રમાં નીચે પ્રમાણે પ્રતિપાદન કરે છે.
“ શ્રના સુવાવાગ્નિ-wivઘનાદરી .
મfમાર્તાના-માિ પરમધા જ ! અહિંસા એ દયારૂપ પાણીના નિર્મળ પ્રવાહથી વહેતી મહાનદી સમાને છે, અને સત્ય, અસ્તેયાદિ અવશિષ્ટ અશેષ ધર્મો, આ અહિંસા મહાનદીના વિશાળ તટ ઉપર ઉગેલાં, તૃણ અંકુરાદિ વનસ્પતિના સદશ્યને વહન કરનારાં છે. નદીનું પાણી સુકાઈ ગયા પછી જેમ કિનારા ઉપરનાં તૃણાદિકનો અલ્પ સમયમાં વિનાશ થઈ જાય છે, તેમ અહિંસા મહાનદીનો પ્રવાહ સુકાણે કે તરત સત્ય અસ્તેયાદિ ધર્મોને પણ વિનાશ થઈ જાય છે. માટે જે અવશિષ્ટ ધર્મોને ટકાવવા હોય તો અહિંસા દેવીનું આરાધન એ જ શ્રેયસ્કર છે. આવી અહિંસા મહાસરિતાને વિશાળ અને પવિત્ર તટ ઉપર વિચરનારા મહાત્માઓ, તેના અદ્ભૂત વાસ્તવિક સ્વરૂપનું અનિમેષ નયને પુનઃ પુનઃ નિરીક્ષણ કરીને યથાર્થ આનંદને પામ્યા છે.
હિંસાની પ્રતિપક્ષિણી અહિંસાઃ જે સમયે હિંસારાક્ષસી જગતના ખુણે ખુણામાં પોતાનું સામ્રાજ્ય જમાવી બેઠી હતી, જે સમયે હિંસારાક્ષસીએ વકીય દૂર માસથી પિતાના ઉપાસકને નિષ્ફર તેમજ નિર્દય હૃદયવાળા બનાવી દીધા હતા, જે નિર્દયતાને લઈને માનવગણ પરસ્પર અમાનુષી વૃત્તિ ચલાવી રાક્ષસીવૃત્તિને નિર્લજજતાપૂર્વક, મદિરાપાનથી મદોન્મત તેમજ પાગલ બનેલ વ્યકિતની માફક, વ્યકતરીતે પ્રદર્શિત કરતે હતો, જેના પ્રતાપે અનેક જીવો બિચારા અધઃપતના કડા ખાડામાં પડતા હતા, એટલું જ નહિ પરંતુ ધર્મને નામે યજ્ઞાદિકમાં હેમાતા નિર્દોષ પશુઓ પણ ત્રાસી ત્રાસીને, રીબાઈ રીબાઈને હૃદયદ્રાવક આક્રદ નાદ કરતા કરતા આ સૃષ્ટિમાંથી વિદાયગીરી લેતા હતા. આવી પરિસ્થિતિમાં હિંસાના પંઝામાં જકડાયેલી પ્રજાને એક મહાન પ્રતિકારકની અત્યંત આવશ્યકતા જણાતી હતી. તે દરમ્યાન તેઓના સભાગે તે હિંસા રાક્ષસીને જડમૂળથી નિર્મૂળ કરનાર એક મહાવીર યોદ્ધાને જન્મ થયો. પ્રજામાં ચોમેર આનંદ આનંદ પ્રવર્યો, વીરસ્યોદ્ધાએ હિંસારાક્ષસી સામે સંગ્રામ આદર્યો અને છેવટે “રિસા પરા ઘર્મ” નામનું અદ્વિતીય સત્ર એવા શૌર્ય પૂર્વક કહ્યું, કે તેના પ્રતાપે
For Private And Personal Use Only