________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ આ ધારાનગરીમાં, પરમહંત કવિ ધનપાલ દિવસે દિવસે વૃદ્ધિ પામતાં, યૌવન વનમાં પ્રવેશ કરે છે, એટલે તેમનું ધનશ્રીની સાથે પાણિગ્રહણ કરવામાં આવે છે.
આ ધનપાલ દિવસે દિવસે અભ્યાસ કરતાં કરતાં યાવિદ્ અનેક શાસ્ત્રના પારગામી થયા. કાવ્યશાસ્ત્ર, વેદશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર વગેરે અનેક શાસ્ત્રની અન્દર નિપુણ બન્યા. તે ભેજ રાજની સભાના એક શણગારરૂપ થયા, એટલું જ નહીં પણ પિતાની વિદ્વત્તાથી શ્રી મુંજને મંત્રમુગ્ધ બનાવી દીધો હતો. અને જયારે જ્યારે ધનપાલ રાજસભામાં આવે ત્યારે ત્યારે તેને “ સરસતી” કહીને બોલાવતા હતા. આવી અપૂર્વ વિદત્તાને લઈને શ્રી મુંજે તેને “શ્રીકુર્ચાલ સરસ્વતી ” નું બિરુદ આપ્યું હતું. શ્રી મુંજે ધનપાલને પુત્ર તરીકે રાખ્યો હતો. તે ઔત્પાતિકી બુદ્ધિના નિધાન હતા, એટલું જ નહીં પણ બધા કવિઓને વિષે શિરોમણિ હતા. પોતે કવિ હતા તેમજ વેદોપનિષદ, સ્મૃતિ, ઇતિહાસ વગેરે સર્વ શાસ્ત્રના પ્રખર પંડિત હતા, અને ચુસ્ત વેદાનુયાયી બ્રાહ્મણ હતા.
ધારાનગરીમાં મહેન્દ્રસૂરિનું આગમન તથા સંક્ષિપ્ત જીવનવૃત્તાંત: ભાગીરથીના ભવ્ય તરંગોથી પાવન થયેલી, સદા આનંદની બહુલતાથી અમરાવતીને પરાભવ પમાડનારી, મહાસમર્થ વિદ્વાનોના ચિત્કાશ (જ્ઞાનભંડાર) રૂ૫ વારાણસી નામની નગરી છે. ત્યાં કૃષ્ણગુપ્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને મહાન બુદ્ધિશાળી એવા શ્રીધર અને શ્રીપતિ નામે બે પુત્રો હતા. તે અનુક્રમે અભ્યાસ કરતાં ચોદે વિદ્યામાં નિપુણ બન્યા.
એક વખત બન્ને ભાઈઓને સોમેશ્વર મહાદેવની તીર્થયાત્રા કરવાનો વર્ષોલ્લાસ પ્રગટ થયા. યાત્રા કરવાને માટે પ્રયાણ કર્યું. અનુક્રમે ચાલતાં ચાલતાં કલ્યાણના નિધાનરૂપ શ્રી ગુર્જરનામે દેશમાં–જ્યાં નિરભિમાની અને વિવેકી જ વસે છે, તથા જે અશોક વૃક્ષો અને તીર્થસ્થાનોથી શોભાયમાન છે, વીતરાગદેવની શુદ્ધ પ્રરૂપણ કરનાર કંચન-કામિનીના ત્યાગી એવા મુનિમહાત્માઓની બહુલતાથી જેનું એકાંશ પ્રતિબિંબ સ્વર્ગરૂપ આદર્શ માં રહેલ છે એવું–વર્ધમાન નામનું નગર છે ત્યાં આવીને નિવાસ કર્યો. અત્યન્ત પરિશ્રમને લીધે બન્ને બંધુઓ ગાઢ નિદ્રામાં પડયા. રાત્રિને દ્વિતીય પહોર ચાલતું હતું. ઋતુ શિયાળાની હતી. ઠંડી સખત પડતી હોવાથી માનવ સમૂહ નિદ્રામાં નિવૃત્તિનું સેવન કરી રહ્યો હતો. પ્રવૃત્તિપરાયણ સર્વે પ્રાણિઓ, પશુઓ અને પક્ષિઓ આ પ્રમાણે જ્યારે નિવૃત્તિનું સેવન કરતાં હતાં, ત્યારે નભોમંડલ (આકાશ-મંડલ) માં બિરાજતા નિશાકર (ચંદ્ર)પતાનો ધર્મ બજાવી રહ્યો હતો. તેનાં સ્નિગ્ધ અને રૂપેરી અજવાળામાં સમગ્ર પૃથ્વી સ્નાન કરી રહી હતી. રાત્રિને બીજો પહોર પૂરો થતાં
१ तथा श्रीमुञ्जराजस्य, प्रतिपन्नसुतोऽभवत् ॥ श्रीभोजबालसौहार्दभूमिभूमिसुरोह्यहम ॥४४॥ प्र० थ० प्र० २ सांकाश्यस्थाने संकाशा वयं वर्णेषु वर्णिताः ॥ चतुर्वेदविदः सांगपारायणभूतः सदा ॥४३॥ प्र० म० प० ૩. હાલ જે વઢવાણ તરીકે પ્રસિદ્ધ છે.
For Private And Personal Use Only