________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
શ્રી હરિતનાપુરી તીર્થ
[૧૭].
રાજદરબાર પાસે આવ્યું. ત્યાં વચમાં એક તેજસ્વી દિવ્યરૂપ સંપન્ન મહાત્માનાં દર્શન થયાં. શ્રેયાંસકુમાર વિચારવા લાગ્યા કે આ વેષ મેં કયાક જેવો છે. એમ ઊહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પ્રભુજી સાથેના પિતાના આઠ ભાનો સંબંધ જામ્યા. દેવલોક પહેલાંના ભાવમાં સ્વીકારેલ આર્વતી દીક્ષાનું સ્મરણ થયું. તે વખતની શુદ્ધ ઉજજવલ ક્રિયા, ત્યાગ, તપ, ક્ષમા, શાંતિ, મૃદતા, સરલતા આદિ ગુણો યાદ આવ્યા. બેંતાલીસ દોષ રહિત શુદ્ધ આહારની ક્રિયા યાદ આવી. અને પ્રભુને શુદ્ધ આહારની જરૂર છે એમ સમજયું. આ ત્યાગમૂર્તિને અજ્ઞાની લેકે હીરા, મોતી, માણેક આદિ આપે છે પણ એ વસ્તુની પ્રભુજીને જરૂર જ નથી. શુદ્ધ આહાર જ આપવો જરૂરી છે, એમ વિચારે છે ત્યાં એક ચોપદારે ઈરસથી ભરેલા ૧૦૮ ધડા લાવીને હાજર કર્યો. શ્રી શ્રેયાંસકુમારે વિચાર્યું, આથી બીજો શુદ્ધ, નિર્દોષ અહાર બીજે ક્યાંથી મળવાને હતો ? પ્રભુજી રાજમહેલ પધાર્યા. શ્રેયાં કુમારે ખુબ જ ભકિત, શ્રદ્ધા અને શુદ્ધ સાત્વિક પ્રેમપૂર્વક પ્રભુજીને નિર્દોષ અહાર – ઈક્ષરસ વહોરાવ્યો. તે જ વખતે કા રાન મણે સાનં ની ઘોષણા થઈ પંચની વૃષ્ટિ થઈ. જનતા આ જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. આ શું ? આતે રાજાઓના રાજા, દેવોના દેવ. તેમને આવું અપાય ? શ્રેયાંસકુમારને પૂછયું આ શું ?
શ્રેયાંસકુમાર – સાધુએ ને શુદ્ધ આહારનું દાન કરવું જોઈએ. તેમને અત્યારે બીજી કોઈ પણ ચીજનો ખપ નથી.
જનતા –- તમે કેમ જાણ્યું કે શ્રી આદિનાથને આ જ વસ્તુ જોઈતી હતી અને અન્ય નહિ?
શ્રેયાંસકુમાર – સાધુઓ ગૌચરી કરે છે. તેમાં શુદ્ધ આહારપાણીની જરૂર હોય છે. તેમજ પ્રભુજી સાથે મારે આઠ ભવને સંબંધ છે. મને એનું જ્ઞાન થયું છે. આજથી ત્રીજા ભવની સાધદશાનો મને ખ્યાલ આવે છે. આ બધા વિચાર કરી મારી પાસે જે શુદ્ધ આહાર હતો તે મેં પ્રભુજીને વહોરાવેલ છે. તમે પણ પ્રભુજીની ભક્ત કરવા માંગતા હો તે શુદ્ધ નિર્દોષ આહાર વહોરાવે. પ્રભુજી તમારે ત્યાંથી પણ જરૂર આહાર લેશે. સાધુને ધન, માલ, મિલ્કત, જમીન આદિનું દાન ન અપાય.
આ યુગનું આ પ્રથમ દાન છે. જેના શાસનમાં નિયાણ માંગણી કરવાની મનાઈ છે છતાં પણ યદિ માંગતાં કઈ ચીજ મળતી હોય તો આ જ મળે કે “શ્રેયાંસ “સમાન ઉત્કટ ભાવના, શ્રી ઋષભદેવજી સમાન પાત્ર અને દાનમાં છેલ્ફરસ જેવો શુદ્ધ આહાર.” આ યુગમાં શ્રી ઋષભદેવજી સમાન પાત્ર અને શ્રેયાંસકુમાર જેવી દાનની શુદ્ધ ઉત્કટ ભાવના થઈ નથી અને થશે પણ નહિ”
શ્રી ઋષભદેવ ભગવાને હસ્તિનાપુરીમાં તેર મહીના બાદ કેટલાક દિવસો પછી પ્રથમ પારણું કર્યું. તેર મહિનાથી પણ વધુ દિવસ સુધી આહાર અને પાણીમાંથી કાંઈ પણ લીધું નથી. તેર મહિના સુધી નિર હાર નિર્જલા ઉપવાસ કર્યા હતા. ઇતિહાસના આદિ યુગમાં આ નગરીનું આ પ્રથમ દર્શન કેટલું ભવ્ય, રોમાંચક અને મનોહર છે. આ પ્રથમ દર્શને જ આ નગરી આપણને મુગ્ધ કરે છે. ત્યારપછી ક્રમશઃ આ નગરી ઉન્નતિના શિખરે પહોંચે છે.
१ रिसससमं पत्तं निरवजमिवखुरसदाणं । सिज्जंससमो भावो, जइ होज्जा वंछियं णियमा ॥१॥
For Private And Personal Use Only