________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૧ શ્રી જૈન સત્ય પ્રકાશ
અષાડ નવું મિથ્યાત્વ પામેલ હોય તો પણ એવા પણ કંઇક મિથ્યાત્વી જ હોય છે કે જેઓ આ જન્મની બાલ, મધ્ય કે વૃદ્ધ એ ત્રણ દશામાંથી કેઈ પણ દશામાં કેવલજ્ઞાન પામી શકે અને જન્મ, મૃત્યુ આદિથી રહિત એવી પદવીને પામી શકે. તે પછી શું તે દિગમ્બરભાઈએ તેવા બધા મિથ્થાત્વીઓને દેવના લક્ષણવાળા માનવા તૈયાર છે? જે કદાચ દિગમ્બર ભાઈઓ એમ કહે કે એકલા ભવિષ્યત્ જન્મનો અભાવ જ અમારે દેવના લક્ષણ તરીકે નથી પણ સુધા, તૃષાદિકના અભાવથી યુક્ત એ ભવિષ્યત જન્મને અભાવ તે લક્ષણ તરીકે છે. આવું તેમનું કથન પણ ચાલી શકે તેમ નથી, કારણ કે પ્રથમ તે દેવત્વ વર્તમાન કાળમાં લેવું છે અને ભવિષ્યમ્ જન્મને અભાવ ભવિષ્યન્ત કાલમાં લે છે તે પછી લક્ષણ ન જ રહે એટલું જ નહિ પણ ભવિષ્યન્ત કાલમાં તે અદેહ-અવાફ ને અમન પણ થવાનાં છે, તે અદેહાદિકને પણ લક્ષણ તરીકે નહિ રાખવામાં તે દિગમ્બરભાઈઓએ તે ભૂલ જ કરી એમ માનવું જોઈએ. મધ્યસ્થ સમજદાર મનુષ્ય સમજી શકશે કે-જ્યારે ક્ષુધા અને તૃષાને અભાવ મા તો જભ લેવાને અભાવ તે આપોઆપ જ આવી જાય, કેમકે દિગમ્બરભાઈઓના કેઈ પણ શાસ્ત્રમાં કઈ પણ આચાર્ય કોઈ પણ જગ પર જન્મ લેનારા અણુહારિ જ હોય છે એમ જગાવેલું કે માનેલું નથી. તેમજ આહાર લેનારા જન્મ વગરના હોય છે તેવું પણ કઈ પણ જગો પર દિગમ્બર શાસ્ત્રકારોએ માનેલું નથી. તે પછી સુધા–તૃષાના અભાવને ગુણ તરીકે માન્યા પછી જન્મના અભાવને ગુણ તરીકે માનવાનું રહેતું જ નથી. એટલે કહેવું જોઈએ કે સુધા-તૃષાને અભાવ લક્ષણ તરીકે માન્ય તે કલ્પિત છે અને જન્મને અભાવ મા તે પણ કલ્પિત જ છે. સુધાદિ દોષોને અભાવ દેવવિશેષમાં માનવાથી અન્ય માને થતો વ્યવચ્છેદ
આવી રીતે સુધા, તૃષા અને જન્મના અભાવને સામાન્ય દેવના લક્ષણ તરીકે કેવલ આગ્રહને લીધે માનવામાં દિગમ્બરોએ થાપ જ ખાધી છે. કદાચ દેવ વિશેષના લક્ષણ તરીકે સુધા–તૃષા આદિકના અભાવને જણાવ્યો હોત તે સિદ્ધરૂપી દેવ વિશેષની અંદર તે બધાનો અભાવ ખુશીથી બેસી શકત અને તેથી જ અન્યમતવાળાઓએ માનેલા સિને વ્યવ છેદ કરવાને માટે શક્તિમાન થઈ શકત, પણ દિગમ્બરભાઈઓને તે વાસ્તવિક વસ્તુ ન માનતાં માત્ર કેવલિના આહારને ઉઠાવ હતું તેથી કોઈ પણ પ્રકારે સંભવિત ન થઈ શકે તેવી રીતે સંસારમાં રહેલા કેવલિ મહારાજાઓને અંગે ક્ષુધા-તૃષાદિકના દે ઘડી કાઢયા.
(જુઓ પૃષ્ઠ ૫૯૮)
For Private And Personal Use Only