SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર પ્રતિષ્ઠા : જેઠ સુદ તેરસના દિવસે ધાનેરાના જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી અને શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ મૂલનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું.' તથા બીજા નવ બિંબે પણ સ્થાપવામાં આવ્યાં. આ પ્રસંગે પૂજ્ય મુનિરાજ શ્રી ચંદ્રવિજયૂજી મહારાજ વગેરે ત્યાં પધાર્યા હતા.' - વજારોપણુ : લગભગ બાર વર્ષ પછી, મેરઠ જિ૯લા માંનો બીનૌલી ગામમાં પૂજ્ય મુનિરાજ શ્રી દશનવિજયજી મહારાજ આદિની ઉપસ્થિતિમાં, જેઠ સુદી છઠના દિવસે, ફરીથી ધ્વજારોપણ પણ કરવામાં આવ્યું.. | દીક્ષા : નાગાર (મારવાડ) મુકામે પૂજ્ય આચાર્ય શ્રી જિનહરિસાગરસૂરિજીએ જેઠ ! સુદી તેરસને દિવસે ચિરંજીલાલ નામક એક અગ્રવાલ સગૃહસ્થને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિરાજ ન-જનસાગરજી રાખવામાં આવ્યું. - કાળધમ : અમદાવાદમાં ઉજમફાઈની ધર્મશાળામાં, પૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયલા ભસૂરિજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી પ્રેમવિજ ય જી જેઠ સુદ ચોથને શનિવારના દિવસે કાળધર્મ પામ્યા. - પ્રતિમાજી નીક ન્યાં : અલવર રાજ્ય માં અડાલી ગામમાં લગભગ સાત માસ ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક હાથ ઉચી પ્રતિમા નીકળી હતી, તે એક બ્રાહ્મણભાઈ એ પોતાને ત્યાં રાખી છે. હજુ સુધી જૈન સંઘે તે પ્રતિ નાજી ને જૈન દેરાસરમાં પધરાવવા પ્રયાસ કર્યો નથી. - અગ્રેજી જૈન સપ્તાહિક : મદ્રાસ મુકામેથી તારિખ પહેલી જુલાઈથી સી. એસ. મલ્લીનાથના તંત્રી પણ નીચે “ જૈન હેરાલ્ડ ” નામનું સાપ્તાહિક પત્ર નીકળવાના સમાચાર મળ્યા છે. - આકીકામાં જેન ઉપાશ્રય : મેબાસામાં રૂપિયા પંચાવન હજારના ખર્ચથી એક જૈન ઉપાશ્રય બાંધવામાં આવ્યા હતા. તેની ઉદ્દઘાટન ક્રિયા તા. ૬-૬-૩૭ના દિવસે કરવામાં આવી. જન બે'ક : 'કાલહાપુરમાં દસ લાખની મૂળ મુડીથી શ્રી મહાવીર કોઓપરેટીવ બેંક લીમીટેડ નામની જૈન બે’કની સ્થાપના કરવામાં આવી છે. આ બેંકના બધા ડાયરેકટર જૈન રહેશે. ' જેન શ્રવે મૂ . કૉન્ફરન્સની શિક્ષણ પ્રચારની યોજના : જૈન કેનિફરન્સને પોતાની શિક્ષણ પ્રચારની યેાજના માટે જે રૂા. ૨ ૫૦ ૦૦ ની રકમ મળી હતી તેને ઉપયોગ પ્રાથમિક, માધ્યમિક, ઔદ્યોગિત કેળવણીને અંગે તથા ગામડામાં શિક્ષણ પ્રચારને માટે કરવાનું નક્કી થયું છે. - ટ્રસ્ટ રજિસ્ટ્રેશન એકટ : મુંબઈ સરકારે પસાર કરેલ ધમદા ડેના રજિસ્ટ્રેશનના કાયદાનો અમલ ચાલુ જુલાઇ માસથી શરૂ થયા છે. આ કાયદો જૈન કુંડાને પણ લાગુ કરવામાં આવ્યેા છે - બ્રહ્મદેશમાં જીવદયાદિન : બ્રહ્મદેશ માં ત્યાંની જીવદયા પ્રચારિણી સભા તરફથી ઠેર ઠેર સભાઓ વગેરે દ્વારા ઉજવવામાં આવેલા જીવદયાદિનના પ્રસંગે હજાર માણસાએ માંસાહાર નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી. આ દિનની ઉજવણીના ઉપલક્ષમાં કેટલાંય કતલખાનાઓ બંધ રાખવામાં અાવ્યાં હતાં. For Private And Personal Use Only
SR No.521523
Book TitleJain Satyaprakash 1937 07 SrNo 23
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy