________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
શી '
ગુજરાતની જૈનાશિત કળા લખાણમાંના વધુ પડતા સોનાના ઉપયોગથી ચોક્કસ અને સિદ્ધકલાવિધાનની દીનતાનું પ્રદર્શન થાય છે!
તેઓ જણાવે છે કે “સંખ્યાબંધ સચિત્ર જૈન ગ્રંથો તથા વસંતવિલાસનાં ચિત્રોના બારીક અભ્યાસ પછી મને લાગે છે કે ડો. કુમારસ્વામીએ મોગલ પૂર્વેની ભારતીય ચિત્રકળાને જે અભિનંદન આપ્યાં છે તેને તે યોગ્ય નથી.'
પરંતુ આ તબકકે આપણે તેઓશ્રીને પૂછી શકીએ છીએ કે આપણું પોતાના વતન અમદાવાદના જ જૈન ગ્રન્થભંડારે પૈકીના ઉજમાઈની ધર્મશાળાના ભંડારની તાડપત્રની હસ્તલિખિત પ્રતના સુંદર કલાવિધાન દર્શાવતાં ચિત્રો તથા અનુપમ કારીગરીવાળી, દેવસાના પાડાના ભંડારની કલ્પસૂત્રની સુંદર કાગળની પ્રત કે જેમાંના થોડા નમૂનાઓ મેં મારા “જૈનચિત્રકલ્પદ્રુમ” નામના ગ્રન્થમાં જાહેરની જાણ માટે રજૂ કર્યા છે તે તથા વડોદરાના જ્ઞાનમંદિરની મોગલ પૂર્વેની કલ્પસૂત્રની સુંદર સુશોભનોવાળી પ્રત, છોણીના ભંડારની દેવીઓનાં ચિત્રોવાળી તાડપત્રની પ્રતનાં સુંદર ચિત્રો જોયાં છે કે પશ્વિમાત્ય વિદ્વાનોએ જે પ્રમાણે વચનો ઉચ્ચાર્યા તેનું અનુકરણ જ માત્ર કર્યું છે?
વળી આ ચઉદમાં અને પંદરમા સૈકાની “ગુજરાતી કળા નું મૂલ્યાંકન કરવા માટે સંવત્ ૧૨૯૪ (ઈ.સ. ૧૨૩૭)ની એક છબી કુમારપાલના નામથી ઓળખાતી-બીજી પંદરમા સૈકામાં થયેલા જૈનેતર કવિ ભાલણની પ્રતિકૃતિના નામે ઓળખાતી, છબીઓનો નિદેશ કરીને આ કળા વચ્ચેના ભેદ દર્શાવવા જે પ્રયત્ન કર્યા છે તે અવાસ્તવિક છે જેના પુરાવા નીચે મુજબ છેઃ
(૧) કુમારપાલના નામથી ઓળખાતી છબીને તેઓએ અગાઉના પાટણના ભવ્ય દરબારની કળા તરીકે માની લીધી છે, પરંતુ મેં મારા ગ્રંથમાં જણાવ્યું છે તેમ આ છબી વાસ્તવિક રીતે કુમારપાલની નહિ, પણ કુમારપાલન વિ. સં. ૧૨૩૦ (ઈ. સ. ૧૧૭૩)માં સ્વર્ગવાસ થયા બાદ ચોસઠ વર્ષે દિશામાલ જ્ઞાતિની શ્રીદેવી નામની એક શ્રાવિકાએ લખાવેલી “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ના દશમા પર્વના છેલ્લા પત્ર ઉપર તેણીના કેાઈ સ્વજનની છે.
(૨) બીજી છબી પંદરમા સૈકામાં થએલા જૈનેતર કવિ ભાલણની પ્રતિકૃતિ તરીકે જે તેઓએ એળખાવી છે તે પહેલાં તો એક ચિત્ર નથી પણ ચાંદીનાં પતરાં ઉપર કઈ શીખાઉ કારીગરે ટાંકણથી કેરી કાઢેલી એક સામાન્ય આકૃતિ માત્ર છે, તે પતરાં
3. After a careful study of the old Kalpa Sutras and a large number of illustrated Jaina MSS. and the pictures of the Vasant Vilas, I do not think that this pre-Mughal phase of Indian painting deserves the tribute that Dr. Coomarswamy paid to it. I have not been able to see much spiritual or aesthetic merit in the pictures of the beautifully illuminated MSS. of the Kalpa Sutras. On the contrary, the excessive use of gold illumination in pictures and writing strikipgly exhibits the poverty of sure and accomplished craftsmanship;'
- Gujarati Painting in the fifteenth century, Pp. 33.
For Private And Personal Use Only