SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતની જૈનાશિત કળા લેખક-શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ (ગતાંકથી ચાલુ) પ્રાચીન ચિત્રોનું કલાતત્ત્વ-પ્રાચીન ચિત્રકારોને “સમય” સમજવા તેમની કૃતિઓ જોવી જરૂરી છે; પણ તેનો ઉકેલ કરવા તે ચિત્રકારનાં ધ્યેય કેવાં હતાં, તે કેવો આસ્વાદ આપવા ઈચ્છતા હતા, કોની પ્રશંસા ઈચ્છતા હતા, કોને ખુશ કરવા ઈચ્છતા હતા, તેમનાં સાધને કેવાં હતાં અને તેનો તે કેવી રીતે ઉપયોગ કરતા હતા આદિ જાણવાની જરૂર છે. આવા જ્ઞાનથી સજજ થઈ ચિત્રનું નિરીક્ષણ કરવામાં આવે ત્યારે જ યોગ્ય પરીક્ષણ થઈ શકે. આવા જ્ઞાનના અભાવને લઈને આ ક્ષેત્રમાં થયેલું ઘણું કામ ફરી કરવાની જરૂર જણાય છે, કારણ કે પૂરતી સામગ્રીના અભાવે અપાયેલા ઘણું અભિપ્રાયો ભ્રામક દેખાય છે. આ સ્પષ્ટીકરણ આપવાનું કારણ એ છે કે નિપુણ મનાતા ચિત્રવિવેચકોને પણ આ ચિત્રકળા સમજવામાં વિદને નડ્યાં છે. તેમાં મુખ્ય વિદ્મ આ ચિત્રકારોના લક્ષ્યનું અજ્ઞાન છે. આ સંબંધમાં એક જ દાખલો આપીને મારા નિબંધનું કાર્ય સમાપ્ત કરવામાં આવે તો તે અસ્થાને નહિ ગણાય. ભારતીય ચિત્રકલાના વિવેચક તરીકે પ્રખ્યાતિ પામેલ મિ. નાનાલાલ મહેતા diri Gujarati Painting in the Fifteenth Century: A Further Essay on Vasant Vilasa’ નામના ગ્રંથમાં ચઉદમા અને પંદરમા સૈકાની ગુજરાતની કલાને નીચેના શબ્દોમાં ઓળખાવે છે: * બારમી ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી સ્વીકારાયેલે નિબંધ. ૧. રા. રસિકલાલ છોટાલાલ પરીખ. R. 'In estimating the Gujarati art of the fourteenth and fifteenth centuries it must not be forgotten that we are dealing with an extraordinarily interesting phase of popular bourgeois art. What the contemporary art at the magnificent courts of Ahmedabad, and earlier of Patan, was like, we have no means of judging. But if it was at all of the kind and standard of the magnificent remains of the time of Sidharai Jayasimh ( A. D. 1094-1143) and Kumarpal ( A. D. 1!43-1174 ), it must have been in the epic style of the fresco paintings of Ajanta and Bagh, We have a few portraits of the period - one of Kumarpal and another of a Gujarati poet Bhalan (A D. 1439-1539 ) - which are interesting as specimens showing the gulf between the highly cultivated art of the court and the work produced for the wealthy middle classes. The art of the Kalpa Sutras and Vasant Vilas is by no stretch of imagination "the most spiritual" or "the most accomplished in technique;" it is the final stage of decadence before its revival under the Mughals. It is marked by good paper, plenty of gold illumination, but it is poor in qualities of For Private And Personal Use Only
SR No.521523
Book TitleJain Satyaprakash 1937 07 SrNo 23
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy