________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલાહ
શ્રી જન સત્ય પ્રકાશ પ્રશ્ન-જે કર્મ (૩૦ કડાકડી સાગરોપમ વગેરે ) જેટલી સ્થિતિવાળું બાંધ્યું હોય, તે કર્મ ખરી રીતે તેટલા કાલ સુધી ભોગવવું જોઈએ, અને પહેલાં તો એમ કહ્યું કે–અંતર્મુહૂર્ત પ્રમાણુ અધ્યવસાયોના સમૂહ સ્વરૂપ યથાપ્રવૃત્તિકરણે કરી લાંબી સ્થિતિઓને નાશ થાય. એ બીને કેવી રીતે ઘટી (સંભવી) શકે? અને જો તેમ ઘટે તો બાંધેલ સ્થિતિ પ્રમાણે તે કર્મ તેટલા ટાઈમ સુધી અનુભવાતું (ભોગવાતું) નહિ હોવાથી પહેલો તારા નામનો દેષ લાગુ પડશે. અને ઓછી સ્થિતિ (કાળ) વાળું તો તે કર્મ બાંધ્યું નથી, છતાં થોડા ટાઈમમાં ભેગવે છે તેથી સંસ્કૃતામ નામ પણ દોષ લાગુ પડશે, તે આ બે દેને ઉદ્ધાર કઈ રીતે કરવો જોઈએ?
ઉત્તર–આ પ્રશ્નનો જવાબ શ્રીજૈનેન્દ્ર-આગમ પ્રમાણદિના આધારે આ પ્રમાણે જાણો: શ્રીગણધર ભગવંતોએ ત્રિપુટીશુદ્ધ પવિત્ર અંગોમાં અધ્યવસાયની એવી અપૂર્વ તાકત વર્ણવી છે કે–જેને લઈને અશુભ (ખરાબ) અધ્યવસાય વધતા પ્રમાણમાં હોય, તો અંતર્મુહૂર્ત જેવા થોડા ટાઈમમાં પણ કેટલાએક છ સાતમી નરકને લાયક પણ કર્મલિકે એકઠાં કરે છે. આ બાબત સુગૃહીતનામધેય પ્રાતઃસ્મરણીય શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દષ્ટાંત પરિશિષ્ટ પર્વથી જાણી લેવું. તથા જે સારા અધ્યવસાયો હોય તો થોડા ટાઈમમાં પરમ પદ પણ મેળવી શકે છે. જુઓ દષ્ટાંત શ્રી કલ્પસૂત્રમાં કહેલું–શ્રી મરૂદેવામાતા વગેરેનું. એ જ આશયથી ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણીશ્વરે પણ કહ્યું છે કે “મન પર્વ મનુષ્યાનું કારણ ધંધનક્ષયોઃ” (મનુષ્યને બંધ અને મેક્ષનું કારણ મન જ છે.)
એજ અધ્યવસાય વિશેષથી પ્રાયે અનિકાચિત (શિથિલ બંધવાળા) એવા ઘણયે કર્મોના સ્થિતિરસની અપવર્તાના (ઘટાડો) થાય છે. તથા જ્ઞાનપૂર્વક ક્ષમાપ્રધાન તીવ્ર (ધ્યાનાદિસ્વરૂ૫) તપશ્ચર્યા કરવાથી નિકાચિત (મજબૂત) બંધવાલાં કર્મોની સ્થિતિરસને પણ ઘટાડો થઈ શકે છે. જુઓ આ બાબતને પુરા–
सव्वपगईणमेवं, परिणाम वसादु(उ)वक्कमो हाज्जा ।। पायमनिकाइयाणं, तवसाओ निकाइयाणंपि ॥१॥
અર્થ–- ઘણું કરીને અનિકાચિત બંધવાલી તમામ કર્મપ્રકૃતિ (ના સ્થિતિરસ ને એ પ્રમાણે પરિણામના યોગે ઘટાડો (એાછાશ) થઈ શકે છે. તાત્પર્ય એ કે-જેમ ઘણું વખત સુધી ચાલે તેટલું પુષ્કલ અનાજ પણ ભસ્મક (એક જાતને ક્ષય) રોગવાળો કઈ માણસ થોડા ટાઈમમાં ખાઈ જાય, તેથી તે ધાન્યની ચાલુ સ્થિતિને નાશ થતો નથી, પરંતુ રોગના જોરથી પુષ્કલે અનાજ થોડા વખતમાં ખવાઈ ગયું, તેવી જ રીતે ઘણાં માગરોપમ જેવા લાંબા વખત સુધી ભેગવવા લાયક કર્મો પણ, સારી ભાવનાના પ્રતાપે, થોડા સમયમાં ભગવાય છે. તથા જેમ આંબાનાં ફલ (કેરી) વગેરેને ખાડામાં નાંખી ઉપર ( ભાગ ) ઘાસ વગેરેથી ઢાંકી રાખિયે, તે તે ફલ વગેરે ડાં જ ટાઈમમાં પાકી જાય છે, તેવી રીતે તેવા પ્રકારનાં અનકાચિત કર્મો પણ અધ્યવસાય (વગેરે સાધનો)ના સંબંધથી અલ" કાલમાં ભગવાય એમાં કોઈ પણ જાતને દેવ (વિરોધ) સંભવે જ નહી. આવા અનેક વિશાલ આશયોને ધ્યાનમાં લઈને જ પૂજ્ય શ્રી ચંદ્રમહત્તર
For Private And Personal Use Only