________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૬
શ્રી જૈન સત્ય પ્રકાશ
જેટ
અને અવસર્પીણીમાં ચાવીસીને નિયમ નહીં રહે, તે। દેવાની સંખ્યા અસંખ્યાતી થાય એ વસ્તુ વિચારનારા મનુષ્ય સહેજે સમજી શકે છે કે અજ્ઞાનાદિ અઢાર દેષાએ કરી રહિતપણું તે સુદેવત્વનું લક્ષણ નથી પણ કુદેવત્વના અભાવને જણાવનારૂં છે.
કર્મની સાથે આહારના સંબંધ:
પણ દિગમ્બર ભાઈ એ જે અઢારે દોષો માને છે તે કુદેવત્વની સાથે વ્યાપેલા જ નથી, કારણ કે જ્ઞાનાવરણીય આદિ ઘાતિ કર્મીની સત્તા દેવત્વના નાચને નચાવનાર છે અને તેના જવાથી જ કુદેવત્વ ચાલ્યું જાય છે એ એક સ્વાભાવિક છે, પણ ક્ષુધા અને તૃષા એ એ દોષો જ્ઞાનાવરણીય, દશ નાવરણીય, મેાહનીય કે અન્તરાયના ઉદ્દયથી નથી, કેમકે જો જ્ઞાનાવરણીયાદ્દિના ઉયથી માનીએ તે શું તે ક્ષુધા, તૃષા જ્ઞાનાવરણીયનું પરાક્રમ છે? કહેવું પડશે કે કદાપિ નહી, કેમકે આપણે દેખીએ છીએ કે અલ્પ આહારવાળા પણ વધારે ઓછા જ્ઞાનવાળા હોય છે અને વધારે આહારવાળે। પણ વધારે આછા જ્ઞાનવાળા હાય છે. મનુષ્ય કરતાં હાથીનું શરીર માટું છતાં તેનામાં જ્ઞાન અલ્પ હાય છે અને પૃથ્વી કાયિકાદિક કરતાં મનુષ્યનું શરીર માટુ અને આહાર વધારે હેાય છે છતાં તે કેવલજ્ઞાન સુધીનું જ્ઞાન મેળવી શકે છે. આ વસ્તુ સહેજે ખાળક પણ સમજી શકે તેવી છે. અને તેથી આહારના અભાવની સાથે જ્ઞાનની વૃદ્ધિના સંબધ કે આહારની હાનિ સાથે જ્ઞાનની હાનિ કેાઈ પણ સમજદાર માની શકે તેમ નથી. દર્શનાવરણીયના ઉદયને અંગે જો વિચારીએ તે તે જેમ જેમ આહારના આંતરે થાય તેમ તેમ ચક્ષુઆદિકની શક્તિ ઓછી થાય છે અને દર્શનાવરણીયના ઉદય કરવામાં જ આહાર અને પાણીને અભાવ કારણ અને છે અને તેથી જ શાસ્ત્રકારશ ઈય્યસમિતિ માટે આહારપાણીનું ગ્રહણ સાધુએએ કરવું એમ સ્પષ્ટ શબ્દોમાં શાસ્ત્રોમાં જણાવે છે. આહારપાણિના અભાવે ઇંદ્રિયાની હાનિ થવાને લીધે જ શાસ્ત્રકારાએ તપના અધિકારમાં ‘તો. તો હાયવો નેળ ન કુંચિદાની’ અર્થાત્ જે તપસ્યાયે કરીને ઇન્દ્રિયેાની હાનિ ન થાય તેવા તપ કરવા અર્થાત્ ઇન્દ્રિયાની હાનિ ન થાય તેવી રીતે ક્ષુધા અને તૃષા સહન કરવી. આ ઉપરથી સ્પષ્ટ થશે કે શ્રુધા અને તૃષા દર્શનાવરણીયના ઉદયથી થયેલી વસ્તુ નથી પણ ક્ષુધા અને તૃષા ઊલટી દર્શનાવરણીયના ઉડ્ડયને કચિત્ કરવાવાળી છે. ધાતિક ના સહચારીપણા વિષે વિચારણા:
વળી જૈન જનતાએ વિચારવાનું છે કે દિગમ્બરાએ માન્ય કરેલા એવા તત્ત્વાર્થસૂત્રમાં ક્ષુધા અને તૃષાના પરિષહેા જણાવવામાં આવ્યા છે અને તેમાં
For Private And Personal Use Only