________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
વૈશાખ भवणं धणेण भुवणं, जसेण भयवं रसेण पडिहत्था ।
अप्पा निरुवमसुक्खं, सुपत्तदाणं महाग्घवियं ॥१॥ સુવર્ણપાત્ર સમાન મુનિવરોને દાન દેતાં અનેક રીતે દ્વિવિધ લાભ થાય છે – તો પછી રત્નપાત્ર સમાન તીર્થકરને દાન દેનારો ભવ્ય જીવ વિશેષ લાભ પામે, એમાં નવાઈ શી? દાયકના છ મહિનના રોગો દૂર થાય, અને તે ભવમાં અથવા જરૂર ત્રીજે ભવે તે દાયક ભવ્ય મુક્તિ પામે જ.
શ્રેયાંસકુમારે આ પ્રકારનું મહાપ્રભાવશાલિ સુપાત્ર દાન દીધું જેથી તે અક્ષય સુખ પામ્યા. આ મુદ્દાથી એને સામાન્ય ત્રોજ ને કહેતાં અક્ષય ત્રીજ કહેવામાં આવે છે. પ્રભુએ આ દિવસે ઈક્ષરસનું પારણું કર્યું તેથી તે ઈક્ષતૃતીયા પણ કહેવાય છે.
પ્રશ્ન-કંઈક અધિક એક વર્ષ સુધી પ્રભુને નિર્દોષ આહાર ન મળે, તેનું શું કારણ
ઉત્તર–પાછલા ભવમાં ખેલાવામાં એકઠા કરેલા ધાન્યને બળદ ખાતા હતા, એટલે ખેડુતો મારતા હતા, ત્યારે પ્રભુના જીવે ખેડુતોને કહ્યું કે –“ મેઢે છીંકુ બાંધવાથી તેઓ ધાન્ય નહિ ખાઈ શકે”. ખેડુતોએ કહ્યું કે, અમને છીંકુ બાંધતાં નથી આવડતું, ત્યારે પ્રભુએ બળદોના મટે છીંકું બાંધ્યું તેથી બળદેએ ક૬૦ નીસાસા મૂક્યા. એમ બળદોને દુ:ખ દેવાથી જે લાભાંતરાય કર્મ બાંધ્યું તેને અબાધા કા વીત્યા બાદ દીક્ષાના દિવસે ઉદય થયે, અને સાધિક વર્ષ સુધી તે ઉદય ચાલુ રહ્યો. કર્મક્ષીણ થયા બાદ પ્રભુને આહાર મળ્યો.
આ આહાર દેવાના પ્રભાવે શ્રેયાંસકુમાર મુક્તિપક પામ્યા. બાકીના તીર્થકરોએ પરમાન્ન (ખીર) થી પારણું કર્યું હતું. પ્રથમ પારણું કર્યા બાદ પ્રભુ ૧૦૦૦ વર્ષ સુધી છદ્મસ્થપણામાં વિચર્યા. ત્યારબાદ અમના તપમાં રહેલા પ્રભુને ફાગણ વદિ અગિયારસે પુરિમતાલ નગરે ક્ષપકશ્રેણિમાં ચઢતાં ધ્યાનાન્તરીયકાલે લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન પ્રકટ થયું. પ્રભુદેવે તીર્થની સ્થાપના કરી. તેમના શ્રી પુંડરીકાદિ ૮૪ ગણુધરે, ૨૦૬૦૦ વૈક્રિયલબ્ધિવાલા મુનિઓ, ૧૨૬૫૦ વાદિમુનિઓ, ૨૦૦૦૦ કેવલી મુનિઓ, ૧૨૭૫૦ ચઉનાણિ મુનિવરો, ૯૦.૧ અવધિજ્ઞાની, ૪૫૦ ચૌદપૂવઓ, ૮૪૦૦૦ સાધુઓ, બ્રાહ્મી આદિ ૩૦૦૦૦૦ સાધ્વીઓ, ૩૦૫૦૦૦ શ્રાવકે, ૫૫૪૦૦૦ શ્રાવિકાઓ – એ પ્રમાણે પરિવાર હતો. પદ્માસને છ ઉપવાસ કરી મહા વદ તેરસે અષ્ટાપદ પર્વતની ઉપર પ્રભુ સિદ્ધિ પદ પામ્યા. આસન્નસિદ્ધિક ભવ્ય છે આ બીનાને ધ્યાનમાં લઈને વર્ષીતપ કરે છે. તેનો સંક્ષિપ્ત વિધિ ( તપાવલીમાં કહ્યા મુજબ) આ પ્રમાણે જાણો. એકાંતરે ઉપવાસ કરવા, પારણે બેઆસણું, બે વખત પ્રતિક્રમણ તથા પૂજા વગેરે. ‘rગતિનાથાવ નમ:' આ પદની વીસ નકારવાલી ગણવી, સાથિયા, પ્રદક્ષિણા, ખમાસણ બાર બાર, ૧૨ લોગસ્સનો કાઉસ્સગ્ગ. ફાગણ વદિ આઠમથી શરૂઆત કરાય છે. ત્રણ ચોમાસીના છ૬ વગેરે અને વૈશાખ સુદ ત્રીજે છટ્ઠ આદિ યથાશક્તિ તપ કરી પારણું કરે. ઠામચઉવિહાર કરે. આની સવિસ્તર બીના તરત્ન મહોદધિ આદિ ગ્રંથેથી જાણી લેવી.
એ પ્રમાણે ભવ્ય જીવો અખાત્રીજનું રહસ્ય જાણવા ઉપરાંત વર્ષીતપની, સુપાત્રદાનની, લાભાન્તરાયાદિ કર્મબંધની બીના જાણ કર્મના બંધથી બચી સુપાત્રદાનને લાભ લેવા પૂર્વક શીલ, તપ, ભાવનાની નિર્મલ સાધના કરી અક્ષય સુખમય મુક્તિપદને પામે એ જ હાદિક ભાવના !
For Private And Personal Use Only