________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતની જૈનાશિત કળા:
લેખક-શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ
આ નિબંધને “ગુજરાતની જનાશ્રિત કળા” નું નામ આપવાનો ઉદ્દેશ દેશની એકતાને સ્થાને સાંપ્રદાયિક તત્વ ઉપર ભાર મૂકવાનું નથી. ભારતવર્ષની સમગ્ર કલામાં ભાવના અને ઉદ્દેશનું અમુક પ્રકારનું ઐક્ય છે; છતાં તેના સમયયુગોની દષ્ટિએ, રાજ્યકર્તા પ્રજાની દૃષ્ટિએ, ધાર્મિક સંપ્રદાયની દૃષ્ટિએ, આશ્રયદાતાઓની દષ્ટિએ ભેદ પાડી પ્રકારે બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે હિંદુ કલા, ઇસ્લામી કલા, રાજપુત કલા, મુગલ કલા, બૌદ્ધ કલા ઇત્યાદિ. આવી ભેદ-દષ્ટિએ તે તે કૃતિઓના સમુદાયની સમજણ અને તેને સારવાર આપવામાં સમર્થક બને તે તે કલામીમાંસામાં અસ્થાને છે તેમ નહિ ગણાય. અત્યાર સુધી કલાના જે પ્રકારો પાડવામાં આવ્યા છે તે આ દષ્ટિએ કેટલા એગ્ય છે તે ભારતીય કલાના વિવેચકેએ વિચારવા જેવો પ્રશ્ન છે
આ કલાકૃતિઓના સમુદાયને ઉપરના નામથી અંકિત કરું છું તેનાં કારણો નીચે પ્રમાણે છેઃ
(૧) આ કલાકૃતિઓનાં નિર્માણ તથા સંગ્રહ ગુજરાત (પ્રાચીન વ્યાપક અર્થ) માં થએલાં છે અને તેના કલાકારો મોટા ભાગે ગુજરાતના વતની હતા.
(૨) એને જૈનાશ્રિત એટલા માટે કહી કે આ કૃતિઓમાં આવેલા વિષય જન ધર્મના કથા પ્રસંગમાંથી લીધેલા છે, તેમનું નિર્માણ કરાવનાર આશ્રયદાતાઓ જન ધમાં હતા અને આ કૃતિઓની સાચવણ પણ જેનોએ સ્થાપેલા ગ્રંથભંડારમાં જ થએલી છે. માત્ર એ કલાકારે પોતે કયા ધર્મના હતા તેને ચોક્કસ નિર્ણય કરી શકાતો નથી; કેટલાક વૃદ્ધ યતિઓ અને જૈન સાધુઓ આજે પણ સારી અને સુંદર ચિત્રાકૃતિઓનું નિર્માણ કરતા જોવામાં આવે છે તેથી માનવાને કારણ રહે છે કે એ કલાકારે મોટા ભાગે જો હશે; અને કેટલાક જનેતરે પણું હશે.
તેથી જો કે કલાકારની દષ્ટિએ આ કલામાં રહેલું શિ૯૫ ગુજરાતી શિલ્પ છે. છતાં આ શિલ્પ જે રૂ૫ ગ્રહણ કર્યું છે તેમાં જૈનધર્મના વિષયે અને જૈન આશ્રયદાતાઓની રુચિ નિયામક બન્યાં છે. આ કલાને બરાબર સમજવામાં તથા તેનો આસ્વાદ લેવામાં જૈન વિષને લગતી તથા તેને આશ્રયદાતાઓ વિષેની માહિતી ઉપકારક થઈ પડે છે. એમ પણ કહી શકાય કે આ વિના આ કલાની સમજણ બહુ જ અધૂરી રહે. પણ ઉપર કહ્યું તેમ શિલ્પ તે ગુજરાતી જ છે એ વિસરવાનું નથી; કેમકે ઈતર સંપ્રદાયના વિષે નિરૂપતી જે થોડીક કૃતિઓ મળી છે તેમાં પણ એ શિલ્પ જ રમી રહેલું છે.
સંગ્રહ–ઇતર ધર્મી પરદેશીઓ આક્રમણમાં મળેલા વિજયના મદથી ઉન્મત્ત થઈ ભારતીય સંસ્કૃતિના સ્મારકરૂપ શિલ્પ અને સાહિત્યભર્યા ગ્રન્થોનો નાશ કરતા,
* બારમી ગુજરાતી સાહિત્ય પરિષદુ તરફથી સ્વીકારાએલો નિબંધ,
For Private And Personal Use Only