________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સંભવનાથ ભગવાનની કલ્યાણક ભૂમિ
સહેટ મહેટ
લેખક-મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી મહારાજ અવધ પ્રાંતમાં, બલરામપુર રાજ્યમાંના ગેડ અને બહરાયચ જિલ્લાની સીમા પર ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ ભગવાનનાં ચાર કલ્યાણકેથી પવિત્ર થયેલી શ્રી શ્રાવતી નગરી આવેલી છે. જ્યાં પ્રભુશ્રી વીર પણ વિચર્યા હતા. એ નગરી અત્યારે “સહેટ મહેટ” ના નામથી ઓળખાય છે. ત્યાં એક પ્રાચીન જિનાલય ખંડર રૂપે ઉભું છે.
અત્યારે એ ઠેકાણે બે મેટા ટીલા (કરા) છે. અને બન્ને વચ્ચે બે ફલાંગનું અંતર છે. અહીં ભગ્ન અવસ્થામાં પડેલું એક પ્રાચીન મંદિર છે જે શ્રી સંભવનાથના મંદિર તરીકે ઓળખાય છે. અહીં જૈન યાત્રિકો પણ આવે છે ખરા ! બૌદ્ધોનું પણ ત્યાં કંઈક સ્થાન છે એટલે બૌદ્ધો પણ યાત્રાએ આવે છે. બૌદ્ધોની એક ધર્મશાળા પણ છે. જૈનને ઉતરવાનું કહ્યું સ્થળ નથી, એટલે યાત્રાળુઓ ફીરોજપુર રોકાઈને ત્યાંથી સહેટ મહેટની યાત્રા કરી પાછા ફરે છે. આ સહેટ મહેટ – શ્રાવસ્તીના મંદિરની પ્રાચીન જૈન મૂતિઓ અત્યારે ફીરોજપુરના મુઝિયમમાં છે.
અત્યારે આ તીર્થ તરફ જૈન સંધનું જરા પણ ધ્યાન નથી. પણ એ તરફ ધ્યાન આપવાની ઘણી જ અગત્ય છે, જેથી એનું યોગ્ય રક્ષણ થઈ શકે. આશા રાખીએ કે આપણા સમાજના શ્રીમંત અને આપણી આગેવાન જૈન સંસ્થાઓ એ જરૂરી વસ્તુ તરફ અવશ્ય લક્ષ આપશે અને ત્યાં જિનમંદિર અને ધર્મશાળા તૈયાર કરાવીને એક પ્રાચીન તીર્થને ઉદ્ધાર કરાવશે. સાથે સાથે એ પ્રાચીન તીર્થને લગતી શોધખોળ પણ કરાવશે.
નોંધ –
સાંભળવા પ્રમાણે આ તીર્થ માટે એ તરફના શ્વેતાંબર ભાઈ એ તરફથી પ્રયાસ થઈ રહ્યો છે. અમે શ્વેતાંબર સંઘના આગેવાનોને આ માટે એગ્ય તપાસ કરવા અને બહુ ડું થાય તે પહેલાં એ તીર્થને ઉદ્ધાર કરવાની આગ્રહ પૂર્વક ભલામણ કરીએ છીએ.
– તંત્રી
For Private And Personal Use Only