________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
ચૈત્ર ઉલ્લેખ, સાલો અને તે સાથે સંબંધ ધરાવતી પ્રતિઓને ક્રમસર નિદૈ શ, લેખકોનાં નામો, લખાવનારનાં નામો, વિવિધ સ્થળોનાં નામ, લેખનનો ઉદ્દેશ જેમને પ્રતિ ભેટ અપાઈ હોય તેમનાં મુબારક નામ, માલીકોનાં નામ વગેરે પરિશિષ્ટોમાંથી જેટલાં આપવાં આવશ્યક ગણાય તેટલાં આપી વર્ણનાત્મક સૂચીપત્રનાં મહત્વ ઉપર પ્રકાશ પાડે જોઈ એ.
વિશેષમાં કઈ હસ્તલિખિત પ્રતિ એકદમ ઝીણા અક્ષરે કે બહુ મોટા અક્ષરે લખાયેલી હોય તો તેના એકાદ પાનાની પ્રતિકૃતિ અપાય તેવો પ્રબંધ થવો ઘટે. એવી રીતે પ્રતિઓની જે ખાસ વિશિષ્ટતાઓ જગત્ સમક્ષ મૂકવા જેવી હેય તે પ્રતિકૃતિરૂપે રજુ થવી ઘટે.
અંતમાં, આ લેખ પૂર્ણ કર્યું તે પૂર્વે હસ્તલિખિત પ્રતિ સાથે સંબંધ ધરાવતી બે બાબતોનો નિર્દેશ કરું છું –
છ– હસ્તલિખિત પ્રતિમાં સમગ્ર લખાણું કે એને અમુક અંશ પૂર્ણ થતાં લહિયા પુપિકા તરીકે છે કે એવું કંઈક લખે છે. નિષધીયચરિત્ર (સ. ૧૦, શ્લો. ૮૬)-ગત વૃત્તિ માર્જિવ ને અર્થ છે છે એમ એ મહાકાવ્યની વૃત્તિકાર નારાયણ સૂચવે છે. એ મહાકાવ્ય (સ. ૧૬, . ૯૮) માંના સમાપ્તલિપિનો અર્થ એ જ છે એમ નિષધ ચરિત્રમાં અંગ્રેજી ટિપ્પણી (પૃ. ૫૯૯) માં ઉલ્લેખ છે. એ સંબંધમાં નારાયણ નીચે મુજબને નિર્દેશ કરે છે :
" समाप्तिसूचिकया छकाररूपपुष्पिकारूपया...ग्रन्थलेखनसमाप्तिपत्रे समाप्तिसूचकं छकारादि વતું ઢમક્ષર ચિતે.”
અનરાઘવ (સ. ૬, લે. ૧૦) માં વિષ્ણુના સુદર્શનચક્રને સજાનવબીવિતવિયાસમાપ્તિવિ:” તરીકે ઓળખાવેલ છે.
ગ્રંથમાન– હસ્તલિખિત પ્રતિના અંતમાં ઘણું ખરું એમાં કેટલા અક્ષરો લખાયેલા છે તેનું માપ સૂચવવામાં આવે છે. બત્રીસ અક્ષરનો એક લોક ગણી ગ્રંથાગ્રંથ, ગં. કે ગ્રંથસંખ્યા કે એવા ઉલ્લેખ પૂાંક લોકનો અંક રજુ કરવામાં આવે છે. પ્રો. બનારસીદાસ કૃત અર્ધમાગધી વાચનમાળા (Ardha-Magadhi Reader) ના પ૩ મા પૂછમાં ૧૧ અંગના ગ્રંથગ્ર તેમ જ તેની પદ સંખ્યા આપવામાં આવી છે, અત્યારે જે અંગ જેવડું મળે છે એ રીતે એની પદસંખ્યા દર્શાવતા એક કલાકથી ૧૨ પદ સૂચવાયેલાં છે. એમણે શ્લેકના અર્થમાં ગ્રંથ” શબ્દ વાપરે છે.
નાવનીતક નામના વૈદકના ગ્રંથ (પૃ. ૨૧૬ ?)માં ગ્રંથાગ્રનો અંક દ્વારા સ્પષ્ટ ઉલ્લેખ ન કરતાં ચૂ. રિ. એમ સાંકેતિક અક્ષરો દ્વારા ઉલ્લેખ કરાયેલો છે, અત્ર ચૂ થી ૭૦ અને રિ થી પ સમજવાનો છે. આવા અન્ય ઉલે મારા જેવા જાણવામાં નથી.
આ પ્રમાણે હાલ તુરત તો અત્ર વિરમવામાં આવે છે, કેમકે એ સંબંધમાં વિશેષ માહિતી, મુંબઈ વિદ્યાપીઠ તરફથી હાલમાં મને મળેલી “ Research grant” દ્વારા નવીન સાધન પ્રાપ્ત થતાં અપવાં સંભવ છે.
૧ આ ટિપ્પણ તેમ જ નૈષધચરિત્રને અંગ્રેજી અનુવાદ વગેરે મોતીલાલ બનારસીદાસ, લાહોર, ઈ. સ. ૧૯૩૪ તરફથી પ્રસિદ્ધ થયેલ છે. અનુવાદાદિના લેખક પ્રિન્સિપાલ કૃષ્ણકાંત હહિકુઈ Handiqui.એમ. એ. છે.
For Private And Personal Use Only