________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ બાજુ જે લખાણ હોય તેની લીટી અને તર્ગત અક્ષરો નોંધવાની અને (૨) મૂળની ઉપર નીચે કેટલી લીટીઓ છે અને તેમાં કેટલા અક્ષર આવે છે તેની નેંધ લેવાની. આ પ્રમાણેની બંને પદ્ધતિઓનો ઉપયોગ કરી નોંધ કરાય તો તે વધારે અનુકૂળ થઈ પડે છે. ટમ્બાવાળી પ્રતિમાં કેટલીકવાર ટઓ એવી રીતે મૂળની એક જ લીટી ઉપર લખાયેલો હોય છે કે તેની લીટી કે તગત અક્ષરોની સંખ્યા દર્શાવવાથી કશો અર્થ સરત નથી. એવી વખતે એ દર્શાવવાનો મેહ રાખ ઉચિત નથી, પરંતુ સામાન્ય રીતે મૂળની એકેક લીટી ઉપર ટમ્બાની એકેક લીટી લખાયેલી હોય એવી પ્રતિઓ માટે ટમ્બાની લીટી અને તગત અક્ષરોની સંખ્યાની નોંધ કરવામાં મુશ્કેલી નથી એટલે તે કામ થવું જોઈએ.
વર્ણનમાં આપવા લાયક વિગતો-વન' એ શીર્ષક હેઠળ શું શું લખવું તે સૂચીપત્ર તૈયાર કરનારની મનોદશા ઉપર અવલંબિત છે, તેમ છતાં એ સંબંધમાં નીચે મુજબનો સામાન્ય નિર્દેશ થઈ શકે?
જે સાધન ઉપર પ્રતિ લખાયેલી હોય તેનું ટુંકમાં વર્ણન. જેમકે કાગળ પર લખાયેલી હોય તો તે કાગળ સ્વદેશી છે કે કેમ, જાડે છે કે પાતળો, ટકાઉ છે કે નહિ, લીસો છે કે ખડબચડો, સફેદ છે કે અન્ય કોઈ રંગનો ઈત્યાદિ. ત્યારબાદ એ પ્રતિ કઈ લિપિમાં લખાયેલી છે તેની સ્પષ્ટ નોંધ થવી ઘટે. સામાન્ય રીતે આપણી જૈન પ્રતિ દેવનાગરીને મોટે ભાગે મળતી આવતી જૈન લિપિમાં લખાયેલી જોવાય છે. એમાં પુછમાત્રા (પડીમાત્ર) છે કે નહિ અને હોય તો ક્વચિત તેમ છે કે મોટે ભાગે તેમ છે એ બાબત પણ નોંધાવી ઘટે. ત્યારપછી દત કેવા છે;–મેટા સાર સહેલાઈથી વાંચી શકાય તેવા કે એથી વિપરીત કે અન્ય પ્રકારના તેની નેંધ લેવાવી જોઈએ. લખાણની બને બાજુએ તેમજ પ્રતિના પાનાની કેરણ રેખાંકિત હોય તે તેની અથવા તેને સુશોભિત બનાવવા માટે જે પ્રયાસ થયો હોય તો તેની નેંધ કરાવી જોઈએ. પ્રતિનાં પાનાંની સંખ્યા ક્યાં અને કેવી રીતે નોંધી છે તે વિગત આના પછી દાખલ કરાય. ઘણે ભાગે તો એક જ બાજુ ચાલૂ અંકે આપેલા હોય છે. કેટલીકવાર બીજી જાતના પણું અંકે જોવાય છે. નિરંક તેમજ સાંક પાનાંને શણગારેલાં હોય તો તેનો ઉલ્લેખ થવો ઘટે. પહેલું, છેલ્લે કે અન્ય કોઈ પાનું કેવું હોય તે તેની સેંધ કરાવી જોઈએ. પ્રતિના પ્રારંભમાં કે અંતમાં કેટલીકવાર તદ્દન કોરા કાગળ જેવાય છે એની સંખ્યા પ્રતિનાં પાનાંની સંખ્યા સાથે, પરંતુ જુદી નેંધાવી ગ્ય સમજાય છે. રાતી ખડી કે હડતાલ વપરાયેલ છે કે નહિ એ વિષે પણ સેંધ થવી જોઈએ. અંતમાં પ્રતિની સ્થિતિ કેવી છે તેને લગતી માહિતી આપી ગ્રંથ પૂર્ણ છે કે અપૂર્ણ તેને નિર્દેશ કરવો. સાથે સાથે જે ગ્રંથાગ્ર નેંધાયેલ હોય તો તેનો પણ ઉલ્લેખ કરે. જે ગ્રંથ અપૂર્ણ હોય તે તે ક્યાં સુધી પૂર્ણ છે તેની સમજ પડે તે માટે યોગ્ય ઉલ્લેખ કરવો. એક જ હસ્તલિખિત પ્રતિમાં કેટલીકવાર એક કરતાં વધારે ગ્રંથ હોય છે તે તેવી પરિસ્થિતિમાં ક્રમવાર તે તે ગ્રંથનો નિર્દેશ કરતી વેળા તે ક્યા પાને શરૂ થઈ કયે પાને પૂર્ણ થાય છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરે. જે ગ્રંથનું વર્ણન ચાલતું હોય તે ગ્રંથમાં અધ્યાય, અધિકાર ઇત્યાદિરૂપે વિભાગો હોય તો તે દરેક વિભાગની જુદી જુદી પૃષ્ઠસંખ્યા દર્શાવવી જોઈએ. જે પદ્યાત્મક ગ્રંથ હોય તો તેમ કરતી વેળા સાથે સાથે પદ્યસંખ્યા
For Private And Personal Use Only