________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૬
શ્રી જૈન સત્ય પ્રકાશ સિપાઈઓને હુકમ કર્યો. પરસ્ત્રી-સહદર સુદર્શન શેઠનો અડગ શીલગુણ જોઈને ખૂશી થયેલી ગુણાનુરાગિણી શાસનની અધિષ્ઠાયકદેવીએ શુળીનું સુવર્ણ સિહાસન બનાવ્યું. જેમ સિપાઈઓ તરવારનો ઘા કરે, તેમ તે ઘા દેવતાની સહાયથી ફૂલની માલારૂપ થઈ જાય. મહાથાવક શ્રી કામદેવની જન્મભૂમિઃ
અગિયાર અંગમાંના સાતમાં શ્રી ઉપાશક દશાંગ સૂત્રમાં પ્રભુ શ્રી મહાવીરના અગિયારે શ્રાવકનું વર્ણન કરેલું છે, તેમાં કામદેવ શ્રાવકની જન્મભૂમિ આ શ્રી ચંપા નગરી કહી છે. મહાશ્રાવક કામદેવ ૧૮ કરેડ સેનયાના સ્વામી હતા તેમને દશ હજાર ગાયોનું એક ગોકુલ થાય તેવાં છ ગોકુલ હતાં. તેમને ભદ્રા નામની સ્ત્રી હતી. તેમણે શ્રાવકની ૧૧ અગિયારે પ્રતિમાઓ વહન કરી હતી. દેવતાઈ ઉપસર્ગોના પ્રસંગે પણ ધર્મારાધનમાં અડગ રહેનાર આ શ્રી કામદેવ શ્રાવક ૨૦ વર્ષ સુધી બાર વતમય દેશવિરતિ ધર્મને આરાધી છેવટે એક મહિનાનું અનશન કરી સૌધર્મ દેવલોકના અરૂણ વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાલા દેવ થયા. શ્રી મનક મુનિનું દીક્ષાસ્થાન પણ આ જ નગરી:
છ શ્રત કેવલિમાં પ્રસિદ્ધ, ચઉદ પૂર્વધર શ્રી શમ્ભવસૂરિ મહારાજે રાજગૃહ નગરથી આવેલા પિતાના પૂર્વાવસ્થાના પુત્ર મનકને અહીં દીક્ષા આપી હતી. ત્યારબાદ આચાર્ય મહારાજે મૃત જ્ઞાનના બલથી પુત્રનું આયુષ્ય છ મહિનાનું જાણ્યું. તેને ભણવા માટે દષ્ટિવાદના ભેદરૂપ પૂર્વગતમાંથી શ્રી દશવૈકાલિકસૂત્રનો ઉદ્ધાર કર્યો. જીવંતસ્વામીની પ્રતિમાને ભરાવનાર કુમારનંદી:
આ શ્રી ચંપાનગરીને રહીશ કુમારનંદી નામનો સની ઘણો ધનાઢયું હતું. તે પ્રબલ કામવાસનાની પરાધીનતાને લઈને અગ્નિમાં પડી મરીને પંચશલનો અધિપતિ થયો. તેને બારમા અચુત સ્વર્ગવાસ મિત્રદેવે સમાવી સન્માર્ગ પમાડવો. એટલે દેવના કહેવાથી તેણે ચંદનમય શ્રી મહાવીરદેવ (જીવંત૨વામી) ની પ્રતિમા ભરાવી. બીજી કેટલીક વિશેષતાઓ:
આ જ નગરીના પૂર્ણભદ્ર ચત્યમાં પ્રભુશ્રી મહાવીરદેવે કહ્યું હતું કે લબ્ધિથી જે ભવ્ય જીવ અષ્ટાપદની યાત્રા કરે. તે તે જ ભવમાં મુક્તિપદ પામે. પ્રભુ શ્રી મહાવીર દેવના પાલિત નામના શ્રાવકની પણ જન્મભૂમિ આ નગરી હતી. આ નગરીના રહીશ સુનંદા નામના શ્રાવકે મુનિના દુર્ગધમય શરીરની અતિ નિંદા કરવાથી અશુભ ચીકણાં કર્મો બાંધ્યાં. અંતિમ કાલે મરીને તે એક શેઠના પુત્રપણે ઉપજે છે. કાલાન્તરે મુનિ-નિંદાથી બાંધેલ કર્મો ઉદયમાં આવવાથી તેનું શરીર દુર્ગધમય થઈ જાય છે. કૌશિકાર્યના શિષ્ય–અંગર્ષિ-અને રૂદ્રક મુનિના અભ્યાખ્યાનની અને સુજાત-પ્રિયંગુ આદિની વર્ણન ઘટનાઓ પણ આ શ્રી ચંપાનગરીમાં બની હતી.
એ પ્રમાણે ભવ્યજીવો ઉત્તમ તીર્થંકર આદિ પૂજ્ય મહાનુભાવોની ચરણ–રજથી પવિત્ર બનેલી, પરમ કલ્યાણક ભૂમિ આ શ્રી ચંચપુરીની બીના જાણી, અહીં થયેલા શિલાદિ ગુણધારક જીવોએ આરાઘેલા મોક્ષમાર્ગમાં પિતાના આત્માને જોડી રાગદ્વેષના ભાવ બંધન તોડી પરમાનન્દ સિદ્ધિ સુખને પામે ! એ જ હાર્દિક ભાવના !
૧, આનું વિશેષ સ્વરૂપ-શ્રી પચાશક શાસ્ત્રમાં કહ્યું છે.
For Private And Personal Use Only