________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૦
શ્રી જૈન સત્ય પ્રકાશ
ચત્ર. પણ ગુણી નિયામક વિના એકત્ર અવસ્થાન થઈ શકતું નથી. જેમ કાળ, પીળે, રાત, ધોળા એવા જુદા જુદા રંગેને કોઈ ભેગા કરે ત્યારે જ તે ભેગા થઈ શકે છે અને જુદા ૨ગનું સ્વરૂપ પકડે છે તેમ સત્વ, રજસ આદિ ગુણને કઈ મેળવનાર હોય તે જ તે ગુણેની સામ્યતારૂપ પ્રકૃતિ બની શકે અને આગળના મહત આદિ વિકારે પેદા થઈ શકે, પરંતુ અહીં એ કઈ અતિરિક્ત પદાર્થ માનવામાં જ નથી આવ્યો કે જે ઉપર્યુક્ત કામ કરી શકે. જો કે આત્મા માનવામાં આવ્યો છે પણ તેનું સ્વરૂપ અખ્તત્વ માનેલું હોવાથી તે બિચારે કંઈ કરી શકે તેમ નથી. સ્વભાવથી જ માનવામાં આવે તે ગગન અને ગભશંગની જેમ, નિર્દેતુક વસ્તુ, હમેશાં હોવી જોઈએ અથવા કદી પણ ન હોવી જોઈએ. કહ્યું છે કે –
"नित्यं सत्त्वमसत्त्वं वा, हेतारन्यानपेक्षणात् ।
अपेक्षातो हि भावानां, कादाचिस्कत्वसंभवः॥" અર્થ :– હેતુની અપેક્ષા ન હોવાથી હંમેશા સત્વ અથવા અસવું માનવું પડે છે, અને જો હેતુની અપેક્ષા રાખવામાં આવે તે જ વસ્તુનું કદાચિતપણું સંભવિ શકે છે. મહત્ નામ બુદ્ધિનું છે, સદે સુઈ ૩૬ ટુર્વ એવા ભાસનું નામ અહંકાર છે, તે બને તો જ્ઞાનથી જુદાં નથી એટલે જ્ઞાન આત્માને ગુણ હોવાથી આત્મામાં આવી શકે પણ જડ સ્વરૂપે પ્રકૃતિના વિકારો ન થઈ શકે. તન્માત્રાથી જે ભૂતત્પત્તિ માનવામાં આવી છે તે પણ બની શકે એમ નથી. તેઓ માને છે કે, ગધ નામની તન્માત્રાથી પૃથ્વી; રસ નામની તન્માત્રાથી જલ; રૂપ તન્માત્રાથી અગ્નિ; સ્પર્શ તન્માત્રાથી વાયુ અને શબ્દ તન્માત્રાથી આકાશ; એમ પાંચ તન્માત્રાથી પાંચ ભૂતો પેદા થાય છે. આ વાત પણ કબુલી શકાય તેવી નથી, કારણ કે જે બાહ્ય ભૂત આશ્રિત કહેવામાં આવતું હોય તે તે તદ્દન અસત્ય છે, કેમકે તે અનાદિનાં છે. કોઈ વખત પણ બાહ્ય ભૂત શુન્ય જગત હોતું જ નથી. હવે શરીર આશ્રિત કહેવામાં આવતું હોય કે ચામડી અને હાડકાં કઠીન હોવાથી પૃથ્વી, શ્લેષ્મ અને લેહી પ્રવાહી હોવાથી જલ, પકાવનાર હોવાથી જઠરાગ્નિ તેજ તવ, પ્રાણ અપાન રૂપ વાયુ અને શરીરગત પિલાણ તે આકાશ તત્ત્વ તમાત્રાથી પેદા થાય છે, તે તે પણ ઠીક નથી, કેમકે કેટલાંક શરીરગત તે તો શુક્ર, શેણિતથી પેદા થયેલાં છે, જેમાં તમાત્રાની ગંધ પણ નથી અને કેટલાંક શરીર ઇડાઓથી, અંકુરા આદિ જમીનથી; એમ જુદાં જુદાં કારણો છે. ત્યાં તન્માત્રાની ગબ્ધ પણ નથી દેખાતી. તે પછી તન્માત્રાની કલ્પના પણ અરણ્ય-રુદન જેવી છે. વળી શબ્દ, રૂ૫. રસ આદિ ગુણો ગુણીમાં હોય પણ ગુણથી ગુણી થાય તેમ પણ બની શકે નહિ. અતિપ્રસંગ આવી જાય, માટે અદષ્ટની કલ્પના થઈ શકતી નથી. આત્માનું અકતૃત્વ માનવાથી, કરેલાને નાશ અને બીન કરેલનું આગમન એ દૂષણે પણ લાગુ પડે છે. આત્માના બંધ મેક્ષનો પણ અભાવ સિદ્ધ થશે, તે પછી તમારું પૂર્વે બતાવેલું મોક્ષનું લક્ષણ પણ નિર્મુલ સિદ્ધ થશે, અને આત્માને નિર્ગુણ માનવાથી જ્ઞાનશુન્ય માનવો પડશે. આમ વિચાર કરતાં સાંખ્ય તત્ત્વની પ્રરૂપણા પણ એક બાલચેષ્ટિત જેવી લાગે છે.
(અપૂર્ણ)
For Private And Personal Use Only