________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક
કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યની દીક્ષાનાં
શ્રી હેમચંદ્રસૂરિજી વિક્રમની સમય અને સ્થાન
બારમી અને તેરમી સદીના એક
પરમ પ્રભાવક આચાર્ય થઈ મુનિરાજશ્રી હિમાંશુવિજયજી, ન્યાય-કાવ્યતીર્થ
ગયા. તેમણે જૈન સમાજમાં
જ નહીં, પણ આખા ગુજ–[એક વિચારણ]
રાતમાં એક નવા યુગની ઉષા
પ્રગટાવી હતી. સાહિત્ય ક્ષેત્રના તે તેઓ સમ્રાટ હતા. એક પણ એ વિષય નહીં હોય જેમાં તેમણે પોતાની અર્થગંભીર લેખિની ન ચલાવી હાય. ચૌલુક્ય વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ અને મહારાજા કુમારપાળ જેવા પ્રતાપી રાજવીઓના ઇતિહાસમાં આચાર્ય હેમચંદ્રસૂરિજીએ બહુ જ અગત્યનો ભાગ ભજવ્યો હતો.'
પૂર્વ અને પશ્ચિમના સંખ્યાબંધ વિદ્વાનોએ તેમને પોતાની શ્રદ્ધાંજલી અર્પણ કરેલ છે. તેમનો વિસ્તૃત પરિચય મેં “કાવાર્ય હેમચન્દ્રાર કર નવા રાદિત્યશીર્ષક એક નિબંધ “શ્રી વિટાર રજા અભિનંદન પંચ” માટે લખ્યો છે તેમાં આપેલ છે.
આચાર્ય હેમચંદ્રસૂરિજી જન્મથી ધંધુકાના વતની હતા. તેમનો જન્મ વિક્રમ સંવત્ ૧૧૪૫ના કાર્તિક શુકલા પૂર્ણિમાને દિવસે, મોઢ જ્ઞાતિમાં, પિતા ચાચીંગને ત્યાં થયો હતો. તેમનું નામ ચાંગદેવ હતું. તેઓએ બાલ્યવયમાં જ શ્રી દેવચંદ્રસૂરિજીની પાસે જૈન દીક્ષા ગ્રહણ કરી હતી. તેમણે આ દીક્ષા કયા સ્થાનમાં અને કયારે ગ્રહણ કરી તે બાબતમાં ભિન્ન ભિન્ન પુસ્તકમાં ભિન્ન ભિન્ન ઉલ્લેખ મળતાં હોવાથી તે સંબંધી આ ટૂંકા લેખમાં વિચાર કરીશું.
૧. “પ્રભાવક ચરિત્ર” માંના હેમચંદ્રસૂરિના ચરિત્રમાં સ્તંભતીર્થ (ખંભાત) માં વિ. સં. ૧૧૫૦ ના માગસર સુદી ૧૪ ને શનિવારે દીક્ષા લીધાનું લખ્યું છે.
૨. “પ્રબંધ ચિંતામણિ”માં, લગભગ આઠ વર્ષની ઉમરે ચંગદેવને દેવચંદ્રસૂરિજી મળ્યા હતા અને તેમણે કર્ણાવતીમાં દીક્ષા લીધી હતી એમ મળે છે.
૩. “ કુમારપાળ પ્રબંધ” માં પાંચ વર્ષની ઉમરમાં શ્રી દેવચંદ્રસુરિજીએ ચંગદેવને દેખ્યાનું અને વિ. સં. ૧૧૫૪ માં કર્ણાવતીમાં દીક્ષા દીધાનું લખ્યું છે. .
૪. “કુમારપાળ પ્રતિબોધ” માં સમપ્રભસૂરિએ, ખંભાતમાં ચંગદેવનું દીક્ષિત
૧. સિદ્ધરાજની બાબતમાં મારે સિદ્ધરાજ જયસિંહે શું કર્યું ?' શીર્ષક “શારદા” માસિકમાંનો લેખ તથા કુમારપાળની બાબતમાં, “ભારતીય અનુશીલન ગ્રંથ' માં પ્રકાશિત મારો “મહારાજા કુમારપાળ ચૌલુક્ય ' શીર્ષક લેખ જુઓ.
૨. કર્ણાવતીની બાબતમાં મારા “વા જેમચંદ્રસૂરિ ર નવા તારા ' શીર્ષક લેખની નેધ જાઓ,
For Private And Personal Use Only