________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેણિપુર તીર્થ
૪૫૩ Calisoboraca. કાલીસબેરીકા (શૌરિપુર) એ યમુનાના દક્ષિણ (જમણે) કાંઠે મનુષ્યોથી ભરચક, સુન્દર, સમૃદ્ધિશાળી, વ્યાપારી શહેર છે. (યલ એશિયાટિક સોસાયટી જર્નલ, વૈ૦ ૧, પૃષ્ઠ ૩૧૪, તથા મેગાસ્થનીઝની યાત્રા) સર એલેકઝાંડર કનિંગહામ સાહેબે બટેશ્વરમાં ઘણા દિવસ રહી અનેક પુરાણી મૂર્તિઓ, શિલાલેખ તોમૃસિક્કા પ્રસ્તર, ખંડ અને ભગ્નાવશેષોને સંગ્રહ કર્યો હતો, પણ તેમના સંગ્રહમાં શું શું હતું એ બાબત કંઈ પ્રકાશ પાડ્યો નથી.
લખનઉ મ્યુઝિયમના નીચલા ભાગમાં ચંદેલવંશી મહેબાનરેશ પરમદિ દેવના મંત્રી સંલક્ષણે શિવાલય કરાવ્યાન ૨૪૪ર૦ ઇંચ પ્રમાણને એક શિલાલેખ છે. જે સર કનિંગહામને ફરેરીમાંથી મળ્યો હતો. અને જેનું વર્ણન પુરાતત્ત્વવિભાગ-રીપોર્ટ (આર્કિયોલેજિકલ સર્વે રીપેર્ટ, ૦ ૨૧, પૃ. ૮૨ નં પર )માં તથા ઈમ્પીરિયલ ગેઝેટિયર (વો. ૨, પૃ. ૨૦૩)માં મળે છે.
આ લેખ પ્રથમ જર્મન વિદ્વાન હુલશે પ્રકાશિત કર્યો હતો અને એના આધારે કીલ સાહેબે એપિગ્રાફિકા ઈન્ડિકા (વો. ૧, પૃ. ૨૦૭)માં તે મુદ્રિત કરેલ છે.
કનિંગહામ કાલીસાબરકાને શૌરિપુર જ માને છે, પણ તેની ઉત્પત્તિ માટે નવી જ કલ્પના કરે છે. “મથુરાપતી શૌરસેને શૌરીપુર વસાવ્યું કે જે રામચંદ્રના લધુ બંધુ શત્રુઘને પુત્ર હતું. આ વાત ભૂલી જતાં પાછળના લોકોએ તેને મહાભારત કાલીન શૉરિપુર માની લીધેલ છે. એમ પણ સંભવે છે કે, પાંડુવંશી ઉગ્રસેનના પુત્ર અને સુતાશ્રયના પિતા રસેને આ નગર વસાવ્યું હોય ! ” આ તેમની માન્યતા છે. (રિટ સ્કીટ, પૃ. ૪૪ તથા આર્કિયોલેજિકલ જર્નલ, ૦ ૧, પૃ. ૩૧૪.).
લખનઉ મ્યુઝિયમમાં મંત્રી સલક્ષણો શિલાલેખ પણ “શૌરિ” શબ્દથી મંગલાચરણ કરી શૌરીપુરની સાક્ષી આપે છે.
સન ૧૮૭૦માં કાર્બાઈલે બટેશ્વરમાં રહી અનેક પ્રાચીન ચીજો એકઠી કરી હતી, તથા ગાડીઓમાં ભરી તે આગ્રા પહોંચતી કરી હતી, –જેમાંની ખાસ ચીજોની ટીપ સન ૧૮૭૧-૭૨ એપ્રિલના આર્કિયોલોજિકલ સર્વે રીપોર્ટને વો૦ ૪, પૃ. ૧૫૪માં મુદ્રિત થયેલ છે. જે પૈકીની સં. ૧૦૮ કે ૧૦૯૪ ની ઋષભદેવજીની તથા ત્રીજી – એક જિનમૂર્તિ સં. ૧૮૨૬ની, દિવાલ પરનો લેખ તથા સં. ૧૮૪૯ની ત્રણ જિન પાદુકાઓ વગેરે બહુ ધ્યાન ખેંચે તેવી ચીજ છે.
આ ઉપરાંત બીજી ઘણી મૂર્તિઓ, સિકકા, તામ્રશાસન અને ગુપ્તકાલીન લેખવાળે એક પાષાણુખંડ વગેરે મલ્યાં હતાં, જે સંબંધે વિષેશ ઊહાપોહ કરવાની ઘણી અગત્ય છે. - કાર્લાઇલ સાહેબ કાલીબારાકાને તો સાફ સાફ વૃન્દાવન જ માને છે. જ્યારે શૌરિપુરને વિ. સં. ૧૯રમાં માલવપતિ કડકસેનથી સ્થાપિત થયાનું જણાવે છે. આમ થવાનું કારણ એ છે કે આર્યાવતના પ્રાચીન ગ્રંથો તરફ તેમનું ધ્યાન ગયું નથી તેમ જ એરિયનના કાલીબારાકાનું ચિત્ર હુબહુ શૌરિપુરને જ લાગુ પડે છે એની તેમણે તપાસ કરી નથી. આથી તેમની ભ્રમિત ધારણ અંત સુધી દૂર થઈ નથી.
For Private And Personal Use Only