________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનપુરીનાં જિનમંદિરોની
અપૂર્વ કળા
લેખક – શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, વડોદરા.
જનપુરીના નામથી પ્રસિદ્ધમાં આવેલ અમદાવાદ શહેરની મુસલમાની સુલતાનાના સમયમાં બંધાએલી અરજીમાં સચવાઈ રહેલી શિલ્પકળા, પાશ્ચાત્ય અને એશીયા કલાપ્રિય સજજનમાં જેટલી જાણીતી છે તેટલી જેનપુરીના જિનમંદિરાની કળા, કેટલીક બાબતમાં મુસલમાની સમયની કળા કરતાં ઘણી જ સુઘડ અને સુંદર હોવા છતાં, શહેરમાં આવી નથી, જે બતાવી આપે છે કે તે તરફ જેનકેમની કેટલી ઉદાસીનતા છે જીનકેમની જેટલી ઉદાસીનતા છે તેથી વિશેષ ઉદાસીનતા ગુજરાતના લેખકવર્ગની પણ તે તરફ હેય તેમ જણાઈ આવે છે, કારણકે જૈનપુરીના જિનમંદિર પછી દિલ્હી દરવાજા બહાર આવેલા હઠીભાઈ શેઠના બંધાવેલા જિનમંદિરના ઉલ્લેખ સિવાય લેખફવર્ગ તરફથી એકાદ અપવાદ સિવાય મોટે ભાગે મૌન જ સેવવામાં આવ્યું છે. - જૈનપુરીમાં આવેલાં સેંકડે જિનમંદિરે પૈકીનાં દરેકે દરેક જિનમંદિરમાં કળાપ્રેમી સજજનોને કળાની દૃષ્ટિએ જાણવાનું અને જોવાનું મળી શકે તેમ છે, છતાં આ નાનકડા લેખમાં સધળાં જિનમંદિરોનાં નામો અને ટુંકું વર્ણન પણ આપવાનું મુશ્કેલી ભરેલું છે અને મારા પિતાનો આશય પણ આ લેખને બહુ જ વિસ્તૃત કરીને વાચકવર્ગને કંટાળે નહિ આપતાં કળાની દૃષ્ટિએ ખાસ જોવા લાયક જિનમંદિરોનું જ ટુંકું વર્ણન આપીને સંતોષ માનવાને છે.
જૈનપુરીના જિનમંદિરમાં જુદી જુદી જાતની કળા સચવાએલી છે. આ કળાના ત્રણ વિભાગ પાડી શકાય –
૧. શિલ્પકળા તથા મૂર્તિવિધાનકળા. ૨. લાકડા ઉપરનાં કોતરકામ તથા ચિત્રકામ. ૩. ભિત્તિચિત્રો,
ઉપરના આ ત્રણ વિભાગે સમયની દષ્ટિએ નહિ પણ ભિન્ન ભિન્ન ચિવાળા કળાપ્રેમીઓને પિતાપિતાને ઇચ્છિત રૂચિવાળા વિભાગોનું ટુંક સમયમાં અવલોકન થઈ શકે તે દષ્ટિએ પાડવાનું મેં યોગ્ય માન્યું છે. ૧. શિલ્પકળા તથા મૂર્તિ-વિધાનકળા:
૧. અવેરીવાડ નીશાળમાં આવેલું જગવલ્લભપાર્શ્વનાથનું જિનમંદિર શિલ્પની દષ્ટિએ એટલે બાંધણીની દષ્ટિએ અમદાવાદમાં સર્વોત્તમ પંક્તિનું છે એ મત શિલ્પશાસ્ત્રવિશારદ આચાર્યદેવ શ્રીજયસિંહસૂરિજીને છે. બીજું આ જિનમંદિરમાં જૈનપુરીના બીજા જિનમંદિરોની માફક જીર્ણોદ્ધારના નામે અને આ વીસમી સદીમાં તદ્દન
For Private And Personal Use Only