________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯૩
હલીવાલ નેસડ અને તેના કુટુંબનાં ધર્મકાર્યો ૧૦. શ્રી અણહિલપુર પાટણમાં હાથીયા વાવની નજીકના શ્રી સુવિધિનાથ ભ. ના મંદિરને જીર્ણોદ્ધાર અને તેમાં શ્રી સુવિધિનાથ ભ. નું નૂતન બિંબ ૧.
૧૧. શ્રી વિજાપુર (ગાયકવાડ સ્ટેટ-કડી પ્રાંત) ના જિનાલયમાં શ્રી નેમિનાથ ભ. અને શ્રી પાર્શ્વનાથ ભટ ના અકેક બિંબથી યુક્ત દેવકુલિકાઓ (દેરીઓ) ૨.
૧૨. ઉપર્યુકત વિજાપુરના જિનાલયને મૂળ ગભારામાં કલીખત્તક-ગલ્લા બે અને તિમાં શ્રી આદિનાથ ભ. તથા શ્રી મુનિસુવ્રતસ્વામીની મૂતિએ ૨
૧૩. લાટાપલ્લી (લાડેલ-ગુજરાત)માં મહારાજા કુમારપાલે બંધાવેલા “કુમાર વિહાર” નામક જિનમંદિરનો જીર્ણોદ્ધાર વખતે શ્રી પાર્શ્વનાથ ભ. ની સન્મુખને મંડપમાં
શ્રી પાર્શ્વનાથ ભ. નું બિંબ અને ગેખલે ૧. -૧૪. pહોદનપુર ( પાલણપુર)ના રાઇ પરમાર પ્રહદનદેવે બંધાવેલા પોહણવિહાર' નામના જિનાલયમાં શ્રી ચંદ્રપ્રભ ભ. ના મંડપમાં ગોંખલા ૨.
૧૫. ઉપર્યુકત મંદિરની ભમતીમાં શ્રી નેમિનાથ ભ. ની આગળના મંડપમાં શ્રી મહાવીર સ્વામીનું બિંબ ૧.
૧૬. શ્રી લાટાપલી (લાલ)ના કુમાર વિહાર” નામક મંદિરની ભમતીમાં શ્રી અજિતનાથ ભ. નું બિંબ તથા દંડ-કલશાદિથી યુક્ત દેરી ૧.
૧૭. ઉપર્યુક્ત મંદિરમાં શ્રી શાંતિનાથ ભ. અને શ્રી અજિતનાથ ભીની ઉભી મૂર્તિઓ-કાઉસગીય ૨.
આ બધાં કાર્યો; નાગપુર (નાગાર-મારવાડ) પાછળથી પાલણપુર નિવાસી શ્રી વરહુડીયા સંતાનીય શાહ એમડના પુત્ર શાહ રાહડના પુત્ર શાહ લાહડે અને તેના કુટુંબના માણસેએ કરાવેલ છે. આમાંનાં ૧૬–૧૭ નંબરનાં બે કાર્યો ઉપર્યુક્ત સંવત પછી કરાવ્યાં હશે એમ લાગે છે. કેમકે લેખમાં તે બને પાછળથી દાવ્યાં હોય એમ જણાય છે.
આ બધાં કાર્યોની પ્રતિજ; નાગેન્દ્રગચ્છીય શ્રીમાન હરિભદ્રસૂરિજીના શિષ્ય શ્રીમાન વિજયસેનસૂરિજીએ કરી હતી. - ૧૮. શ્રી અણહિલપુર પાટણની નજીકમાં આવેલા શ્રી ચારોપ (ચાપ) તીર્થમાં શ્રી આદિનાથ ભટ નું બિંબ અને ગૂઢ મંડપ તથા છ ચોકીઓ સહિત જિનમંદિર, શાહ રાહડના પુત્ર શાહ જિનચંદ્રની ભાર્યા ચાહિણિની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પુત્ર સંઘવી શાહ દેવચંદ્ર માતા-પિતા તથા પિતાના કલ્યાણ માટે કરાવ્યું છે. આ કાર્ય સં. ૧૨૯૬ પછી એટલે ચૌદમી શતાબ્દીના પહેલા પાદમાં થયું હોવું જોઈએ.
ધર્મવીર શાહ એમડ અને તેના કુટુંબીઓએ આવાં અનેક ધર્મકાર્યો કરીને મનુષ્ય જીંદગીને તથા પિતાને મળેલી લક્ષ્મીને ફળવાન બનાવી હતી. તે
આ લેખ ઉપરથી વાચકે સારી રીતે સમજી શકશે કે બારમી શતાબ્દીમાં પણ પલીવાલ જેનો ખાસ મૂર્તિપૂજક વેતાંબર જૈનધર્મ પાળતા હતા. આટલા લાંબા કાળથી આપણું સહધમો બની ચૂકેલામાંથી આજકાલમાં આગરા,
For Private And Personal Use Only