________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ક્ષપશમભાવ સંજવલનાદિ ૧૩ માં ક્ષોપશમભાવ:
સંજવલન (૪) કષાય (૯) આ ૧૩ પ્રકૃતિઓના રસસ્પર્ધકે સર્વઘાતિ બંધાય છે, પરંતુ ઉદયમાં આવતી વખતે તે સર્વ ધાતિ સ્પર્ધક દેશઘાતિરૂપે પરિણમી ઉદયમાં આવે છે, માટે જ્યારે આ ૧૩ પ્રકૃતિઓ વિપાકોદયમાં વર્તે છે ત્યારે દેશઘાતિ સ્પર્ધકને ૩ય, સર્વઘાતિ સ્પર્ધકને (દેશાતિપણે પરિણમવારૂપ અથવા દેશઘાતિપણે પરિણમી વારંવાર ઉદયાવલિકામાં આવી પ્રતિસમય ઉદયદ્વારા નિર્જરવારૂપ) ક્ષય, અને શેષ રહેલા (એટલે ઉદયાવલિકામાં દેશઘાતિરૂપે નહિ આવેલા તથા નહિ આવતા) સર્વઘાતિ તથા અતિસ્નિગ્ધ દેશઘાતિ સ્પર્ધકોને અનુદયરૂપ ૩૧મ એ ત્રણે ભાવ સમકાળે મિશ્ર હોવાથી વિપાકેદય વખતે એ ૧૩ પ્રકૃતિઓને ૩યાનુવિદ્ધવરામમાવ (એટલે રદયયુક્ત ક્ષયોપશમ) છે. અને એ પ્રકૃતિએ અવોદયી હોવાથી જ્યારે એમાંની જે કઈ પ્રકૃતિ ઉદયમાં વર્તાતી નથી તે વખતે અનુદયવતી પ્રકૃતિના સર્વથાતિ સ્પર્ધક (માંના કેટલાક સર્વથાતિ સ્પર્ધક) દેશાતિરૂપે પરિણમી તે વખતે ઉદયમાં વર્તાતી સજાતીય દેશધાતિ પ્રકૃતિના દેશધાતિ સ્પર્ધામાં સંક્રમી ઉદયમાં આવી (પરપ્રકૃતિરૂપે ઉદયમાં આવી) નિર્જરતી જાય છે. આ પરપ્રકૃતિપણે ઉદયમાં આવવું તે ગહેરોદ્રય કહેવાય, કારણ કે પ્રકૃતિસ્વરૂપે ઉદયમાં આવે તે વિપાકેદય અને પરરૂપે ઉદયમાં આવે તે તેને પ્રદેશોદય ગણાય, માટે એ ૧૩ માંની જે કઈ પ્રકૃતિ વિપાકથી ઉદયરહિત હોય ત્યારે (દેશઘાતિરૂપે બની પરપ્રકૃતિમાં ઉદય આવી નિર્જરવારૂપ) સર્વઘાતિ સ્પર્ધકને ક્ષય, અને દેશઘાતિરૂપે નહિ બનેલા સર્વ ધાતિ સ્પર્ધકને અનુદયરૂ૫ ૩૫રામ, એ બન્ને ભાવ સમકાળે એક જ પ્રકૃતિમાં વર્તાતા હોવાથી તે પ્રકૃતિને સંવરામ ભાવ ગણાય છે. તેમજ આ ક્ષયપસમભાવ પ્રવર્તાતી વખતે રસોદય ન હોવાથી તે શુદ્ધ પામભાવ ગણાય છે. એ પ્રમાણે ૧૩ પ્રકૃતિમાં ઉદયાનુવિદ્ધ અને શુદ્ધ એ બન્ને પ્રકારના યોપશમ સ્પષ્ટ રીતે કહ્યા.
યોપશમભાવનું સ્વરૂપ સંક્ષિપ્ત આલેખવું એટલે જ માત્ર અહીં ઉદેશ હતે. છતાં સાથે સાથે તે ભાવવાળી પ્રકૃતિમાં તે ભાવ કેવી રીતે ઘટી શકે છે ? – વગેરે વિષય પણું સંક્ષિપ્ત રીતિથી લખવામાં આવ્યો છે. વિસ્તરાથીએ શ્રી વિશેષાવશ્યક, પંચસંગ્રહ, તત્ત્વાદિ ગ્રન્થો જોવા ગ્ય છે.
[ કાંઈ પણ શાસ્ત્રવિરૂદ્ધ લખાયું હોય તે ત્રિકરણગે મિઆદુષ્કત છે].
સત્યને મહિમા सच्चमि धिई कुव्वहा, एत्थोवरए मेहावी
सव्वं पावं कम्मं झोसइ । સત્યને વિષે વૃતિ (મનની સ્થિરતા ) કરે ! ( કારણ કે, આ (સત્ય) માં મગ્ન થયેલો બુદ્ધિમાન પુરુષ તમામ પાપ-કર્મને નષ્ટ કરે છે!
શ્રી આચારાંગસૂત્ર
For Private And Personal Use Only