________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ક્ષયેશમભાવ સમ્યકત્વને અને ક્ષયે પશમ ભાવ:
સમ્યકત્વમેહનીય ૧ – મિથ્યાત્વમેહનીયના સર્વ ધાતિ સ્પર્ધકેમાંના કેટલાક સર્વઘાતિ સ્પર્ધકો અધ્યવસાય વિશેષથી બદલાઈને દેશાતિરૂપે (૧-૨ સ્થાનિક રસપણે) પરિણમે છે, તે દેશદ્યાતિ સ્પર્ધકેવાળા મિથ્યાત્વ પ્રદેશ જ સમ્યકત્વમેહનીયના નામથી ઓળખાય છે, તેથી સમ્યકત્વમોહનીય એટલે દેશવાતિ સ્પર્ધકોવાળા મિથ્યાત્વ પ્રદેશ
જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે સમ્યકત્વમોહનીયન રોદય ગણાય છે, પરંતુ મિથ્યાત્વને તે પ્રદેશદય જ છે, તેથી સમ્યકત્વમોહનીયના ઉદય વખતે ઉદયમાં આવતું મિથ્યાત્વ (એટલે મિથ્યાત્વના કેટલાક સર્વઘાતિ પર્ધકે દેશઘાતિરૂપે પરિણમવાથી સમ્યકત્વમેહનીયરૂપે ઉદયદ્વારા નિર્જરવાથી) ક્ષય પામતું જાય છે, એમ ગણાય અને શેષ મિથાત્વપુંજ તથા મિશપુંજ (એટલે મિથ્યાત્વના ઉગ્ર સર્વાતિ તથા અલ્પસર્વ ધાતિ સ્પર્ધકે અથવા ઉગ્ર અને અલ્પ સર્વધાતિ સ્પર્ધકવાળા ૨ પ્રકારના મિથ્યાત્વ) ને અનુદય – ઉદયાભાવરૂપ કામ છે, માટે સમ્યકત્વમોહનીયને રસોદય-વિપાકેદય તે મિથ્યાત્વને પામભાવ છે, અને મિથ્યાત્વને સોપશમ તે જ પામગ્રવણ છે. એ પ્રમાણે પરમ સમ્યકત્વમાં સમ્યકત્વમેહનીયન વિપાકાય, પરંતુ મિથ્યાત્વમોહનીયનો ક્ષયે પશમ તેમ પ્રદેશદય જ છે એમ સ્પષ્ટ રીતે જાણવું. એમાં ક્ષય તો દેશઘાતિરૂપે પરિણમેલા સર્વઘાતિ સ્પર્ધકોને જાણ, અને ઉપશમ તો દેશદ્યાતિરૂપે નહિ પરિણમેલા શેષ સર્વધાતિ રસસ્પર્ધકો જાણ, જેથી મિથ્યાત્વના સર્વાતિ સ્પર્ધકે અને મિથ્યાત્વ એ બેઉની અભેદ વિવક્ષા કરીએ તે ઉદિતમિથ્યાત્વનો જ ક્ષય અને અનુદિત મિથ્યાત્વનો ઉપશમ ગણાય છે. ત્યાં ઉદિતમિથ્યાત્વ એટલે મિથ્યાત્વના ઉદયમાં આવતા દેશાતિરૂપે બનેલા સર્વઘાતિ સ્પર્ધકે તેને જ ક્ષય અને દેશઘાતિ રૂપે નહિ બનેલા જે શેષ સર્વઘાતિ સ્પર્ધકે તે ઉદયમાં આવતા નથી માટે તે અનુતિનિધ્યા કહેવાય.
એ ઉપર કહેલા ભાવાર્થને અનુસરીને જ ક્ષયોપશમસમ્યકત્વને અર્થ નીચે પ્રમાણે પ્રસિદ્ધ છે કે –
‘मिच्छत्तं जमुइन्नं, तं खीणं अणुइयं च उवसंतं । मीसीभावपरिणयं वेइज्जंतं खओवसमं” ॥ ५३२ ॥
(શ્રી વિશેષાવશ્યક) આ ગાથાની વૃત્તિને અક્ષરશઃ અર્થ આ પ્રમાણે –
“ઉદીર્ણ એટલે ઉદયમાં આવેલું જે મિથ્યાત્વ તે વિપાકાદય વડે વેદાયેલું (દાતું) હોવાથી ક્ષીણ થયું એટલે નિર્જયું, અને ઉદયમાં નહિ આવેલું જે મિથ્યાત્વ સત્તામાં રહ્યું છે તે ઉપશાન થયું છે. અહીં ઉપશાન પામ્યાને અર્થ એ છે કે – શેષ મિથ્યાત્વનો ઉદય અટકેલો છે, અને મિથ્યાત્વ સ્વભાવ દૂર થયેલ છે. ત્યાં મિથ્યાત્વપુંજ અને મિશ્રપુંજ એ બે પુંજ આશ્રયી વિચારીએ તે ઉદયવિષ્કમ (અટકેલો ઉદય) ગણાય, અને (સમ્યકત્વરૂપ) શુદ્ધ પુંજ આશ્રયી વિચારીએ તે મિથ્યાત્વ સ્વભાવ દૂર થયેલું ગણાય, (એ પ્રમાણે ઉપરાત ના બે અર્થ યથાર્થ રીતે છે).
For Private And Personal Use Only