________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩
ભગવાન મહાવીરે વિસ્તારેલું તરવજ્ઞાન અને અધર્મ એ નવ ગુણોનો સર્વથા નાશ થાય તેનું નામ જ મુકિત છે. અર્થાત સંસાર ચક્રમાં ભમતા ને ડગલે ને પગલે દુઃખ થાય છે એ વાતની કાઈથી ના કહી શકાય તેવી નથી, માટે તે દુઃખનો અંત ન થાય ત્યાં સુધી મોક્ષ ન કહેવાય અને તેથી સર્વ દર્શનની માફક દુઃખનો નાશ તે તૈયાયિક-વૈશેષિકો માને તેમાં અડચણ નથી, પણ તે નૈયાયિક અને વૈશેષિકે સાંસારિક દુઃખના નાશની સાથે સર્વથા સુખને પણ નાશ જ થાય તેને મેક્ષ કહે છે. આવી રીતે સુખનો નાશ માનીને મોક્ષમાં સુખને અંશ પણ નથી એમ માનવાથી જ કોઈક કવિએ વૈશેષિકની મશ્કરી કરી છે કે ––વર ગ્રંવાવને રચે, gવમમવાંછિતમ / નતુ વિશેષ મુt પ્રાર્થગામ રાજન ! અર્થાત વૈશેવિકાના મત પ્રમાણે સર્વથા સુખનો નાશ થાય તે જ મુક્તિ છે એમ માનેલું હોવાથી દુનિયામાં જેમ દેણદારનું દુઃખ અસહ્ય હોવા છતાં કોઈ પણ અક્કલવાળો મનુષ્ય દરિદ્રતાને નોતરું દેતા નથી, તેવી રીતે સંસારમાં દુઃખની બહુલતા છતાં પણ જે મોક્ષમાં સર્વથા સુખનો અભાવ જ માનવામાં આવે, તો કવિ જણાવે છે કે–મને હર એવા વૃંદાવનમાં શિયાળપણું કે જે દુનિયાદારીની સ્થિતિથી જાનવરની સ્થિતિની અપેક્ષાએ અને તેમાં પણ અધમ જાનવરપણું હોવાથી શિયાળપણું સર્વથા નકામું છે તો પણ તે શિયાળપણામાં પાંચે ઇંદ્રિયના તથા મન, વચન, કાયાના સ્થાન અને સંતાનનાં સુખો છે, માટે તે સારું ગણીને તેને ઇચ્છવા લાયક જણાવે છે અને તે શિયાળપણાની અપેક્ષાએ વૈશેષિકમુકિતને ઉપહાસ કરતાં જણાવે છે કે – વૈશેષિકની મુકિત તે કોઈ પણ વખતે એટલે ભૂલેચૂક પણ હું ઈચ્છું નહિ. મેક્ષના સાધનભૂત એવા ધર્મમાં સુખનું સ્થાન
આ એક ઉપહાસ તરીકે જણાવેલી વાતને, નૈયાયિક અને વૈશેષિકની માનેલી મુક્તિની અધમતા માટે સ્થાન ન આપીએ તો પણ સ્વાભાવિક રીતે કોઈ પણ મુમુક્ષુછવ સુખના નાશની અપેક્ષાએ ધર્મમાં પ્રવર્તીવાવાળો નહોય એ સ્પષ્ટ જ છે. સામાન્ય રીતે ધર્મમાં પ્રવર્તવાવાળો પણ પાપ કે જે દુઃખનું કારણ છે, તેને નાશ ઈચ્છે છે અને દરેક શાસ્ત્રોમાં પાપના નાશને માટે જ ધર્મનાં અનુષાને બતાવેલાં છે. કોઈ પણ શાસ્ત્રકારે પુણ્ય કે જે સુખનું કારણ છે તેના નાશને માટે એક પણ ધર્માનુષ્ઠાન કહેલું નથી. ખુદ રૈયાયિક અને વૈશેષિકોએ પણ પિતાના મતમાં વિશ્વ અને પાપના નાશને માટે જ પ્રાયશ્ચિત્ત અને મંગલાદિ માનેલાં છે, પરંતુ કોઈ પણ સ્થાને તેઓએ પુણ્યના નાશને માટે કઈ પણ અનુદાન, પ્રાયશ્ચિત કે મંગલાદિ કરવાનું જણાવેલું નથી. સામાન્ય રીતે નીતિની અપેક્ષાએ ધર્મનું જે તોડવુર નિઃસદ્ધિઃ સ ધં: એમ ધર્મનું લક્ષણ જણાવતાં આનુષંગિક ફળ તરીકે પણ અભ્યદયને જણાવે છે, પરંતુ કેઈ પણ નીતિશાસ્ત્રકારે અબ્યુદય કે સુખના નાશનું કારણ ધર્મ હોય એમ જણાવેલું જ નથી. કર્મનાશા નદીના જલસ્પર્શની અનિષ્ટતા કેમ?
વળી વૈશેષિકાએ કર્મનાશા નામની નદી છે જે કાશી અને મગધદેશની વચ્ચે આવેલી છે, તેના જલના સ્પર્શમાત્રથી કર્મને વૈશેષિકે નાશ થએલો માને છે, તે માત્ર પુણ્યકર્મ, કે જે સુખનું કારણ છે તેને જ નાશ માને છે. જો વૈશેષિકની દષ્ટિએ પુણ્યને
For Private And Personal Use Only