SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ શ્રી જૈન સત્ય પ્રકાશ તે શું પણ ઇદ્રિથી ન જાણી શકાય એવા અતીન્દ્રિય પદાર્થોને પણ જાણી શકે એવું ઉંચી હદનું જ્ઞાન થતું હોય તોપણ જે તે વર્તનમાં કે વર્તનની ઈચ્છામાં દાખલ ન થયો હોય તે તેને કલ્પાને પણ મોક્ષ થાય નહિ એમ જણાવી, સદ્વર્તનને જ મેક્ષના સાધન તરીકે ક સંસારને રોકનાર તરીકે મુખ્યપદ આપેલું છે. ભગવાન મહાવીરે જણાવેલ જ્ઞાનની વિશિષ્ટતા: શ્રમણ ભગવાન મહાવીર મહારાજે તાવિક જ્ઞાન તેને જ માન્યું છે કે જે જ્ઞાન થયા પછી મન, વચન અને કાયાની વર્તણૂકમાં અશુદ્ધિ રહે નહિ અને જે જે જગે પર મન, વચન, કાયાની અશુદ્ધિ છે અને તે અશુદ્ધિને અશુદ્ધિરૂપે જાણી ટાળવાની ઇચ્છા ન હેય તો તે જ્ઞાનને જ્ઞાનરૂપે માનવાની પણ શ્રમણ ભગવાન મહાવીર ના પાડે છે. સદવર્તનના પક્ષકારેનું જ જ્ઞાન આશીર્વાદ: જગતમાં જેમ ચોર, લુચ્ચા અને જુગારીઓની ચાલાકી, બુદ્ધિ, અને હોશિયારી શાપ સમાન છે, તેવી રીતે વર્તનના પક્ષમાં કે તેની ઉત્તમતાની માન્યતામાં દાખલ નહિ થએલાઓનું ચાહે જેટલું વ્યાવહારિક જ્ઞાન હોય, પણ તેને અજ્ઞાન જ માને છે, અને તેવું અજ્ઞાન તેના ઉપાસકેને એકલાને જ નહિ, પણ તેવા જ્ઞાનવાળાને પણ ભવબ્રમણ કરાવનાર છે એમ માને છે. મહાવીર મહારાજાએ કહેલ મેક્ષ કેમ થાય? જ્ઞાન અને વતનની સરખી જરુરઃ અને આ જ કારણથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જેનધર્મથી દીક્ષિત થનારને પ્રથમ નંબરે એ જ માનવાનું જરુરી જણાવે છે કે જ્ઞાનવિયાગ્યાં મેલઃ અર્થાત ઉપર જણાવેલા મતમાં કેટલાકએ સાધમ્ય વૈધમ્ય આદિ જ્ઞાનમાત્રથી મેક્ષ માન્યો છે, જ્યારે કેટલાકોએ ક્રિયામાત્રથી મોક્ષ માન્યો હોય, પણ જૈનદર્શન નથી તે એકલા જ્ઞાનમાત્રથી મોક્ષ માનતું અને નથી તે એકલી ક્રિયામાત્રથી મોક્ષ માનતું, પણ જૈનમત જ્ઞાન અને ક્રિયા બંનેના સંયોગથી જ મેક્ષ માને છે. જ્ઞાન અને ક્રિયાને સંયોગ કહીને તેઓ એમ જણાવે છે કે જે કેટલાક મતવાળાઓ જ્ઞાન અને ક્રિયા બંનેને મોક્ષના ઉપાય તરીકે માને છે, પણ તે જ્ઞાન અને ક્રિયામાં મોક્ષ પ્રાપ્ત કરવાની સ્વતંત્ર શક્તિ માને છેઅર્થાત્ કેટલાકો જ્ઞાનવાળા હોય અને ક્રિયાવાળા ન હોય, તે પણ તેઓ જ્ઞાનના પ્રભાવથી મેક્ષે જઈ શકે અને તેવી જ રીતે કેટલાક ક્રિયાવાળા હોય અને જ્ઞાનવાળા ન હોય તો પણ તે ક્રિયાના પ્રભાવે મે ક્ષે જઈ શકે છે; એવી રીતે જ્ઞાન અને ક્રિયા બંનેમાં જે કેટલાકોએ મોક્ષ દેવાની સ્વતંત્ર શક્તિ માની છે. તેવી રીતે જૈનધર્મ એકલા જ્ઞાનમાં કે એકલી ક્રિયામાં મોક્ષ દેવાની શક્તિ માનતો નથી. વળી કેટલાક જ્ઞાન અને ક્રિયા બંનેને મેક્ષ દેનાર તરીકે સ્વતંત્ર ને માનતાં, જ્ઞાન–ક્રિયા બંનેની સહચારિતાથી મોક્ષ થાય એમ માને છે, પણ તેમાં કેટલાક જ્ઞાનની મુખ્યતા અને ક્રિયાની ગૌણતા હોય તો પણ અથવા ક્રિયાની મુખ્યતા અને જ્ઞાનની ગોણતા હોય તે પણ મોક્ષ થવાનું સ્વીકારે છે, તેવી રીતે આ જૈનમત જ્ઞાન અને ક્રિયા માં જુદી જુદી મોક્ષ દેવાની શક્તિ હોય તે સ્વીકાર કરતા નથી, અથવા તો કેટલીક વ્યક્તિમાં જ્ઞાન મુખ્ય હોય અને ક્રિયા ગૌણ હોય તે પણ મોક્ષ થાય અને કેટલીક વ્યક્તિઓમાં ક્રિયા મુખ્ય હેય For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy