________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
શ્રી જૈન સત્ય પ્રકાશ
કાર્તિક પ્રભુ શ્રી મહાવાદેવના સમાગમથી, ૩૦૦ શિષ્યના અધ્યાપક એવા તેમને, “પુણ્ય-પાપ છે કે નહિ” આ સંશય દૂર થતાં, તેઓ ૪૭ મા વર્ષની શરૂઆતમાં દીક્ષા લઈ ગણધર પદવી પામ્યા. ૧૨ વર્ષ છદ્મસ્થપણામાં રહી પ૮ મા વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. ૧૪ વર્ષ સુધી કેલિપણે વિચરી સર્વાયુ ૭૨ વર્ષનું પૂર્ણ કરી સનાતન શાંતિમય સિદ્ધ પદને પામ્યા. બાકીની બીના પ્રથમ ગણધરની માફક જાણવી.
૧૦. શ્રી મેતાર્ય ગણધર. આ શ્રી દશમા ગણધર દેશાન્તર્ગત તુંગિકનામના ગામમાં રહેનાર કૌડિન્ય ગોત્રના પિતાશ્રી દત્ત બ્રાહ્મણ અને માતાશ્રી વરૂણદેવના પુત્ર થાય. તેમની જન્મરાશિ મેષ હતી. અને તેમનું જન્મ નક્ષત્ર – અશ્વિની હતું. તેઓ મહાસમર્થ પંડિત અને ૩૦૦ શિષ્યોના અધ્યાપક હતા. તેમને “પરલોક છે કે નહિ” આ સંશય હતો. પ્રભુ શ્રી વિરે તે દૂર કર્યો, એટલે ૩૭ વર્ષની ઉંમરે તેઓ દીક્ષા લઈ ગણધર પદવી પામ્યા. ૧૦ વર્ષ છવાસ્થપણામાં રહી, જેમાં વર્ષની શરુઆતમાં તેઓ કેવલી થયા. તેઓશ્રી ૧૬ વર્ષ કેવલિપણે વિચરી છેવટે (૩૬+૧+૧૬) ૨૨ વર્ષનું સર્વાયુ પૂર્ણ કરી જન્મરાદિ ઉપદ્રવહિત પરમ પદને પામ્યા. શેષ બીના પ્રથમ ગણધરની માફક જાણવી.
૧૧. બાલસંયમી શ્રી પ્રભાસ ગણધર. રાજગૃહી નગરીમાં કૌડિન્ય ગોત્રમાં જન્મેલ શ્રી બલનામને બ્રાહ્મણ રહેતે હતો. તેને અતિભદ્રા (અતિબલા) નામની સ્ત્રી હતી. તેમને ત્યાં કર્ક રાશિ અને પુષ્ય નક્ષત્રમાં એક પુત્રનો જન્મ થયો. તેનું નામ “પ્રભાસ’ પાડ્યું. તે અનુક્રમે સર્વ શાસ્ત્રોમાં નિષ્ણુત બને. આ શ્રી પ્રભાસ બ્રાહ્મણ ૩૦૦ શિષ્યોના અધ્યાપક હતા. તેમને “મક્ષ છે કે નહિ' આ સંશય હતો. તે ભાવકરૂણાના ભંડાર, ભગવંત શ્રી મહાવીરે યથાર્થ બીના સમનવી દૂર કર્યો, એટલે પ્રભુની પાસે ૧૬ વર્ષની (બીન ગણધરો કરતાં નાની) ઉંમરે દીક્ષા લઈ ગણધરપદ પામ્યા. ૮ વર્ષ છઘસ્થપણામાં રહી, ૨૪ વર્ષની ઉંમર વીત્યા બાદ ૨૫ મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ સુધી કેવળી પણે વિચરી સવાયુ ૪૦ વર્ષનું પૂર્ણ કરી પ્રભુની ધ્યાતીમાં જ તેઓ આત્મરમતારૂપ મોક્ષને પામ્યા.
ઉપસંહાર આવશ્યકત્ર, વિવિધ-તાર્થ-કલ્પ વગેરે ગ્રંથોને આધારે આ પ્રમાણે અગિયાર ગણધરોની જીવનરેખા ટુંકામાં જણાવી. દરેક ગણધરના સશકે અને તે દરેકનું પ્રભુએ કરેલ વિવેચન અને સમાધાન – ગર્ભિત વિચારો અલગ લેખમાં આપવા ભાવના હેવાથી. અહીં તે સંબંધિ ટૂંકમાં જ ઉલ્લેખ કર્યો છે. આ અગિયારે ગણધરના જીવનની બાબતમાં હજુ ઘણું જણાવવું બાકી રહ્યું છે, જે અવસરે જણાવવા ભાવના છે.
ભવ્ય છે પ્રભુ શ્રી મહાવીરના અપૂર્વ બેધદાયક મુદ્દાઓનું અને શ્રી ઈદ્રભૂતિ મહારાજ આદિના જીવનનું રહસ્ય વિચારી, પૂજ્ય પુરુષોએ આચરેલા પવિત્ર પંથે ચાલી અવ્યાબાધ મેક્ષ સુખ પામે એ જ હાર્દિક ભાવના !
For Private And Personal Use Only