________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી જૈન સત્ય પ્રકાશ
- કાર્તિક શરૂઆતમાં તેઓ સર્વજ્ઞ થયા. ૧૮ વર્ષ કેવલપણે વિચરી ૭૦ વર્ષનું સર્વાયુ પાલી પ્રભુની હયાતીમાં તેઓ નિર્વાણ પામ્યા. બાકીની બીના પૂર્વની માફક જાણવી.
૪. શ્રી વ્યકત ગણધર. આ શી વ્યક્ત ગણધર મહારાજા, કેલ્લાક ગામના રહીશ, ભારદ્વાજગોત્રના પિતા ધનમિત્ર અને માતા વારૂણીના પુત્ર હતા. તેમનો જન્મ મકરરાશિ અને શ્રવણ નક્ષત્રમાં થયો હતો. શ્રી ઇદ્રભૂતિજીની માફક ૫૧મા વર્ષની શરૂઆતમાં પાંચ (પૃથ્વી આદિ) ભૂત છે કે નહિ”? આ સંદેહ દૂર થતાં પ૦૦ શિષ્યો સહિત તેમણે પ્રભુ શ્રી વીરની પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રી અગ્નિભૂતિની માફક ૧૨ વર્ષ પ્રમાણ છદ્મસ્થ પર્યાય પાલી– ૬૨ વર્ષની ઉંમર વીત્યાબાદ-૬૩મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ત્રીજા ગણધરની માફક ૧૮ વર્ષ સુધી કેવલિપણે વિચરી પ્રભુ શ્રી વીરની હયાતીમાં સર્જાય ૮૦ વર્ષનું પૂર્ણ કરી મુકિપદ પામ્યા હતા. બાકીની બીના પૂર્વની જેમ જાણવી.
૫. શ્રી સુધર્માસ્વામી ગણધરે. આ પાંચમાં ગણધર સુધર્માસ્વામીજી કોલલાક ગામના રહીશ, અગ્નિવેશ્યાયન ગેત્રમાં જન્મેલા, પિતાશ્રી ધનમિત્ર વિપ્ર અને માતાશ્રી સંદ્દિલાના પુત્ર હતા. કન્યા રાશિ અને ( પ્રભુ શ્રી વીરનું જે જન્મ નક્ષત્ર હતું તે) ઉત્તરાફાગુની નક્ષત્રમાં તેમને જન્મ થયો હતો. કુશાગ્ર બુદ્ધિના પ્રભાવ તેઓ ચૌદ વિદ્યાના પારંગત થયા. તેમને એવો સંશય હતો કે “જે પ્રાણી જેવો આ ભવમાં હોય, તે જ તે ( પ્રાણી) પરભવમાં થાય છે કે બીજા સ્વરૂપે ? ” પ્રભુ શ્રી વીરે આ સંશય દૂર કર્યો, જેથી તેમણે પણ પહેલા અને ચોથા ગણધરની માફક એકાવનમાં વર્ષની રાઆતમાં પ્રભુની પાસે દીક્ષા લીધી. આ શ્રી સુધર્માસ્વામીની બાબતમાં શ્રી શત્રુંજય મહામ્યમાં કહ્યું છે કે —આદીશ્વર ભગવંતની આજ્ઞાથી શ્રી પુંડરીક ગણધરે સવાલાખ લોકપ્રમાણુ શ્રી શત્રુંજય મહામ્ય બનાવ્યું હતું.
તે ઘણું વિશાલ હોવાથી અલ્પ વિત-બુદ્ધિવાળા જીવોના ઉપકારને માટે પ્રભુ શ્રી મહાવીરદેવની આજ્ઞાથી ગચ્છનાયક શ્રી સુધર્માસ્વામી ગણધરે તેને ટુંકું કરીને ૨૪ હજાર લોક પ્રમાણુ બનાવ્યું. ત્યારબાદ કાલાન્તરે શીલાદિત્ય રાજની વિનંતી ધ્યાનમાં લઈને આચાર્ય શ્રી ધનેશ્વરસૂરિજી મહારાજે તેથી પણ નાનું શત્રુંજય મહાભ્ય બનાવ્યું.
સુધર્માસ્વામીજી મહારાજ પહેલા ઉદયના ૨૦ આચાર્યોમાં મુખ્ય યુગપ્રધાન થયા. યુગપ્રધાન મહાપુરુષે (પ્રાયઃ) એકાવતાર હોય છે. તેમણે ૪૨ વર્ષ (બીજા દશે ગણધરો કરતાં અધિક સમય) સુધી છઘરથપણું ભેગવ્યું. તેમાં તેઓ ૩૦ વર્ષ સુધી પ્રભુ વીરની સેવામાં રહ્યા અને ૧૨ વર્ષ સુધી શ્રી ગૌતમ મહારાજની સેવામાં રહ્યા. ૯૨ વર્ષ વીત્યા બાદ – ૯૩ વર્ષની ઉંમરે તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૮ વર્ષ સુધી કેવલિપણે વિચરી શ્રી જંબૂવામી આદિ ઘણા ભવ્ય જીવોને પ્રતિબધી ૧૦૦ વર્ષના આયુષ્ય પૂર્ણ થતાં વૈભારગિરિની ઉપર માસિક અનશન કરી, પ્રભુ શ્રી વીરના નિર્વાણથી ૨૦ વર્ષે, મુક્તિપદ પામ્યા. બાકીની બીના પૂર્વની માફક જાણવી.
૧. પ્રભુ શ્રી મહાવીરે – અગિયારે શિષ્યને ગણધર પદ દેતી વખતે બીન સર્વ કરતાં દીર્ધાયુ હોવાથી સુધર્માસ્વામીને ગણુની અનુજ્ઞા કરી હતી.
For Private And Personal Use Only