________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
કાર્તિક ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં બ્રાહ્મણકુંડ ગ્રામનગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા દેવાનંદાની કુક્ષિમાં સિંહ, ગજ, વૃષભ આદિ ૧૪ મહાસ્વમ સૂચિત ગર્ભપણે અવતર્યા.
દેવાનંદાની કુક્ષિમાં ૮૨ દિવસ રહ્યા પછી શકે કે હુકમ કરેલા હરિશૈગમેશ નામના દેવે આસો (ગુજરાતી ભાદરવા) વદિ ૧૩ ના દિવસે, ઉત્તરાફાલ્યુની નક્ષત્રને વિષે ક્ષત્રિયકુંડગ્રામનગરના રાજા સિદ્ધાર્થની પત્ની ત્રિશલાદેવીની કક્ષમાં ગર્ભરૂપે પરિવર્તન કર્યા.
ગર્ભમાં (સાતમા મહિને) માતાના અતિ સ્નેહને લીધે માતાપિતાની હયાતીમાં હું શ્રમણ નહી થાઉ” એવો અભિગ્રહ લીધે. નવ માસ અને સાડાઆઠ રાત્રિ દિવસ વ્યતીત થયે ચૈત્ર સુદિ ૧૩ ના દિવસે તે જ (ઉત્તરાફાલ્ગની) નક્ષત્રે જન્મ લીધો. માતાપિતાએ ( ગુણ-નિષ્પન્ન) વહેંમાન નામ પાડયું.
મેરુકંપ, સુરક્ષોભ, ઈદ્રવ્યાકરણ રચના વગેરે પ્રગટ છે અવદાત જેના, એવા પ્રભુએ બેગ ભેગવી, માતાપિતાના સ્વર્ગવાસ પછી ૩૦ વર્ષ [કુલ] ગૃહસ્થવાસમાં રહ્યા પછી સંવત્સર (વાર્ષિક) દાન આપી, ચંદ્રપભા નામની શિબિકામાં બેસી દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કરી, માર્ગશીર્ષ વદિ ૧૦ ના દિવસે ઉત્તરાફાગુની નક્ષત્રમાં તે જ વર્ષે એકાકી છઠ્ઠ તપથી જ્ઞાતખંડ વનમાં સાંજના સમયે દીક્ષા લીધી. પારણના દિવસે બહુલ વિપ્રે ક્ષીરથી પારણું કરાવ્યું તે સમયે ], પંચદિવ્ય પ્રગટ થયાં.
ત્યાર પછી, ૧૨ વર્ષ, ૧૩ પક્ષ સુધી દેવ, મનુષ્ય, તિર્યંચ કૃત અનેક ઉપસર્ગો સહન કરી, ઉગ્ર તપ તપી, ભિક સામે ઋજુવાલુકા નદીને તીરે, ગેહિકા આસને, છઠ્ઠ–તપ વડે ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં જ વૈશાખ સુદિ ૧૦ ને દિવસે, ત્રણ પહોર વ્યતીત થયે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, (કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી બીજે જ દિવસે) અગિયારશે અપાપાપુરીના મળે મહાસેન વનમાં તીર્થ પ્રવર્તાવ્યું. ઇંદ્રભૂતિ પ્રમુખ ગણધરોને પરિવાર સાથે દીક્ષા આપી.
શ્રમણ પણું અંગીકાર કરીને ભગવાને ૪૨ ચતુર્માસ નીચેનાં સ્થળોએ કર્યા -
૧ અસ્થિગ્રામ, ૩ પૃષચંપામાં, ૧૨ વૈશાલીવાયગ્રામમાં, ૧૪ નાલંદા-રાજગૃહમાં, ૬ મિથિલામાં, ૨ ભદ્રિકાનગરીમાં, ૧ આલંભિકાનગરીમાં, ૧ પ્રણતભૂમિ (અનિશ્ચિતસ્થાને), ૧ શ્રાવસ્તીમાં, ૧ અપાપામાં. કુલ ૪૨ ચાતુર્માસ. ' અપાપાપુરીના મળે હસ્તિ પાલ રાજાની અભેદ્યમાન શુકશાળા ( કારકુનને બેસવા યોગ્ય સ્થાન) માં ચરમ-છેલું ચતુર્માસ કર્યું, ત્યાં પિતાના આયુષ્યનો અંત સમય જાણતાં પ્રભુએ સોળ પ્રહર સુધી દેશના દીધી.
૧. ચૌદ મહાસ્વમ:-૧, ગજ, ૨. વૃષભ, ૩. સિંહ, ૪. લક્ષ્મી, ૫. ફુલની માળા, ૧. ચંદ્ર, ૭, રાય, ૮, વજ, ૯, કળશ, ૧૦, પા-સરોવર, ૧૧, ક્ષીરસમુદ્ર, ૧૨. દેવ-વિમાન, ૧૩. નિધૂમ અગ્નિ, ૧૪. રત્નરાશિ.
૨. ગર્મ પરિવર્તનને વિસ્તૃત અધિકાર જાણવા ઇચ્છનારને “કલ્પસૂત્ર સુપિકા માંથી જોઈતી માહિતી મલી રહેશે.
* ૩. ગુજરાતી કારતક વદ ૧૦
For Private And Personal Use Only