________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- -
--
નજ
મં
. +,
-,
-,
* sv[hwar ni
-
-
જગદુપકારી વર્ધમાન અને હાલિક
૨૫૫ કર્યું. અર્ધપુકલ પરાવર્તનમાં મેક્ષમાં જવાની એની નિયત્તાને નિમિત્ત લાભ તને જ થ. હવે એને મારા પ્રતિ દેષ થવાનું કારણ સાંભળ! સમકિત-પ્રાપ્તિ પછીના મારા ત્રિપૃષ્ઠ વાસુદેવના સત્તરમા ભાવમાં હું પતનપુર ગામમાં પ્રજાપતિ રાજાને પુત્ર ત્રિપુષ્ટ નામને વિશ્રુત-પ્રખ્યાત વાસુદેવ થયે હતો. તે સમયે અશ્વગ્રીવ નામને રાજા પ્રતિવાસુદેવ ઉન્મત્તતાથી રાજ્ય-કાર્ય કરી રહ્યો હતે. કેઈ નિમિત્ત તેને જણાવ્યું કે તારું મરણ ત્રિપૃષ્ઠ વાસુદેવના હાથે થવાનું છે. તે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ ત્રિપુછ વાસુદેવ પ્રતિ મહાન ઠંષને વહન કરતા હતા. અને ત્રિપાનું મરણ થાય તેવા શકય સમસ્ત પ્રયોગો કરી ચૂક્યો, પણ સર્વે પ્રયત્નો નિષ્કલતાને પામ્યા તેથી તે નિરાશ થયો..
“એક સમયે તે અશ્વગ્રીવના શાલિ ક્ષેત્રમાં એક ભયંકર સિંહ અકસ્માત આજે અને તે ઘણું જનોને ખેતીના કાર્ય માં વિઘ કરવા લાગ્યો. તે સિંહને મારવા માટે ઘણું બલવાને ગયા પણ તે સિંહને કઈ મારી શક્યું નહી; એટલે પિતા પ્રજાપતિને તે સિંહવાળા ક્ષેત્રનું રક્ષણ કરવાની આજ્ઞા થઈ
“સ્વામિમgl: gવવા રાજ-આજ્ઞાને માન આપી પ્રજાપતિ સજજ થયો. તે સમયે પિતાના પિતાને જતા અટકાવી પિતૃભકિતથી ત્રિપૃઇ તે ઉત્કટ સિંહને હણવા અને ખેતરનું રક્ષણ કરવા, સારથી યુક્ત વેગવાલા રથમાં બેસી નિર્ભયતાથી ત્યાં ગયે. અને તે સિંહને પડકાર કર્યો. સિંહ ક્રોધ પૂર્વક સન્મુખ આવ્યું. પણ પ્રૌઢ વિક્રમવાલા તે ત્રિકૃચ્છે તે સિંહને છીપલીના સંપુટના કોઈ બે ભાગ કરે તેવી રીતે તેના હોઠ પકડી વિદા – અધમુવ કરી નાખ્યો.
“ત્રિપુષ્ટની આ બલવત્તા જોઈ નજીકમાં રહેલ વ્યંતર દેવોએ અને દેવીઓએ જયજયારાવ કર્યો. સિંહ પિતાના જીવનને નિંદવા લાગ્યો, “અરેરે, એક પામર માનવીના હાથે હું-વનરાજ હણાય.” આ સિંહના નિઃસીમ ખેદને જોઈ દયાભાવથી અને મધુરી ગિરાથી રથના સારથીએ તે સિંહને સાંત્વન પમાડયું. તેણે તેને સમજાવ્યું કે, “હે સિંહ ! આ માનવી રંક માત્ર નથી પણ વાસુદેવ થનાર છે, માટે તું શાન્તિ રાખ, સામાન્ય માનવે તને નથી માર્યો, પુરુષેન્દ્રના હાથથી મરતાં તું શા માટે ખેદ ધારણ કરે છે? મનુષ્ય લોકમાં આ સિંહ છે અને તિર્યકુ નિમાં તું સિંહ છે. માટે સિંહ સિંહથી જ મર્યો છે.” એવી મધુર અને યુકિતપુરસ્સરની વાણીથી તે સિંહ સમાધિથી મરણ પામ્યો. તે અનેક ભવમાં ભો. હે ગૌતમ ! તે ત્રિપુછ વાસુદેવને જીવ તે હું પોતે, સારથિને જીવ તે તું-ગૌતમ અને તે સિંહને જીવ તે હાલિક ! તે મધુરી વાણીથી તે સિંહને શાન્તિ પમાડી હતી તેથી તારા પર તેને પ્રોતિ થઈ અને મને જોઈને તેને તે વખતે વેર ઉત્પન્ન થયું હતું તેથી તે ઠેકાફૂલ થઈ ચાલ્યો ગયે. પણ એ હાલિક તારા સંગ માત્રથી અને ધર્માનુમોદનથી કાટિ ભવમાં પણ દુર્લભ એવા બધિબીજને પામી ગયા. માટે તારે લજિજત થવાની જરુર નથી.”
જગદુપકારી વીર વિભુ અને હાલિકના જીવનના આ પ્રસંગને નિષ્કર્ષ એ છે કે વરવિરોધ માણસને ધર્મ-પ્રાપ્તિમાં મહાન વિદરૂપ થાય છે. ત્રિપૃષ્ઠના ભવના વૈરે તે હાલિકને વીતરાગના શાસનના પાલનથી વંચિત રાખે, અને છતાંય તે પ્રભુની કૃપાથી જ તેને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ
વંદન હે, એ મહાપ્રભુની પરોપકાર-પરાયણતાને!
For Private And Personal Use Only