________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
શ્રી જૈન સત્ય પ્રકાશ
કાર્તિક
મુખ પરની લગામ છુટી મૂકી, અને સ્વછંદતાથી લવવું શરૂ કર્યું. સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના પ્રભુના એ શિષ્યાથી આ સહન ન થયું તેથી જ્યાં તે તેને રોકવા લાગ્યા કે ગાશાળાએ તેમને તેજોલેસ્યાથી ખાળી ભસ્મ કર્યા અને વધુ ઉશ્કેરાઇ પ્રભુને ઉદ્દેશી કહેવા લાગ્યા કે, “હે કાશ્યપ, હું મારા જિનપણા વિષે નકારા ભણી મને એક સમયના પોતાના સાથીદાર તરિકે ઓળખાવ્યે એ તદ્દન ખોટુ છે. હાશ એ શિષ્ય તેા કથારનેાયે મરી ગયા છે. મે તે માત્ર તેનું શરીર કષ્ટ સહનને યેાગ્યધારી સ્વીકાર્યું છે અર્થાત્ મે એની કાયામાં પ્રવેશ કર્યા છે. બાકી હું તા જૂદો આત્મા છું.”
“અરે મખલીપુત્ર, રાા માટે આવું હડદડતું જી તું વદે છે? તું તે જ આત્મા છે. શું કાઇ પાતાના મુખ આડી અંગુલિ ધરી, એને છુપાવવા યત્ન સેવે તેથી તે વડે મુખ છુપાઇ શકે ખરૂં? હવામાં બાચકા ભરવા સરખા વૃથા કાંફાં શા સારૂ મારે છે ! કેવલજ્ઞાનની પ્રાપ્તિ વિના સનતા નથી સ`ભવી શકતી. માટે હારા આત્માને ન છેતર !” પ્રભુએ એને સત્ય વસ્તુ કહી સંભળાવી !
બસ, આગમાં ઘી પડયા જેવી સ્થિતિ થઈ ચૂકી! પોતાપુર અમાપ અને અગાદ્ય ઉપકાર કરી જીવનદાન દેનાર શ્રીમહાવીર પર તેણે તેજોલેસ્યા છેાડી પણ જેમ પ્રતિવાસુદેવના અંત પોતાના શસ્ત્રથી જ થાય છે તેમ ત્રણ પ્રદક્ષિણા દૃ એ તેજોલેસ્યા પાછી વળી અને ખુદ ગોશાળાના અંગમાં પ્રવિષ્ટ થઇ ગઇ ! તેથી તેના પ્રત્યેક અંગમાં ભયંકર દાહ પ્રકટયો. તરત જ એ ત્યાંથી પાછા ફર્યાં અને સાત દિવસ દારૂણ વંદના અનુભવી પંચતને પામ્યા. આ તેજલેસ્યા દેશેાના દેશને બાળી નાંખે તેવી બહાભયંકર હતી. એનાથી પ્રભુ દગ્ધ તે ન થયા પણ છ માસ સુધી પીડાયા તો ખરાજ !
આમ ગેાશાળા સાથેના પ્રસંગમાં બે વાર તેજોલેશ્યાના ઉત્પાત દૃષ્ટિગોચર થાય છે ! પ્રથમ પ્રસંગમાં તે ગેશાલા સામે મૂકાય છે ત્યાં પ્રભુ શ્રી મહાવીર રક્ષણહાર છે; જ્યારે ખીજામાં ગેરાલા પોતે મુકનાર છે! અને તે પણ પાતાને એ શિખવાડનાર પ્રભુ ઉપર ! વિચારણીય અને આશ્ચર્યકારી બાબત તે એ છે કે જટાધારી તાપસની તેજાલેશ્યા સામે શ્રી મહાવીર દેવ શીતલેસ્યા મૂકી ગેાશાલાના પ્રાણ બચાવે છે! ભાવિ શત્રુને જીવત રાખે છે! જ્યારે ગેાશાલાની તેજોલેશ્યા સામે પેાતાના જ શિષ્યાને ભસ્મીભૂત થવા દે છે! અરે એટલું જ નહિ પણ ખુદ પોતે શાંતલેશ્યા મૂકી શકે તેવા શક્તિધારી છતાં એને ઉપયાગ સરખા પણુ કરતા નથી! અને મ`ખલી પુત્રના ખેલગામ વાણીવિલાસને, તેણે ધારણ કરેલા ખાલી ઘટાટાપને, સહી લે છે! અને સત્યને થવા નથી દેતા. જે કરુણાવત્સલ હતા, પરાપકાર એ જ જેમના મહામંત્ર હતા અને જેમના પ્રત્યેક નાના કે મોટા કાર્યોમાં અહિંસા,' ભારાભાર તરવરી રહેલી જોવામાં આવતી હતી, તેએ શિષ્યાભાસ ગેાસાલાને બચાવવા ઉદ્યમ સેવે અને શિષ્ય-યુગલને મરવા દે એ કેમ બને?
જરા માત્ર અપક્ષાપ
જીવનના અણુમુક્ષે
"
ભૂતય ’
આવા પ્રશ્ન સહજ ઉદ્ભવે
જૈન સિદ્ધાંતના યથા અભ્યાસથી અને ઉંડી વિચારણાને અંતે એને ઉકલ સરળતાથી આણી શકાય તેમ છે. તે પાછળ સુંદર રહસ્ય છુપાયેલ છે.
For Private And Personal Use Only