SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ શ્રી જૈન સત્ય પ્રકાશ આશ્ચન' (૧૯૧૩ ॐ थारोपद्रगच्छे । श्रीमालविशालधर्कटान्वयजः श्रीवरणागमहत्तम-तनय : श्रीसंतुकामात्य : ॥ तज्जननीसंपूण्या(यो) पुण्याय स्वस्य कारयामास मंकास्थानकचैत्ये सठियमिदं जिनेंद्रस्य ।। सं ११२६ वैशाख वदि ११ [शनौ । નં. ૧૮ અને ૧૯ના લેખવાળી પરિકરની ગાદીઓ અત્યારે ભિન્ન ભિન્ન ગામોમાં હોવા છતાં એ બને માંકા નામના ગામના ખેતરમાંથી આવી છે. આ બન્ને લેખે એક જ ધણુનાં સરખી હકીકતવાળા અને એક જ સાલ-મિતિના છે. તે બન્ને લેખને સારાંશ આ પ્રમાણે છે – શ્રીથારાપદ્રીય ગચ્છની આમ્નાયવાળા, શ્રીમાળી જ્ઞાતીય અને ધક્કટ નામના વિસ્તારવાળા ગોત્રમાં ઉપન્ન થયેલા શ્રીવરનાગ નામના મંત્રીને પુત્ર શ્રી સાંતુ નામને મહામંત્રી થઈ ગયો. તેની સંપૂર્ણ (સંપૂરી) નામની માતાએ, મંકા નામના સ્થાનના જિનાલયમાં પિતાના કલ્યાણ માટે શ્રી તીર્થકર ભગવાન નું આ પરિકર, વિ. સં. ૧૧૨૬ ના વૈશાખ વદિ ૧૧ ને શનિવારે કરાવ્યું. ૧૩ ઉપર્યુક્ત “મંા” ના ખેતરમાંથી પાછળથી નીકળેલી પરિકરની બે ગાદીએ . અને એક પરિકરને ઉપરને ભાગ, આ બધું હારીજના ધર્મશાળા પાસેના નવા દેરાસરના સભામંડપમાં સં. ૧૯૮૮ માં છુટું પડયું હતું. તેમાંની એક ગાદી ઉપર આ લેખ ખેલો છે. બીજી ગાદી પર લેખ નથી. પરંતુ એ ત્રણે ચીજે સુંદર કેરણીવાળી અને પ્રાચીન છે. ૧૪. આ સાંતુ મંત્રી ગુજરાતના સોલંકી મહારાજ પહેલા ભીમદેવ અને મહારાજા કરણદેવના રાજ્યકાળમાં મહામંત્રી હતા, અને મહારાજા સિદ્ધરાજ જયસિંહના રાજ્યકાળના પ્રારંભના ચેડાં વર્ષો સુધી પણ એણે મંત્રીપદ ભોગવ્યું હતું. નાના હોદ્દાઓ ઉપરથી આગળ વધતાં વધતાં તે લાટ દેશ (ભૃગુકચ્છ – ભરૂચ ) નો દંડનાયકસુબો થયો હતો. તે વટપદ્ર (વડોદરા)ને રહેવાસી હતો. તેનાં માતા-પિતાનું નામ અનુક્રમે સંપૂરી અને વરણાગ હતું. (વરણાગ પણ મંત્રી હતા.) મંત્રી સાંતની સ્ત્રીનું નામ શિવાદેવી અને બે પુત્રોનાં નામ અનુક્રમે નીન્ના અને ગીગા હતાં. “જૈન”ની ગયા વરસની ભેટ તરીકે “સાન્ત મહેતા” નામની એતિહાસિક નવલકથા છપાણી છે, તેમાં તેના પિતાનું નામ “ધરણાગ” આપેલું છે અને તેનું મૂળ નામ સંપન્કર આપેલું છે. પરંતુ આબુન્દેલવાડાના વિમલવસહી મંદિરમાંથી વિ. સં. ૧૧૧૯ નો ઉકત મંત્રીને એક લેખ મલ્યો છે, તેમાં તેનું મૂળ નામ શાંતિ અમાત્ય લખેલ છે. “શાંતિ ” કે સંપકર ઉપરથી ટુંકું નામ “સાત્ ” પડી ગયું હશે એમ જણાય છે. તેણે આબુ -દેલવાડાના વિમલવસહી મંદિરની ભમતીની તેરમી દેરીમાં મૂળનાયકજીની મૂર્તિ પિતાના પુત્રના શ્રેય માટે ભરાવી હતી. મંત્રી સાંતૂ મહાપરાક્રમી, શૂરવીર, બુદ્ધિશાળી અને રાજપ્રકરણમાં પ્રવીણ હવા સાથે જૈનધર્મમાં દઢ શ્રદ્ધાવાળા શ્રાવક હતા. For Private And Personal Use Only
SR No.521515
Book TitleJain Satyaprakash 1936 10 SrNo 15
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy