SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ શ્રી જૈન સત્ય પ્રકાશ આશ્વિન સમય જાળવી શકયા છે. એ જ અર્કામાં અલ્લાઉદ્દીન ખુનીએ મારવાડમાં જાલારને પ્રસિદ્ધ કિલ્લો જીતી લીધા અને ત્યારપછી ગુજરાત તરફ જતાં ચંદ્રાવતી પણ જીત્યું. ચંદ્રાવતીની શ્રી લુટાઈ અને ત્યાર પછી તેને ક્રમશઃ વિનાશ જ થતા ગયા છે. ચૌહાણેાએ પરમારાના હાથમાંથી ૧૩૬૮ ની આસપાસમાં ચદ્રાવતી જીત્યું. આ જીત મેળવનાર ચૌહાણુ લુંભારાવ હતા. એમના સમયના ત્રણ લેખો મળ્યા છે જેમાંના એ તે વિમલશાહુના દેલવાડાના મિંદરમાં છે અને એક અચલેશ્વરના મંદિરમાં છે. વિમલશાહના મદિરને લેખ વિ. સં. ૧૩૭૨ ના ઈ. સ. ૧૬૧૬ ના ચૈત્ર વદ ૮ અને બીજો ૧૩૭૩ ઈ. સ. ૧૩૧૭ ને છે. અચલેશ્વરના લેખ ૧૩૭૭ તા છે. લુંભાજીના મુખ્ય મત્રી દેવિસ શાહ નામે એસવાલ જૈન હતા. કુંભાજીને અનુક્રમે તેસિંહ અને તિહુણાક નામના બે પુત્રા હતા. વિમલશાહના મંદિરના ૧૩૭૮ ના લેખમાં એનું નામ મળે છે. લુંભાજી ૧૭૭૭ માં સ્વગે ગયા. તેની પછી તેના પુત્ર તેજસિહ ગાદીએ આવ્યા. તેની રાજધાની ચંદ્રાવતી હતી. એના સમયના પણ ત્રણ લેખા મળે છે, એક તે! વિમલશાહના મંદિરના ૧૩૭૮ ના જે શુદ ૯ તેા છે. બીજો અચલેશ્વરના મંદિરમાંના ૧૩૭૮ના અને ત્રીજો ૧૩૯૩ ના છે. તેજસંહ પછી એને પુત્ર મહારાવ કાન્હડદેવ આબુના રાજા થયે. કાન્હડદેવના સમયમાં આબુ ઉપર અજૈન મંદિરના જે અભાવ હતા-માત્ર એક અચલેશ્વર મહાદેવનું જ મંદિર હતું, બીજા ન હતાં, તેની પૂર્તિરૂપે વશિષ્ઠનું મદિર બન્યું, ૧૩૯૪ । શિષ્ઠ મદિરા લેખ મળે છે. તેણે તેના નિભાવ માટે વીરવાડા ગામ આપ્યું. ખીજો લેખ ૧૪૦૦ ના મળે છે જે અચલેશ્વરના મદિરમાં રાજાની મૂર્તિ નીચે ખાદાયેલ છે. કાન્હડદેવ પછી સામંતસિંહ ત્યાંના રાજા થયેા. સામતસિંહ પછી સલખા આયુને રાજા થયા. તેની પછી મહારાવ રણમલ ગાદીએ બેઠો, ત્યાર પછી શિવભાણુ-મહારાવ ચિત્રભાણ ગાદીએ બેઠા. એ રાજાએ સિરવા નામની પહાડીની નીચે વિ. સ’, ૧૪૬૨ (ઈ. સ. ૧૯૦૫) માં એક શહેર વસાવ્યું, અને પહાડ ઉપર મજબુત કિલ્લા બનાવ્યું!. એ શહેર રાજાના નામથી શિવપુરી કહેવાયું, જે અત્યારે શિરાહીથી બે માઈલ દૂર ખડેરના રૂપમાં વિદ્યમાન છે, જેને લેાકેા પુરાણી સિરાહી કહે છે. મુસલમાને!ને ગુજરાત ઉપર હલ્લો અવારનવાર ચાલુ જ હતા. હરવખત ચંદ્રાવતી લુંટાતું અને રાજાને પહાડીઓમાં સંતાવું પડતું, એના બચાવ માટે પહાડીમાં જ ઉપર્યુક્ત શહેર વસાવવાની જરુર પડી હતી. શિવભાણ પછી તેના પુત્ર સહસ્રમલગાદીએ આવ્યા, તેણે ૧૪૮૨ ( ઈ. સ. ૧૪૨૫ ) માં વૈશાખ શુદે ખીજે વમાન સિરાહી વસાવ્યું. અલ્લાઉદ્દીને ચંદ્રાવતી સુંટયા પછી ચૌહાણેાએ સ્વરક્ષણ માટે સરે।હી વસાવ્યું અને ધીમે ધીમે ચદ્રાવતી ઘસાતું જ ચાલ્યું ત્યાર પછી For Private And Personal Use Only
SR No.521515
Book TitleJain Satyaprakash 1936 10 SrNo 15
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy