________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રાવતીનો ઈતિહાસ
લેખક :–
મુનિરાજ શ્રી ન્યાયવિજયજી
(ગતાંકથી પૂર્ણ) થશોધવલનો પુત્ર પરમાર ધારાવર્ષ બહુ પ્રસિદ્ધ અને પરાક્રમી થયો છે. જેનું નામ અદ્યાવધિ “ધારપરમાર' પ્રસિદ્ધ છે. આ પરમાર ધારાવર્ષ ગુજરાતના પ્રસિદ્ધ મહારાજા કુમારપાલદેવની, કંકણના રાજા મલ્લિકાર્જુનની લઢાઈમાં કુમારપાલની સાથે ગયો હતો, અને મહામંત્રીશ્વર અબડના સેનાનાયકપણું નીચે લડ્યો હતો. આ યુદ્ધમાં ગુર્જરેશ્વરને જય થયો હતો. ધારાવર્ષના સમયના ૧૪ શિલાલેખ મળે છે.. ધારાવર્ષને ગીગાદેવી તથા શ્રૃંગારદેવી નામની બે રાણીઓ હતી. તેમાંથી શ્રૃંગારદેવીએ પાર્શ્વનાથજીના મંદિરના નિભાવ માટે જમીન અર્પણ કરી હતી."
તાજુલ મ આસિર નામક ફાસિ તવારીખમાં એક ઉલ્લેખ મળે છે કે હિજરી સંવત ૧૯૩ ( વિ. સં. ૧૨ ૫૪, ઈ. સ. ૧૧૯૭ ) ના સફર મહિનામાં કુતુબુદ્દીન ઐબકે અણહિલવાડ ઉપર ચઢાઈ કરી હતી અને આબુની તળેટીમાં – નીચે મોટી લઢાઈ થઈ હતી, – ઘમસાન યુદ્ધ ચાલ્યું હતું. આ વખતે ધારાવર્ષદેવ મુખ્ય સેનાપતિ હતા, જેમાં ગુર્જર સૈન્યની ભયંકર ખૂવારી અને સખ્ત હાર થઈ હતી. પરંતુ પુનઃ ઈ. સ. ૧૨૩૫માં મહમદ ઘોરી ગુજરાત ઉપર ચઢી આવ્યો ત્યારે મહમદ ઘોરીને હાર મળી હતી. અને તે વખતે પણ સેનાપતિ ધારાવર્ષ જ હતો.
- ધારાવર્ષનો નાનો ભાઈ પ્રાલહાદન હતો જેણે પોતાના નામથી ચંદ્રાવતીની દક્ષિણે પ્રાલહાદનપુર -- પાલનપુર વસાવ્યું. જેની પ્રશંસા કાર્તિકૌમુદીમાં સેમેશ્વરે કરી છે. અને આબુના વસ્તુપાળના લેખમાં પણ એની ઐશંસા મળે છે.
આ પ્રાલ્હાદન માટે જૈન ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે તેણે એક જૈન મંદિરમાં વિરાજિત પાર્શ્વનાથ પ્રભુની સુવર્ણ પ્રતિમા ગળાવી મહાદેવજીનો પડીઓ બનાવ્યો હતો. પરંતુ જિનપ્રતિમાના ખંડનના પાપથી તેના આખા શરીરે ભયંકર કુછ રોગ થયો હતો. પછી તે પિતાના સામંતોને રાજ્ય સેપી ચાલી નીકળ્યો અને અતિશય દુખિત થયો. એક જૈનાચાર્યનાં દર્શન થતાં તેણે પોતાના પાપનો એકરાર કરી એ મહારોગના નિવારણનો ઉપાય પૂછો. જૈનાચાર્યું તેને સાંત્વન આપીને કહ્યું કે પુનઃ તું એવી મૂતિ તૈયાર કરાવી અને તારા શહેરના મધ્ય ભાગમાં પધરાવ. રાજાએ એ વાત સ્વીકાર કરી અને પાલ્લાદનપુરમાં એક વિશાળ, ગગનચુખી, ભવ્ય જિનમંદિર બનાવીને તેમાં જિનપ્રતિમાજી પધરાવી. એના અભિષેકના જળથી રાજાને રંગ દૂર . અને પાહાદન જૈનધર્મી બન્યો, અને આબુનાં મંદિરોનું રક્ષણ પણ કર્યું. અને એને લીધે જ સોમેશ્વરના ગ્રંથમાં અને વસ્તુપાળના લેખમાં તેની પ્રશંસા આળેખાઈ છે ૧. “ શાબૂ ઘરમાર ” લેખમાં વિશ્વેશ્વરનાથ રેહએ આ વિષયનો ઉલ્લેખ કરેલ છે.
–સરસ્વતી ભાગ. ૧૬, અંક ૧, પૃ. ૨૮૫. ૨. આ વખતે બાલ મૂલરાજ ગુર્જરેશ્વર હતો.
For Private And Personal Use Only