________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિગંબરોની ઉત્પત્તિ લેખકઃ આચાર્ય મહારાજ શ્રીમત્ સાગરાનંદસૂરિજી
(ગતાંકથી ચાલુ)
સર્વસંઘથી દૂર થઈ સાવ એકાકીપણે જ્યારે શિવમૂતિ ન થઈ ફરતા હતા અને બીજાં કઈ પણ સ્ત્રી કે પુરુષ તેને સાથ આપવા તૈયાર ન થયાં તે સમયે પોતાની બહેન ઉત્તરાનું આ અંધ અનુકરણ પણ શિવભૂતિને સર્વથા અનુકલ જ હતું અને ઘણી રાહત આપનારું હતું, એ વાત સહેજે સમજી શકાય એવી છે.
ઉત્તરાએ જે વસ્ત્રત્યાગનું પગલું લીધું હતું તેને અંધ અનુકરણ જ કહેવું ઉચિત છે. આ અંધ અનુકરણને અર્થ એટલે જ લેવાને છે કે શિવભૂતિ પિતે કઈ પ્રખર ઉપદેશ આપવાની શક્તિ ધરાવતા ન હતા તેમજ તેમણે ઉત્તરાને નગ્ન થવાનો ઉપદેશ પણ કર્યો નહોતે છતાં પોતાના ભાઈની બહિસ્કૃત જેવી અને જગતમાત્રથી પ્રતિકૂલ એવી પણ સ્થિતિને ઉત્તરાએ સ્વીકાર કર્યો. એટલે આ પ્રમાણે શિવભૂતિ–ભાઈ ઈચ્છાપૂર્વક ના થયા હતા જ્યારે ઉત્તરબહેન ભાઈનું અંધ અનુકરણ કરીને નગ્ન બની હતી.
આ પ્રમાણે શિવભૂતિ અને ઉત્તરા અને નગ્ન થયા હતાં છતાં આપણે જગતમાં અનુભવીએ છીએ અને દેખીએ પણ છીએ કે પુરુષની જેટલી કામદશા હોય છે તેના કરતાં સ્ત્રીઓની કામદશા ચારગણું વધારે હોય છે. આનું જ એ પરિણામ છે કે તેવી અપરિગ્રહીત સ્ત્રીઓનાં સ્થાને આ જગતમાં ઠેકાણે ઠેકાણે જાહેર રીતે જોવામાં આવે છે અને દેવલોકમાં પણ એવી અપરિગૃહીત સ્ત્રીઓનાં-દેવીઓનાં સ્થાને એટલે કે અપરિગૃહીત દેવીઓ હોય છે. બીજી તરફ આપણે જોઈએ છીએ કે આ જગતમાં કે દેવલેકમાં ક્યાંય પણ અપરિગૃહીત પુરુષનાં કે અપરિગ્રહીત દેવાનાં એવાં જાહેર સ્થાને બીલકુલ હોતાં નથી અને તેથી અપરિગ્રહીત પુરુષ કે અપરિગ્રહીત દે કહેવાતા નથી. સ્ત્રી અને પુરુષ સંબંધી આ વાત લક્ષમાં રાખવાથી,
For Private And Personal Use Only