________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨
૭૧
સરસ્વતી–પૂજા અને જેને આ ચિત્ર મિ. બ્રાઉને લખેલા “કલિક કથા’ નામના અંગ્રેજી પુસ્તકના પાના ૧૨૨ ની સામે ચિત્ર ન. ૧૨ તરીકે સૌથી પ્રથમ છપાવેલું, તેના ઉપરથી મિ. બ્રાઉનની પરવાનગી લઈને “જેનચિત્રકલ્પદ્રુમમાં પ્લેઈટ નં. ૭૯ માં ચિત્ર નં. ૨૪૮ માં છપાવેલું છે.
શિખરબદ્ધ દહેરીની અંદર છે અક્ષર (સરસ્વતી બીજ) ની મધ્યમાં દેવી સરસ્વતી વસ્ત્રાભૂષણોથી સુસજિજત થએલી વિરાજમાન છે. દેવીના ઉપરના બંને હાથમાં પુસ્તક તથા કમલ છે અને નીચેના બંને હાથમાં અનુક્રમે અક્ષસૂત્ર અને વીણા છે. વળી દેવીના આસનમાં તથા પૈકાર અક્ષરની બહાર પણ બંને ઠેકાણે હંસ ચીતરેલા છે. મિ. બ્રાઉને આ છે અક્ષરને ૨૪ અક્ષર તરીકે ઓળખાવ્યું છે.'
સરરવતીનું મંત્રીબીજ કાર છે તે વાત જૈનમંત્રશાસ્ત્રના અભ્યાસીઓને સુવિદિત છે, અને આ અક્ષર પણ છે છે. મિ. બ્રાઉન આ અક્ષરને ૩ તરીકે કઈ રીતે ઓળખાવે છે તેની સમજણ કાંઈ પડતી નથી. આ ભૂલ થવાનું વાસ્તવિક કારણ તે મને તેઓનું જૈનમંત્રશાસ્ત્રના વિષયનું અજ્ઞાનપણું જ લાગે છે, પરંતુ તેમના જેવા ઈન્ટરનેશનલ રેપ્યુટેશનવાળા વિદ્વાને બરાબર તપાસ કર્યા વિના જેમતેમ લખી નાખવું તે વ્યાજબી તે નથી જ.
ચિત્ર. ૧૨. “સપ્તશતી' નામની હિંદુ તાંત્રિક પ્રતનું આ ચિત્ર હોવા છતાં જૈન પ્રતામાં ચીતરાએલાં દેવી સરસ્વતીના સ્વરૂપોને લગતું જ હોવાથી તેનું વર્ણન અત્રે કરવામાં આવ્યું છે. આ ચિત્રની પ્રતિકૃતિ જોવા ઈચ્છનાર મહાશયને પણ જૈનચિત્રકલપક્રમ”ની લેઈટ નં. 9૯ માં ચિત્ર નં. ૨૫૦ જોવા ભલામણ છે.
ચિત્ર ૧૦-૧૧ ની માફક જ આ ચિત્રમાં પણ દેવીને ચાર હાથ છે. વળી ઉપરના જમણા હાથમાં પુસ્તક તથા ડાબા હાથમાં કમલ અને નીચેના જમણા હાથમાં અક્ષસૂત્ર અને ડાબા હાથમાં વીણા છે. આસન કમલનું અને વાહન હંસનું જ છે.
આ ત્રણે ચિત્રો નંબર ૧૦-૧૧ અને ૧૨ વાળી પ્રતા મધ્યેની કોઈ પણ પ્રત ઉપર તે લખાયાની તારીખ નોધેલી નથી છતાં તેમાં રજુ કરેલા દેવીના આભુષણો તથા વસ્ત્રોની રજુઆન ઉપરથી આ ત્રણે પ્રતિ પંદરમા સૈકાની જ છે એમ નિર્વિવાદ કહી શકાય તેમ છે. આ ચિત્ર ઉપરાંત પંદરમા સૈકામાં ચીતરાએલી કલ્પસૂત્રની પ્રતિમાં ઘણી મોટી સંખ્યામાં દેવી સરસ્વતીનાં ચિત્રો મળી આવતાં હોવા છતાં જુદા જુદા વિષયેની ત્રણ પ્રતોનાં ચિત્રનાં વર્ણન નમુનો દાખલ અત્રે રજુ કરવામાં આવેલાં છે.
ચિત્ર ૧૩, આ ચિત્રની પ્રતિકૃતિ માટે ડો. અનિન્દકુમારસ્વામીએ સંપાદન કરેલા Catalogue of the Indian collections in the Museum of Fine Arts, Boston” નામના પુસ્તકના ચોથા ભાગમાંની ચિત્ર લેઈટ ૩૮ માં છપાએલું સરસ્વતી દેવીનું ચિત્ર જેવા ભલામણ છે.
સત્તરમા અગર અઢારમા સૈકાની એક જૈનપ્રતના પાના ઉપરના આ ચિત્રમાં દેવી સરસ્વતી હંસપક્ષી ઉપર સ્વાર થએલી છે અને તેણીના ચાર હાથ પૈકી એક જમણા હાથમાં પુસ્તક પકડેલું છે અને ડાબા હાથ વરદમુદ્રાએ હોવો જોઈએ તેના બદલે
1. Fig. 12. The Goddess Sarasvati in the Omkara symbol. From same MS. and same page.
-The Story of Kalak P. 122
For Private And Personal Use Only