________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
૧૯૯૨
૫.
દિગંબરની ઉત્પત્તિ જે કે દિગંબરો તરફથી ઔદયિક ભાવના ગણાવેલ એન્વીસ ભેમાં લિંગ શબ્દને અર્થ વેદ કરવામાં આવ્યું છે અને તેથી લિંગ શબ્દથી આ બધા વિકલ્પોમાં તેઓ વેદ લેવા માગે છે પણ એ રીતે લિંગ શબ્દથી વૈકલ્પિક વેદ- વૈકલ્પિક વિધાન નિશ્ચિત નથી તેથી લિંગને અર્થ વેષ કરીને તેનો વિકલ્પ લે વધારે જરુરી છે. આ વસ્તુ-લિંગ વિકલ્પને વિષય-વિચારવાનું કારણ એટલું જ છે કે દિગંબરોએ રજોહરણ–પાત્રાદિ ઉપકરણે માનેલાં ન હોવાથી તેઓ લિંગને વિકલ્પ વેષના નામે લઈ શકે એમ નથી. અતુ.
કવેતાંબર સાહિત્યમાં જેનું વર્ણન આવે છે તે શિવભૂતિ અને ઉત્તરાનો પ્રસંગ સ્ત્રીઓ માટેની દિગંબરેની માન્યતાને મુખ્ય પાયે હોય એમ લાગે છે. પરંતુ શિવભૂતિની બહેન ઉત્તરા હતી કે કેમ? એ ઉત્તરાએ શિવભૂતિનું અનુકરણ કરવાના ઈરાદાથી સર્વ વસ્ત્રોને ત્યાગ કર્યો હતે કે કેમ?–આ બધી હકીકત પ્રત્યે દિગંબરેના સાહિત્યમાં બીલકુલ ચૂપકીદીભયું વર્તન જ બતાવાય છે.
ક્ષણભર માટે આપણે “તુષ્ય તુનેનન્યાય” પ્રમાણે માની લઈએ કે ઉત્તરાએ વસ્ત્રોને સર્વથા ત્યાગ કરવામાં શિવભૂતિનું અનુકરણ નહોતું કર્યું તે પછી દિગંબરની સ્ત્રી-ચારિત્ર અને સ્ત્રી–મુક્તિની માન્યતાને અંગે એ વિચાર ઉપસ્થિત થાય છે કે- દિગંબર માન્યતા પ્રમાણે જ્યારે સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે આરંભ અને પરિગ્રહના ત્યાગની સાથે સાથે તમામ વસ્ત્રોને પણ સર્વથા ત્યાગ કરવો પડે છે તે પછી કઈક સીનું હૃદય વૈરાગ્ય વાસિત થયું હોય અને એ સંસારને ત્યાગ કરીને પ્રવજ્યા અંગીકાર કરવા ઈચ્છતી હોય તે તે વખતે આરંભ અને પરિગ્રહને ત્યાગ કરનાર સ્ત્રી શું સ્વયંપિતે જ વસ્ત્રોને ત્યાગ કરવા માગતી નથી કે એ સ્વયં-પિતે તે છેડવા તૈયાર હોવા છતાં બીજો કોઈ તેને તેમ કરતાં અટકાવે-નિવારે-છે? આને જવાબ સ્પષ્ટ છે. વૈરાગ્યના રંગથી રંગાયેલ સ્ત્રી સ્વયં-પિતે જ વસ્ત્રનો ત્યાગ કરવા તૈયાર ન હોય એ તે બને જ નહિ. કારણ કે આપણે જોઈએ છીએ કે જોગણો કે જે, આરંભ અને પરિગ્રહને ત્યાગ કરનાર નહિ હોવા છતાં, વઓને ત્યાગ કરી શકે છે તે પછી જે સ્ત્રી સર્વજ્ઞ વિતરાગ પ્રભુના વચનથી પ્રતિબોધ પામી હોય, જે અનાદિ ભવબાલકાળ છેડવા સાથે લેક પર્યેષણુ છેડવા તૈયાર થઈ હોય, મેક્ષમાર્ગની સાધનામાં એટલે કે મોક્ષનું સાધન જે ચારિત્ર એ ચારિત્રના પાલનમાં વસ્ત્રો અત્યંત બાધક છે એમ સમજતી હોય, જાતિસ્મરણજ્ઞાનાદિથી જેને વાસ્તવિક પદાર્થનો બાધ થયે હોય અને જે, આરંભ અને પરિગ્રહથી કદાચ વધુ નહિ તે છેવટે એ આરંભ અને પરિગ્રહના જેટલું તે, વસ્ત્રનું બાધકપણું જાણતી હોય છતાં કે
For Private And Personal Use Only