________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|||||||||||||||||||||||I|BJES|EE|||
[ સંપાદકીય વક્તવ્ય | H|FEB|||||IFE|||||||||||I[B] EEEEEEEEE બીજું વર્ષ
શ્રી જૈન સત્ય પ્રકાશ” પિતાનું પ્રથમ વર્ષ સંપૂર્ણ કરીને આ અંકે બીજા વર્ષમાં પ્રવેશ કરે છે.
આજે અમારી દ્રષ્ટિ એ સમય ઉપર પડે છે કે જ્યારે મુનિસમેલને નિયત કરેલી પ્રતિકાર સમિતિ કંઈક ક્રિયાત્મક કાર્ય કરવાને ગંભીરપણે વિચાર કરતી હતી. સદ્ભાગ્યે એ વિચારણું જલદી સફળ થઈ માર્ગમાં નજરે પડતી અગવડો દૂર થઈ જોઈતી સહાયતાની તાત્કાલિક વ્યવસ્થા થઈ અને “શ્રી જૈન સત્ય પ્રકાશ”ને જન્મ થયે. આજે એ વાતને એક વર્ષ વીતી ગયું !
શ્રી જૈન સત્ય પ્રકાશ”ના પ્રથમ વર્ષ દરમ્યાન એના ઉદ્દેશ પ્રમાણે પ્રતિકાર, સાહિત્ય, સ્થાપત્ય અને ઇતિહાસ વિષયક યથાશક્ય વાચન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. “શ્રી જૈન સત્ય પ્રકાશ”નો ઉન્નત આદર્શ હમેશાં અમારી સામે ખડો છે. એ આદર્શને અનુરૂપ સાહિત્ય આપીને માસિકને વધુ આકર્ષક બનાવવાની ભાવના સાથે અમે બીજા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ.
“શ્રી જૈન સત્ય પ્રકાશ” હજુ બીલકુલ પિતાના પ્રારંભકાળમાં છે એ વાત સાચી છે, છતાં પ્રગતિ સાધવા માટે અમુક વર્ષો વીતવા જ જોઈએ એવી વયની યોગ્યતા અમારી દૃષ્ટિએ વધુ મહત્વની નથી. પરમ પૂજ્ય મુનિરાજે અને વિદ્વાનોનો સાથ મળતો રહે તે અલ્પ સમયમાં પણ ઘણી સારી પ્રગતિ સાધી શકાય એમાં લેશમાત્ર શંકા નથી. અને એટલા માટે બીજા વર્ષમાં પ્રવેશ કરતી વખતે કેટલીક વસ્તુ કહેવાની પ્રાપ્ત થાય છે :
પુરાતન ઈતિહાસ અને સ્થાપત્ય” શીર્ષક એક ચાલુ પ્રકરણ એ આશયથી શરુ કરવામાં આવ્યું હતું કે કડકડતી ટાઢ અને ધગધગતા તડકામાં ઉઘાડે પગે અને ઉઘાડે માથે, ભારતના અનેક પ્રદેશોમાં વિચરીને પરમાત્મા મહાવીરદેવને ધર્મ-સંદેશ જનતાને પહોંચાડતા આપણું પૂજ્ય મુનિરાજે પોતાના વિહાર દરમ્યાન તે તે પ્રદેશમાંનાં જૈન સ્થાપત્યોનું નિરીક્ષણ-પરીક્ષણ કરે અને તેને પ્રમાણભૂત અહેવાલ તથા પિતાની ધર્મક્રિયામાં રત રહી અહર્નિશ અધ્યયન, અધ્યાપન અને સાહિત્ય–સેવન કરતી વખતે આપણા પૂર્વજોની જે યશોગાથાઓ નજરે પડે તેને ઇતિહાસ આ માસિક દ્વારા લોકોને પહોંચાડે ! પરંતુ અમારો આ આશય જેવો અમે ઇચ્છીએ તેવો સફળ થયો નથી, અતિ નમ્રભાવે અમે સર્વ પૂજ્ય મુનિરાજોનું અને વિદ્વાનેનું ધ્યાન એ તરફ દેરીએ છીએ અને એ પ્રકરણે વધુ સમૃદ્ધ બને એવું સાહિત્ય મોકલતા રહેવાની વિનંતિ કરીએ છીએ.
આપણું પૂજ્ય મુનિસમુદાયમાં અત્યારે અનેક વિદ્વાનો વિદ્યમાન છે અને તેઓ સારામાં સારા લેખે આપી શકે એમ છે, પણ તે બધાની વિદ્વત્તાની પ્રસાદી મેળવવા આ
For Private And Personal Use Only