SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃતદેવતાને અંગે લેખકશ્રીયુત પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડીયા, એમ. એ. પ્રસ્તાવ-ઈ. સ. ૧૯૨૭માં શ્રી આગોદયસમિતિ દ્વારા જે શ્રી ભક્તામરતેંત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહને દ્વિતીય વિભાગ પ્રસિદ્ધ થયો છે તેનું સંપાદન - કાર્ય કરતી વેળા મૃતદેવતાનું સ્વરૂપ, એને લગતાં સ્તોત્રો ઈત્યાદિ વિવિધ હકીકતો મેં એક નિબંધરૂપે તૈયાર કરી હતી. તેમાંનો થોડોક ભાગ ઉપર્યુક્ત પુસ્તકની પ્રસ્તાવના (પૃ. ૨૯-૩૮) માં “શ્રી સરસ્વતી દેવીનાં સ્તોત્રો ” એ શીર્ષક હેઠળ અને કેટલોક ભાગ ક થી છ એમ સાત પરિશિષ્ટો દ્વારા આયો હતો. ત્યારબાદ આજે ફરીથી એ નિબંધમાં થોડોક ભાગ અત્ર રજુ કરું છું. એમ કરવામાં આ માસિકના છેલ્લા અંક (પૃ. ૪૩૩ ) માં “ શ્રી વાદેવીસ્તોત્ર” એ નામથી જે લેખ અપાયો છે તેમાં “સંપાદક' એવા ઉલ્લેખપૂર્વક કરાએલી નેંધ નિમિત્તરૂપ બની છે, કેમકે ત્યાં એમ લખાયું છે કે “કઈ સ્થળે એ પ્રગટ થયું હોય એવું જાણવામાં નહિ હોવાથી અહિં એ આપ્યું છે. ” પરંતુ આ ખલના છે." આ પ્રમાણેના પ્રાસ્તાવિક ઉલ્લેખ પૂર્વક હે મૃતદેવતા વિષે હવે થોડોક નિર્દેશ ૧. આ ઉપરથી જોઈ શકાશે કે શ્રી જૈન સત્ય પ્રકાશ (અં, ૭, પૃ. ૨૨૮ ) માં શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબે દે. લા. જૈન પુસ્તકોદ્ધારક ફંડ, સુરત દ્વારા પ્રકાશિત” એમ લખ્યું છે તે ભૂલ છે. ૨. આમાં સરસ્વતી-કાતામર, શાતિ-ભક્તામર અને પાર્થભક્તામર એમ ત્રણ કૃતિઓ આપેલી છે અને તે, શ્રી ધર્મસિંહસૂરિને હાથે રચાયેલી છે. ૩. શ્રી જૈનસત્ય પ્રકાશ (અં. ૭, પૃ. ૨૨૬ ) માં શ્રીયુત નવાબે અવતરણરૂપે આપેલા શ્લોકે આ પ્રસ્તાવના (. ૩૬-૩૭) માં આપેલા છે, એટલું જ નહિ, પરંતુ તેને ગુજરાતી અનુવાદ પણ ત્યાં આપેલો છે. ૪. આ પરિશિષ્ટોમાં માતાજીન્દર, શ્રી શારલાઇન્, છીમારતીeતવનમ્, ચોસરસ્વતી તેત્ર, શ્રીરાલાલૅમ્, શ્રી સરસ્વતીતવ: અને શ્રીરાજરાતુતિ : એમ સાત શીર્ષક હેઠળ સાત સ્તોત્રો ગુજરાતી અનુવાદ સહિત અપાયેલાં છે. આમાંના કેટલાંક અવતરણે શ્રીયુત નવાબે “સરસ્વતી -પૂજા અને જેને ” એ લેખમાં આપ્યાં છે. દાખલા તરીકે જુએ એમના લેખ (પૃ. ૨૨૯) ગત ૧૨, ૧૩ અને ૧૪ થી અંકિત અને પૃ. ૨૫૯ ગત ૧૫ થી અંકિત પવો. ૫. આ સંબંધમાં એટલું જ કહેવું બસ થશે કે શ્રીમારતીતવનમ' એ શીર્ષક પૂર્વક સંપૂર્ણ શ્રીવાવીરતાત્ર એના ગુજરાતી અનુવાદ અને મંત્ર સહિત “શ્રીભક્તામરરોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહને દ્વિતીય વિભાગ” નામક પુસ્તકના ગ. પરિશિષ્ટરૂપે પૃ. ૧૯૪-૧૯૬ માં અપાયેલું છે. For Private And Personal Use Only
SR No.521513
Book TitleJain Satyaprakash 1936 07 SrNo 13
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy