SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ શ્રી જૈન સત્ય પ્રકાશ શ્રાવણ આ ચિત્રની આકૃતિ જાણે એક જ ઝટકે આલેખવામાં આવી હોય એમ લાગે છે, છતાં તેની પાછળ સ્વરૂપનું સંપૂર્ણ ભાન પ્રત્યક્ષ દેખાય છે, એ, કલાકારનું પછી ઉપરનું અદ્દભુત પ્રભુત્વ અને છટા બતાવી આપે છે. વૃત્તાંતની વિગત જરા પણ ચૂક્યા વિના આલેખાએલાં સુશોભન અને સુચનાના નમૂનારૂપ આ ચિત્ર છે. તેમાં યે દેવીની ઊભી મૂર્તિનું દેહસૌષ્ઠવ અને અંગભંગ અલૌકિક પ્રકારનાં છે. ચિત્ર ૨. આ ચિત્રની પ્રતિકૃતિ માટે પણ “જૈનચિત્રકલ્પકુમ' ગ્રન્થમાં ચિત્ર નં. ૩૮ જેવા ભલામણ છે. આ ચિત્રવાળી પ્રત વડોદરા શહેરની નજીક (ફકત ચાર જ માઈલ દૂર આવેલા છાણ ગામના ભંડારમાં ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી-શાસ્ત્ર સંગ્રહમાં આવેલી છે. આ પ્રતમાં દેવી સરસ્વતીના ચિત્ર ઉપરાંત બીજા વીશ ચિત્રો જેવાં કેઃ સોળ વિદ્યાદેવીઓનાં સોળ ચિત્રો, લક્ષ્મીદેવીનું એક ચિત્ર, બ્રહ્મશાંતિ યક્ષનું એક ચિત્ર, કદિ યક્ષનું એક ચિત્ર અને દેવી અંબિકાનું એક ચિત્ર મેલીને કુલ એકવીશ ચિત્રો ચીતરેલાં છે. જે સઘળાંએ ચિત્રો પહેલી જ વાર “જૈનચિત્રક૯૫દ્ર મ” નામના ગ્રંથમાં નંબર. ૧૬ થી ૩૬ સુધીમાં છપાએલાં છે અને સાથે સાથે દરેક દરેક ચિત્ર ઉપર વિસ્તારથી વિવેચન “ચિત્રવિવરણ” વિભાગમાં કરેલું છે, જે જૈનમૂર્તિવિધાન શાસ્ત્રના અભ્યાસીઓને મહત્ત્વનું , જોઈ જવા મારી ખાસ ભલામણ છે. આ ચિત્રમાં પણ સરસ્વતી દેવીને ચાર હાથ છે. ચિત્રની પૃષ્ઠભૂમિ ઘેરા રાતા રંગની; તેણીના ઉપરના જમણા હાથમાં કમળનું ફૂલ, તથા ઉપરના ડાબા અને નીચેના જમણા હાથમાં વીણા; અને નીચેના ડાબા હાથમાં પુસ્તક; કમલના આસન ઉપર ભદ્રાસનની બેઠકે બેઠક; વાહન હંસનું બતાવવા માટે બેઠકની નજીક હંસપતીનું ચિત્ર ચીતરેલું છે. ચિત્રનું કદ ૨૪૨૩ ઈચનું છે. આ ચિત્રની આકૃતિ ઘણી ત્વરાથી દેરાએલી હોવા છતાં ચિત્રકારની કુશળતા રજુ કરે છે. દેવીના હાથમાં જે છટાભરી રીતે ચિન્હો રજુ કરેલ છે તેમાં કલાષ્ટિ સ્પષ્ટ તરી આવે છે. વળી ચિત્રકારે દેવીને આકાશમાં ગમન કરતી બતાવવા માટે તેણીના ઉત્તરીય વસ્ત્રના છેડા બંને બાજુએ હવામાં ઊડતા દેખાડયા છે. આ પ્રત વિ. સં. ૧૨૧૮ (ઈ. સ. ૧૧૬૧ ) માં પરમહંત મહારાજા કુમારપાળના સમય દરમ્યાન લખાએલી છે. ચિત્ર ૩. આ ચિત્રની પ્રતિકૃતિ માટે અમેરિકાના ફિલાડેલીઆ નામના શહેરમાંથી પ્રસિદ્ધ થતા Eastern Art નામના પત્રના ઈ. સ. ૧૯૩૦ ની સાલના વાર્ષિક અંકના ૨૩૭ ની સામી બાજુએ અગર ઈ. સ. ૧૯૩૩ની સાલમાં મિ. બ્રાઉન દ્વારા સંપાદિત The Story of Kalak નામના ગ્રન્થની ચિત્ર–લેટ નં. ૨ માં ચિત્ર નં. ૬ જૂઓ. આ ચિત્ર તથા બીજાં પાંચ ચિત્રો મળી કુલ છ ચિત્રવાળી સાવગપડિક્કમણુસુપ્તચૂર્ણ (શ્રાવકપ્રતિક્રમણ સૂત્રચૂર્ણિ) ની પ્રત અમેરિકાના બોસ્ટન મ્યુઝિયમનાં હિંદી કલાવિભાગના સંગ્રહમાં છે. આ પ્રતની અંતે એક ઐતિહાસિક પુપિકા વિ. સં. ૧૩૧૭ ની છે જે અક્ષરશઃ નીચે પ્રમાણે છે – For Private And Personal Use Only
SR No.521513
Book TitleJain Satyaprakash 1936 07 SrNo 13
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy