________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
brial
g
irl/
AAAgree! ના
પ્રકરણ : ૪ પ્રકાર
સરસ્વતી - પૂજા અને જૈનો લેખક-શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ (આર્કિયોલોજિકલ ડીપાર્ટમેન્ટ, વડોદરા)
(ગતાંકથી ચાલુ) વિભાગ ૧. મૂર્તિઓ (ચાલુ):
મૂર્તિ નં. ૧૧-૧૨-૧૩–ગયા જેઠ માસમાં તા. ૭-૬-૩૬ ને રવિવારના રોજ હું વડોદરા રાજ્યના તાબાના સિનેર મુકામે બિરાજતા દક્ષિણવિહારી પૂજ્ય મુનિમહારાજ શ્રી અમરવિજયજી તથા તેઓશ્રીના વિદ્વાન શિષ્ય મુનિ મહારાજ શ્રી ચતુરવિજયજીને વંદના સુખ શાતા પૂછવા માટે ગયો હતો તે વખતે ઉપાશ્રયની નજીક પગથી ઉતરીને જમવાની વાડી તરફ જવાય છે તે વાડીમાં જતાં પગથી ઉતરતી વખતે મારી નજર પગથી નજીકની ભિંત ઉપર અનાયાસે પડી, અને નજર પડતાં જ ઉપર્યુક્ત મૂર્તિઓ નં. ૧૧-૧૨-૧૩ મારા જોવામાં આવી. ને તે મૂતિઓની બારીક તપાસ કરતાં મારા જાણવામાં આવ્યું કે આ ત્રણે મૂર્તિઓ દેવી સરસ્વતીની છે. ભૂતકાળમાં થઈ ગએલા કોઈ સરસવતી ભક્ત આ ત્રણ મૂતિઓ ભવિષ્યની પ્રજાને ઉપાસના કરવા માટે બનાવરાવી હશે, પરંતુ આજે તે મૂતિઓની આવી રીતની દુર્દશા જોઈને ક્યા સરસ્વતી ભકતને દુ:ખ ન થાય ?
આ ત્રણે મૂર્તિઓ ખારા પત્થરની બનેલી છે, અને લાઈનબંધ ભિંતમાં જડી દેવામાં આવેલી છે. દરેક મૂતિને ચાર હાથ છે, અને દરેક મૂર્તિઓના ઉપરના જમણી તથા ડાબા હાથમાં કમળનું ફૂલ છે તથા નીચેના જમણા હાથમાં અસૂત્ર (માળા) તથા ડાબા હાથમાં કમંડલુ છે અને ત્રણે મૂર્તિઓ પદ્માસનસ્થ છે. દરેક મૂર્તિની બાજુમાં એકેક ભકત સ્ત્રી પૂજાની ઝારી લઈને ઊભી રહેલી જણાઈ આવે છે. આવી જ-ભિંતમાં જડેલી-એક મૂર્તિને હું ગયા અંકમાં મૂર્તિ નં. ૩ તરીકે ઉલ્લેખ કરી ગએલે છું.
આ ત્રણે મૂર્તિઓ વિષે તે કયાંથી આવી વગેરે પૂછપરછ કરતાં મને માલુમ પડયું કે સિનોરના પ્રાચીન જૈન દેરાસરનો જીર્ણોદ્ધાર કરતી વખતે આ મૂર્તિઓ કોની છે તે વિષેની બરાબર તપાસ નહિ કરતાં છુટી રખડતી પડી રહી હતી તેનો ઉપયોગ અહીંયાં ભિંતમાં જડી દેવામાં કરવામાં આવ્યો છે. આવી રીતે જૈન દેવ દેવીઓની કેટલી મૂર્તિઓનો દુરુપયોગ થયો હશે તે કણ કહી શકે તેમ છે? - મુસલમાનોને અગર વિધર્મીઓના આક્રમણથી જમીનદોસ્ત થએલાં જિનમંદિરોનાં કળાવશે, જમીનમાંથી ખોદ કામ કરતાં ઘણા સ્થળેથી મલી આવતી જૈન તીર્થકરોની તથા જૈન દેવ-દેવીઓની ખંડિત મૂનિઓ, શિલાલેખ વગેરેનો સંગ્રહ કરવા માટે અમદાવાદ જેવી જૈન–પુરીના જૈન–શ્રીમાનો કટિબદ્ધ થઈને ભૂતકાલીન જૈન ઇતિહાસના ખૂટતા અંકડાઓ સાચવી-સંગ્રહી રાખવા ઉજમાળ થશે?
For Private And Personal Use Only