SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિહારસ્તવ સ્તવ અનિયન લિધવિરાટ લેખક:– મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી ગત વર્ષમાં પાટણમાં સ્થિરતા દરમ્યાન મુનિરાજ શ્રી જયવિજયજીએ બે પાનાની એક પ્રત બતાવી. સુંદર અક્ષરે, પડીમાત્રાવાળી લિપિ, દરેક પૃષ્ટમાં ૧૧–૧૧ લાઈ અને પાનાનાં માર્જિનમાં લખેલું “વિનંત ” પરતું પ્રતિ વાંચતાં માલુમ પડ્યું કે આમાં હીરવિહારનું વર્ણન છે. “સૂરિશ્વરે અને સમ્રામાં હીરવિજયસૂરિ સંબંધી જે કંઈ સામગ્રી ઉપલબ્ધ થએલી, તેનો ઉપયોગ કરે. પરંતું મને લાગ્યું કે આ હીરવિહારસ્તવ' તે વખતે પ્રાપ્ત નહિ થએલું, મારી જોવામાં આવેલું નહિ. આ પુસ્તકનો પ્રારંભ આમ કરવામાં આવેલો છે; ॥०॥ महोपाध्याय श्री ५ नेमिसागरगणिगुरुभ्यो नमः। “સરસતી ભગવતી ભારતી એ, સમરી સારદ માય; રચસિઉં હીરવિહારસ્તવન, વર દિઓ મુઝ માય” inલા પ્રતિ અધૂરી છે. એની અંતિમ કડીઓ નથી, એટલે રચ્યા સંવત કે બનાવનારનું નામ માલુમ નથી પડતું. છતાં મથાળે કરેલા મંગળાચરણે ઉપરથી જેમ એ અનુમાન કરી શકાય છે કે આના બનાવનાર નેમિસાગરગણિના શિષ્ય હેવા જોઈએ, તેમ આમાં આપેલા વર્ણનમાં એક પ્રતિષ્ઠાનો સંવત આ પ્રમાણે આપ્યો છે: સંવત સેલ છહુરિ જ્યેષ્ઠ શુદિ ચઉથિ ગુરૂવાર, કરિએ પ્રતિષ્ઠા હર્ષઢું મૂરતિ ત્રિણિ ઉદાર રે એટલે સંવત ૧૬૭૬ ના જોઇ શુદિ ૪ ના સમય પછી આ “સ્તવન બન્યું છે, એ ચક્કસ થાય છે. કવિતાને વિષય એના નામ ઉપરથી સ્પષ્ટ થાય છે. આમાં હીરવિર – એટલે હીરવિજયસૂરિનું મંદિર અથવા મૂર્તિઓની જ્યાં જ્યાં પ્રતિષ્ઠા થઈ હોવે, એનું વર્ણન છે. જો કે “વિહાર' શબ્દથી આપણે “મંદિર” સમજીએ, પરંતુ આંજીકાલની માફક કોઈ પણ પૂર્વાચાર્યનું સ્વતંત્ર મદિર-ગુરુમંદિર પહેલાં બન્યું હોય એવું પ્રાયઃ જોવામાં નથી આવતું. બેશક પૂર્વાચાર્યોની મૂર્તિઓ મોટી સંખ્યામાં સ્થાપન થએલી જોવાય છે. એટલે આમાં “હીરવિહારસ્તવન’ કહેતૃમાં આવ્યું છે તે “વિહારથી તે મંદિરનું વર્ણન સમજવું જોઈએ કે જેમાં હીરવિજયસૂરિની મૂર્તિ સ્થાપન થઈ હોય. પરંતુ તે મંદિર મુખ્ય તે જિનેશ્વર ભગવાનનું જ હેય. આવાં જે કેટલાક સ્થળોએ હીરવિજયસૂરિની મૂર્તિઓ સ્થાપન થએલી એનું વર્ણન આમાં જોવાય છે. કવિએ આબુમાં હીરવિહાર હોવાનું જણાવ્યું છે તે પ્રમાણે અત્યારે પણ હીરવિજયસુરિની ઘણી મનહર ત્યાં મૂર્તિ વિરાજમાને છે. કવિએ બીજે જયાં જ્યાં હતવિજયસૂરિ વિહાર (મૂર્તિવાળુ મંદિર) હેથાનું લખ્યું છે, તેમાં પણ રાજનગરખેલત, સુરત, નિજામપુર (જે પૂર્વ દિશામાં બતાવવામાં આવ્યું છે), આ મુખ્ય છે. એમાં સુરતના For Private And Personal Use Only
SR No.521513
Book TitleJain Satyaprakash 1936 07 SrNo 13
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy