________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ શ્રી સ્તંભન પાર્શ્વનાથ
૩૯૩ આપત્તિના સમયમાં સવને મૂકવું ન જોઈએ. એ સાંભળી શેઠે કહ્યું કે મને વિશેષ ચિંતા લેખ બની ગયે તેની જ છે. બીજાની નથી. ત્યારે બ્રાહ્મણને તે યાદ હોવાથી, શરુઆતથી માંડીને તિથિ, વાર, નક્ષત્ર, વરસ, રકમ સહિત, વર્ણ, જાતિના નામ અને વ્યાજ સહિત મૂવદ્રવ્યની સંખ્યા સાથે ખડીથી તેઓએ તે લેખ લખી બતાવ્યું. તેની ઉપરથી શેઠે ચેપડામાં ઉતારે કરી લીધો, અને બ્રાહ્મણને ઉપકાર માની ઘણે જ આદરસત્કાર કરવા પૂર્વક તે બંને બ્રાહ્મણને પોતાને ત્યાં રાખી ઘણું સુખી બનાવ્યા.
એક વખત શેઠ વિચાર કરવા લાગ્યા કે–એ બંને બ્રાહ્મણે મારા ગુરુના શિષે થાય તો શ્રી જેનેન્દ્રશાસનને ઘણું જ દીપાવે.
હવે સપાદલક્ષ દેશમાં આવેલા કુપુર નામના નગરમાં અલ્લરાજાને પુત્ર ભુવનપાલ નામે રાજા રાજ્ય કરતે હતો. તે નગરમાં શ્રી વર્ધમાનસૂરિ નામના આચાર્ય મહારાજા હતા, કે જેમણે સિદ્ધાંતના અભ્યાસથી સંસારનું સાચું સ્વરૂપ સમજીને ચોરાશી ચિત્યોને ત્યાગ કર્યો હતો. એક વખત તે સૂરિજી ધારાનગરીમાં પધાર્યા. આ બીના સાંભળી ઘણું જ ખૂશી થઈને, પૂર્વે જણાવેલા બંને બ્રાહ્મણોને સાથે લઈને, શેઠ લક્ષ્મીપતિ ગુરુમહરાજને વંદન કરવા આવ્યા. વંદન કરી શેઠ ઉચિત સ્થાને બેઠા અને તે બ્રાહ્મણે પણ બને હાથ જોડીને ત્યાં બેઠા. બ્રાહ્મણને ઉદ્દેશીને શ્રી ગુરુમહારાજે કહ્યું કે –
આ બંનેની અસાધારણ આકૃતિ સ્વપરને જીતનારી છે.' ગુરુજીનું એ વચન સાંભળીને તે બંને બ્રાહમણ ગુરુના સામું જોઈ રહ્યા. એથી ગુરુજીએ તેમને વ્રતગ્ય સમજી લીધા. પછી અવસરે ગુરુએ તેમને દીક્ષા આપી. મહાતપસ્વિ એવા તે બંનેને ભેગના વહન પૂર્વક સિદ્ધાંતને અભ્યાસ કરાવ્યું અને તેમને ચગ્ય જાણીને ગુરુએ સૂરિપદ આપીને સ્વપટ્ટધર બનાવ્યા. અને તેઓ શ્રી જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એવા નામથી પ્રસિદ્ધ થયા.
અનુક્રમે વિહારને માટે અનુજ્ઞા આપવાના પ્રસંગે શિખામણ દેતાં શ્રી ગુરુમહારાજે જણાવ્યું કે- પાટણમાં ચૈત્યવાસી યતિવર્ગ સુવિહત મુનિઓને ત્યાં રહેવા ન દેતાં વિન્ન કરે છે. શક્તિ અને બુદ્ધિથી તમારે તે જુલમને અટકાવ, કારણ કે આ કાળમાં તમારા જેવા બીજા બુદ્ધિશાલિઓમાં શિરોમણિ કે ભાગ્યે જ હશે. એમ ગુરુવચનને વધાવી લેઈ, સપરિવાર બંને સૂરિજી મહારાજે ગુજરાત તરફ વિહાર કરતાં, અનુકમે પ્રાચીન શ્રી પાટણ શહેરમાં પ્રવેશ કર્યો. ત્યાં શુદ્ધ ઉપાશ્રયની ઘણી તપાસ કરતાં પણ મુશ્કેલી જાણી. છેવટે બંનેને ગુરુજીનું વચન યાદ આવ્યું. આ વખતે મહા પરાક્રમી અને નીતિશાલિ દુર્લભરાજ નામે રાજાનું રાજ્ય હતું. અહીંના રહીશ એક સોમેશ્વરદેવના ઘેર તે બંને સૂરિજી મહારાજ ગયા. ત્યાં તેમણે
For Private And Personal Use Only