________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
શ્રી જન સત્ય પ્રકાશ ઇલસ્ટ્રેશન્સ ઓફ એનર્ચંટ આર્કિટેકચર ઈન હિન્દુસ્તાન” નામના પુસ્તકમાં લખે છે કે આ મંદિરમાં જે સંગમમનું કામ છે તે અત્યંત પરિશ્રમ સહન કરનારા હિન્દુઓના ટાંકણાથી બનાવેલ છે. તે બારીક મનોહર આકૃતિની નકલ કાગલ પર બનાવવા માટે, ઘણે સમય તથા પરિશ્રમથી પણ, હું શક્તિમાન ન થઈ શક્યો.
અહીંના ઘુંમટની કારીગરી માટે કર્નલ ટોડ સાહેબ લખે છે કે આનું ચિત્ર તૈયાર કરવામાં લેખણ થાકી જાય છે અને અત્યંત પરિશ્રમ કરવાવાલા ચિત્રકારની કલમને પણ મહાન શ્રમ પડે છે. | ગુજરાતની પ્રસિદ્ધ, અતિહાસિક રાસમાલાના કર્તા ફાર્બસ સાહેબ વિમલશાહ અને વસ્તુપાલ તેજપાલનાં મંદિરોના વિષયમાં લખે છે “ આ મંદિરોની બેદાઈના કામમાં સ્વાભાવિક નિર્જીવ પદાર્થનાં ચિત્રો બનાવેલ છે એટલું જ નહિ પણ સાંસારિક જીવનના દો, વ્યાપારિક તથા નૌકાશાસ્ત્ર સંબંધી તથા યુદ્ધોનાં ચિત્રો પણ ખે દેલ છે. આ મંદિરની છતમાં જૈનધર્મની અનેક કથાઓનાં ચિત્રો પણ છે.”
અચગઢ-અહિં રાન્તિનાથનું જૈન મંદિર છે જેને ગુજરાતના સોલંકી રાજા કુમારપાળનું બવેલ બતાવે છે. આ મંદિરમાં ત્રણ મૂર્તિઓ છે જેમાંની એક પર ૧૩૦૨ (ઈસ. ૧૨૪૫) ના લેખ છે. કુંથુનાથનું મંદિર છે તેમાં ઉક્ત તીર્થકરોની પીતલની મૂર્તિઓ છે અને તે વિસ. ૧૫ર૭ (ઇ.સ. ૧૪૭૦)માં બનેલ છે. ઉપર શિખર પર પાર્શ્વનાથ, નેમનાથ અને આદિનાથ માં જૈન મંદિરો છે. આદિનાથનું મંદિર ચૌમુખજીના મંદિર તરીકે પ્રસિદ્ધ છે અને તે બે માળનું છે. તે બન્ને માળામાં મોટી મોટી ધાતુની ચાર ચાર મૂર્તિઓ છે. આ સ્થાનને લોકે “નવંતા જોધ” કહે છે. આ મંદિરમાં ૧૪ ધાતુની પ્રતિમાઓ છે જેનું વજન ૧૪૪૪ મણ હોવાનું જનો માને છે. આ દરેકમાં મહારાણા કુંભકર્ણ (કુંભા) ના સમયની વિ.સ. ૧૫૧૮ (ઈ સ. ૧૪૬૧) માં બનેલ પ્રાચીન મૂતિ ઓ છે. આ એરીયા– અહિં મહાવીર સ્વામીનું જૈન મંદિર છે જેમાં પાર્શ્વનાથ અને શાંતિનાથની મૂર્તિઓ છે.
૨. કર્નલ ટેંડ સાહેબના વિલાયત પહોંચ્યા પછી મિસિસ વિલિયમ હંટર બ્લેરે નામની એક બાઈએ પિતે તૈયાર કરેલ વસ્તુપાલ તેજપાલના મંદિરના ઘુંમટનું ચિત્ર ટોડ સાહેબને આપ્યું જેથી તેઓને બહુ હર્ષ થયા અને તે બાઈની તેમણે એટલી કદર કરી કે પોતે બનાવેલ “ટ્રાવેલ્સ ઇન વેસ્ટ ઇન્ડિયાનામનું પુસ્તક તેને અર્પણ કર્યું અને તેને કહ્યું કે “તમે આબુ ગયા એટલું જ નહિ પણ આબુને ઈંગ્લાંડમાં લઈ આવેલ છે.” તે જ સુંદર ચિત્ર તેઓએ પોતાના ઉક્ત પુસ્તકના પ્રારંભમાં આપેલ છે.
For Private And Personal Use Only