SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૨ શ્રી જૈન સત્ય પ્રકાશ વૈશાખ ઉદયપુરનાં મંદિરમાં એક બીજું પ્રસિદ્ધ અને આકર્ષક મંદિર છે ચાગાનનું મંદિર. આ મંદિરમાં ખાસ વિશેષતા એ છે કે – આમાં મૂળનાયક આવતી ચોવીસીના પ્રથમ તીર્થકર શ્રી પદ્મનાભપ્રભુની બેઠેલી લગભગ ૪-૫ ફૂટની મોટી પ્રતિમાં છે. પ્રતિમા ભવ્ય અને મનહર છે. હેમ કવિએ પણ ઉપરના વર્ણનમાં આ મંદિરને અને આ મૂર્તિને ઉલ્લેખ કર્યો છે. આ વિશાળ મૂર્તિના પબાસણ ઉપર જે લેખ છે તેને સાર આ છે “સંવત ૧૮૧૯ ના માહા સુદિ ૯ બુધવારે, મહારાણુ શ્રીઅરિસિંહજીના રાજત્વ કાલમાં, ઉદયપુરના રહેવાસી, ઓસવાલવંશીય, વૃદ્ધશાખીય, નવલખા ગોત્રીય શાહ માનના પુત્ર કપૂરચંદે, ખરતરગચ્છીય દેસી કુશલસિંહજી, તેમની ભાર્યા કસ્તુરબાઈ તેમની પુત્રી માણેકબાઈ, એમની સહાયતાથી આ બિંબ કરાવ્યું, અને ખરતગચ્છીય શ્રીહરીસાગર ગણિએ પ્રતિષ્ઠા કરી.” આ લેખ ઉપરથી સમજાય છે કે આ મંદિર અતિ પ્રાચીન તે નથી જ. લગભગ પણ બસો વર્ષનું જૂનું કહી શકાય. જે મહારાણાના સમયમાં આ મંદિરની પ્રતિષ્ઠા થઈ છે, તે મહારાણા શ્રીઅરિસિંહજી નો સમય સં ૧૮૧૭ નો છે. આ મહારાણા શ્રીઅરિસિંહજી ત્રીજાના નામે ઓળખાય છે. પહેલાં કહેવામાં આવ્યું છે તેમ ઉદયપુરમાં લગભગ ૩૫-૩૬ મંદિર છે. વીસ વર્ષ ઉપર આ મંદિરોની જે વ્યવસ્થા હતી, સફાઈ અને સુંદરતી હતી, એમાં અત્યારે ઘણું અંતર પડયું છે. ઘણાં મંદિરોની વ્યવસ્થા, સુંદરતા, સફાઈમાં વધારો થયો છે, છતાં હજુ પણ કોઈ કાઈ મંદિરે એવાં છે કે જેમાં ઘણી આશાતના થતી હોય એમ જોવાય છે. જે મંદિરો લાગણીવાળા શ્રદ્ધાળ ગૃહ કિવા કમીટીના હાથમાં છે, તેમાં જરૂર સુધારો થયો છે, પરંતુ જે મંદિર સ્થાનકવાસીના હાથમાં યા લગભગ માલિક રહિત જેવી અવસ્થામાં છે, એવાં મંદિરોમાં અવ્યવસ્થા ને આશાતના વધારે દેખાય છે. પરંતુ ઉદયપુરની ચંતામરમહાસભાના ઉદ્દેશ પ્રમાણે ધીરે ધીરે આ મંદિર, જે મહાસભા સાથે સંબંધિત કરવામાં આવશે, તો એ આશા રાખી શકાય છે કે, એક વખત ઉદયપુરનાં અને તેની આસપાસનાં તમામ મંદિરમાંથી આશાતના દૂર થશે. ખુશી થવા જેવું છે કે શ્રીમાન શેઠ રોશનલાલ સાચતુરે પોતાના હાથ નીચેની વહિવટવાળી ધર્મશાળા અને ૫-૬ મંદિરો મહાસભા સાથે સંબંધિત કરી દીધેલ છે. આવી રીતે બીજાં મંદિરો અને બીજી સંસ્થાઓના વહિવટદારો, મહાસભાના નિયમ પ્રમાણે, પિતાનું મેનેજમેંટ કાયમ રાખી, તે તે મંદિર અને સંસ્થાઓ મહાસભા સાથે સંબંધિત કરશે તે જરૂર વ્યવસ્થા સુધરશે. મહાસભાના કાર્યકર્તાઓએ પણ મહાસભાના ઉદ્દેશની પૂર્તાિને માટે બનતા પ્રયત્ન કરવામાં પ્રમાદ ન સેવે અને ધીરે ધીરે કાર્ય આગળ વધારવું. ઉદયપુરનાં તમામ મંદિરના શિલાલેખોનો સંગ્રહ યતિવર્ય શ્રીમાન અનૂપચંદજીએ કર્યો છે. આ સંગ્રહ બહાર પડવાથી ઘણે પ્રકાશ પડવા સંભવ છે, For Private And Personal Use Only
SR No.521510
Book TitleJain Satyaprakash 1936 04 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy