________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३०४ શ્રી જૈન સત્ય પ્રકાશ
ચૈત્ર ચમત્કારી છે. મૂર્તિની ચમત્કારિકતાનું જ કારણ છે કે અહીં શ્વેતામ્બર કે દિગમ્બર, બ્રાહ્મણ કે ક્ષત્રિય, બલકે હલકી વર્ણના લોકો પણ દર્શનપૂજન માટે આવે છે. કેશરિયાજીની મૂર્તિનો આકાર શ્વેતામ્બર માન્યતા પ્રમાણે છે. શ્વેતાંબર તરફથી જ ધ્વજાદંડ ચઢાવાય છે. કેશરિયાજી ઉપર કેશર ચઢાવાય છે. સ્વર્ગસ્થ મહારાણાજી શ્રી ફતેહસિંહજીએ શ્વેતાંબરોની માન્યતા પ્રમાણે જ પોતાના તરફથી સવાલાખની આંગી ચઢાવી હતી. અને અનેક શિલાલેખે ધનારના મળે છે. આ બધી બાબતે સ્પષ્ટ સિદ્ધ કરે છે કે આ તીર્થ શ્વેતામ્બરોનું જ છે. અસ્તુ, તીર્થ પ્રાચીન અને પવિત્ર છે. આ તીર્થના સંબંધમાં શ્રીયુત ચંદનમલજી નાગરીએ અનેક પ્રમાણે આપી એક પુસ્તક બહાર પાડયું છે !
ઉદયપુર ચિત્તોડ રેલવેના કરડા સ્ટેશનથી લગભગ અર્ધા–પણ માઈલ દૂર સફેદ પાષાણુનું, પાર્શ્વનાથ ભગવાનનું એક સુવિશાલ મંદિર બનેલું છે. આ મંદિર ક્યારે બન્યું, એ સંબંધી કેઈ લેખ પ્રાપ્ત થતો નથી, પરંતુ અહિંની બાંધણી જોતાં અનુમાની શકાય છે કે – આ મંદિર ઘણું જૂનું છે. આ મંદિરનો ગમંડપ એટલો બધે વિશાળ અને ભવ્ય છે કે – મેવાડની અમારી મુસાફરીમાં આ રંગમંડપ બીજે ક્યાંય જોવામાં આવ્યો નથી. આ મંદિરમાંથી પ્રાપ્ત થતાં શિલાલેખો શ્રીયુત પૂરણચંદ્રજી નાહરે લીધા છે. તે અગિયારમી શતાબ્દિથી લઈને ઓગણીસમી શતાબ્દિ સુધીના લે છે. આમાંના ઘણાખરા લેખ ધાતુની પંચતીથી આદ ઉપરના હાઈ. તે કરેડાની સ્થાપિત મૂત્તિઓ છે, એમ કહી શકાય નહી. હા, બાવનજિનાલયની દેરિઓની પાટ ઉપરના જે શિલાલેખો છે, તે કરેડાના લેખો કહી શકાય. આ લેખમાં સૌથી જૂનામાં જૂને લેખ સંવત ૧૦૩૯ નો છે અને બીન યાદમી તથા પંદરમી શતાબ્દિના છે. સંવત્ ૧૦૩૯નો શિલાલેખ એ બતાવે છે કે – સડેરક ગછીય શ્રી યશોભદ્રસૂરિજીએ પાર્શ્વનાથના બિંબની પ્રતિષ્ઠા કરી હતી. જે આ પ્રતિષ્ઠા અહીં જ કરેડામાં જ કરી હોય તો એ નિશ્ચિત થાય છે કે – કરેડા – અને આ મંદિર બહુ જૂના હાવાં જોઈએ. અહિંથી મળતા શિલાલેખોમાં એ શિલાલેખ એકાદ જ દેખાય છે કે – જેમાં કરેડાનું નામ આવે છે. આ શિલાલેખ સંવત ૧૪૯૬ ના જેઠ સુદ ૩ બુધવારને છે; ઉકકેશવંશીય નાહરગેત્રીય એક કુટુંબે પાર્શ્વનાથના મંદિરમાં વિમલનાથની દેવકુલિકા કરાવી, અને ખરતરગચ્છીય જિનસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. એ એને ભાવ છે. કરેડાના આ મંદિરમાં એક બે ખાસ વિશેષતાઓ છે.
રંગમંડપના ઉપરના ભાગમાં એક તરફ મરદનો આકાર બનાવવામાં આવેલ છે. આના સંબંધમાં એમ કહેવાય છે કે બાદશાહ અકબરે જ્યારે અહિં આવેલા, ત્યારે તેણે આ આકૃતિ બનાવરાવી હતી, એવા અભિપ્રાયથી કે કોઈ મુસલમાન આ મંદિરને ન તેડે. પરંતુ એ વાત જ્યાં સુધી સાચી છે એ નક્કી ન કહી શકાય. મંદિર બનાવનારાઓએ પોતે, અથવા તે પછી જીર્ણોદ્ધારાદિ પ્રસંગે મુસલમાનોના તેડવાના ભયથી પણ કદાચ આ કાર બનાવવામાં આવ્યું હોય.
For Private And Personal Use Only