SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક મહાતીર્થ મઢેરા મુનિરાજ શ્રી ચાયવિજયજી (ગતાંકથી ચાલુ) વિવિધતીર્થ કપના રચઇતા આચાર્ય શ્રીજિનપ્રભસૂરિજીના લખવા મુજબ બપભટ્ટસૂરિજી સિદ્ધાચલજી અને મેટેરાના મહાવીરસ્વામિના મંદિરનાં દર્શન કરવા રોજ આવતા. સિદ્ધાચલજી એ તે મહાતીર્થાધિરાજ છે. તેનાં દર્શન કરવા જ આવે તે સહજમાં સમાય તેમ છે પણ જયારે મઢેરાના મંદિરનાં દર્શન કરવા રોજ આવતા ત્યારે તે ગુજરાતના આ પ્રાચીન જિનમંદિર અને સાથે જ પતિતપાવન ગુસ્તીર્થનું મહત્ત્વ કાંઈ ઓછું અંકાય ખરું? પ્રભાવક ચરિત્ર અને વિવિધતીર્થકલ્પના લખવા મુજબ બપભટ્ટસૂરિજીના ગુરુદેવના પહેલાંના કાળથી આ મેટેરા મોઢગચ્છના આચાર્યોની ગાદીનું સ્થાન હતું અને અહીં પ્રાચીન મહાવીરદેવનું મંદિર હતું એમ બરાબર સિદ્ધ થાય છે. જે વખતે પાટણ જગ્યું ન હતું, જે વખતે ખંભાત-સ્તંભતીર્થનું નામ ન સંભળાતું તે વખતે આખા ગુજરાતમાં સિદ્ધાચલજી, ગિરનારજી અને ભૃગુકચ્છ પછી પ્રસિદ્ધ અને પ્રાચીન મેંઢેરાનું મંદિર હતું. એટલે આ દષ્ટિએ આ મંદિરની મહત્તા પ આ પાંચ તીર્થોને ઉલ્લેખ વિવિધતીર્થકલ્પમાં આ પ્રમાણે છે ___ " सित्तुंजे रिसहं, गिरिनारे नेमि, भरुअच्छे मुणिसुव्वयं, मोठेरए बीरं, महुराए सुपास-पासे, घडीआदुगभंतरे नमित्ता, सोरठे ढुंदणं विहरित्ता, गोर्वालगिरिंमि जो भुंजेइ तेण आमरायसेविअकमकमले । सिरिबप्पहटिसूरिणा अटूसयछब्बीसे (८२६) विक्कमसंवच्छरे સિરિરી િમદુરાઈ દામિં ” –વિવિધતીર્થકલ્પ, પૃ–૧૮) શત્રુંજય સિદ્ધિગિરિજીમાં ઋષભદેવજીને, ગિરનારજીમાં નેમનાથજીને, ભચમાં મુનિસુવ્રતસ્વામિને મોંઢેરામાં શ્રી વીરભગવાનને અને મથુરામાં શ્રી સુપાર્શ્વનાથજીને બે ઘડીમાં નમસ્કાર કરીને, સોરઠમાંથી ગૌચરી લઇને જે ગોપાલગિરિમાં–- ગ્વાલીયરમાં જઇને ગૌચરી કરતા; આમરાજાએ જેમનાં ચરણ કમલની સેવા કરી છે એ બપ્પભદિસૂરિજીએ વિક્રમસંવત ૮૨૬માં મથુરામાં શ્રીવીરજિનેશ્વરના બિંબની પ્રતિષ્ઠા કરી. એટલે પાંચ તીર્થોમાં મઢેરાનો સમાવેશ થતો. ૬ પાટણની સ્થાપના ૮૦૨માં થઈ અને તે પહેલાંનું મોઢેરાનું આ મંદિર છે. ૭ અહીં મારે નિ:સંકોચ ભાવે લખવું જોઇએ કે મઢેરાના આ મંદિરથી વધુ પ્રાચીન મંદિરોમાં શંખેશ્વર પાર્શ્વનાથનું મંદિર અને ભચન મુનિસુવ્રતસ્વામિનું મંદિર છે જેના માટે મથુરા કલ્પમાં મોઢેરાના મંદિર સાથે આ મંદિરનાં દર્શન પણ બપ્પભટ્ટસૂરિજી કરતા એવો ઉલ્લેખ છે. એટલે ગુજરાતનાં આ બને તીર્થ પણ છે તો પ્રાચીન જ પરંતુ આ તીર્થસ્થાને છે, જ્યારે મોઢેરા તો છે પ્રાચીન નગર, ત્યાનું જિનમંદિર પ્રાચીન છે અને સાથે સાથે એ ગુતીર્થ છે એટલે આ નગરનો આટલે ઉલ્લેખ થયો છે. For Private And Personal Use Only
SR No.521509
Book TitleJain Satyaprakash 1936 03 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy