SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૬ શ્રી જૈન સત્ય પ્રકાશ ફાગણ પૂર્ણિમાની ચાંદની પુરબહારમાં ખીલી હોય, શતરશ્મિ સુધાકર પોતાની અમૃતવર્ષિણી સ્નાથી આ જિનમંદિરને ક્ષીરસાગરના જલથી અભિષેક કરી તેનું હવણજલ આ કુંડમાં ભરતો હોય તેમ સફેદ દૂધ જેવો લાગતે આ કુંડ માનસ સરોવરની ભ્રાનિત કરાવે છે. અને કૃષ્ણ પક્ષમાં મંદિરનું પ્રતિબિંબ અંદર પડયું હોય, હાલતાં ચાલતા જલતરંગમાં ચોતરફ રમતાં તારલાઓ દેખાતાં હોય તે વખતે આ સુંદર કુંડનું, રત્નાકરની ઉપમાને સફલ કરતું, દશ્ય કેવું રમણીય અને મનોહર હશે? આજે તો એ અપૂર્વ દશ્ય નીરખી ઉલ્લાસ પ્રાપ્ત કરનાર કોઈ ભકતજન ત્યાં જણાતો નથી. મૂલ મંદિર –કુંડ અને કુંડ ઉપરની જિનેશ્વરની દેરીઓ જોયા પછી મૂલ મંદિર જોતાં પ્રાચીન શિલ્પગ્રંથમાં ઉલિખિત હંસસ્તર, ગજસ્તર, મનુષ્યસ્તર (ન્નરસ્તર) અને અશ્વસ્તરનાં જે પ્રમાણે મળે છે તે સ્તરો એ ગ્રંથ વિધાન મુજબ થાર્થ રીતે આ મંદિરમાં અવતારિત છે. અને તેની ઉપર જુદા જુદા નાટય કલાન---લલિત કલામય અંગભંગીઓથી સુશોભિત ચિત્રો છે. શ્રી જીવાભગસૂત્રજીના વર્ણનાનુસાર મંદિરમાં પેસતાં પ્રથમ મુખના આકારનું સુંદર મંદિર છે (અથવા તે એ રંગમંડપ–પ્રેક્ષામંડપ હાય.) જેને આ ગર્ભગૃહમૂલ ગભારો હોય એમ દેખાય છે. અથવા તે ચોમુખજી—તરફ ચામુખજી અને વચમાં ગભારો હોય એવી રચી છે. પછી વચમાં ત્રણ પબાન કરી બનવલી ગાદી પણ દેખાય છે, અને પાછળના મૂલ ગભારામાં તે જિનપ્રતિમાના મૂલ આસન જેવું આસન અને પ્રતિમાના પાછળના ભાગના ડાઘ-આકાર પણ દેખાય છે. તેમ જ મૂલમ દિરના વચ્ચેના ગભારામાં ઉપર શિખરના ગુખમાં કારેલાં ચિત્ર, યદુકુલતિલક બાદ બ્રહ્મચારી શ્રીનેમનાથજી ભગવાનની જાનનું દૃશ્ય અને નાટયશાસ્ત્રના વિધાન અનુસારની રમ્ય આકૃતિઓ પ્રેક્ષકનું મન આજે પણ લેભાવે છે. એકે એક આકૃતિમાં કુશલ કારીગરે જીવંત ભાવ રજુ કર્યો છે. જાણે હમણાં જ કઈક આ કૃતિ બોલી ઉઠશે, અને સંગીત શાસ્ત્રના આલાપ સાથે સારંગીના સૂર સંભળાશે એમ લાગે છે. આવી જ રીતે તરફ ફરતી પુતળીઓ-પુતળાં પણ એવા જ સરસ છે. મંદિરની બહારની આકૃતિઓ પણ એવી જ કલાર્યો અને મનોહર છે કે ત્યાં ઉભા રહી નિરાંતે જોયા સિવાય આગળ ન વધી શકાય. બસ આ જ કળા ગુજરાતનાં જૈનમંદિરોમાં સર્વત્ર પ્રસરેલી જોવાય છે. આબુનાં વિમલશાહનાં જગપ્રસિદ્ધ મંદિર અને પેલું સુંદર નાજુક સલાટોનું જિનમંદિર કે જેમાં આ જ ભાતનાં ચિત્રો અને પુતળીઓ ઉભાં છે તે તથા તારંગાનું મંદિર અને તેમાં બહારનાં પુતળાંની રચના તે મને હુબહુ આ મંદિરની નકલ જ લાગે છે. ગિરનાર અને સિદ્ધાચલજીનાં મંદિરોમાં પણ એવાં પુતળાં મંદિરના પાછળના ભાગમાં વિદ્યમાન છે. હું તો મેંઢેરાનું આ ધ્વસ્ત મંદિર જઈ બરાબર એ જ અનુમાન ઉપર આવ્યો છું કે ગુજરાતનાં પ્રાચીન જિનમંદિરની કળાની પ્રેરણાનું જન્મસ્થલ આ મેટેરાનું મંદિર છે. જૈન સુત્રોના વિધાન મુજબ બરાબર આ મંદિરની રચના કરવામાં આવી છે. આ છે તો જૈનમંદિર જમ્મુ-કદાચ વાચકને એમ થશે કે આ છે તે જૈનમંદિર જ ને? તેના જવાબમાં અનેક પુરાવા છે જેથી આ મંદિર જિનમંદિર જ For Private And Personal Use Only
SR No.521508
Book TitleJain Satyaprakash 1936 02 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy